For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પોટ ફિક્સિંગઃ સુપ્રીમે કહ્યું, ‘ ખેલને બરબાદ કરી રહ્યું છે BCCI’

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 નવેમ્બરઃ સ્પોટ ફિક્સિંગ મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. આ મામલે મુદ્ગલ કમેટીના અહેવાલ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ફિક્સિંગ જેવી ઘટનાથી વિશ્વાસ તૂટે છે. કોર્ટે આઇપીએલમાં અને શ્રીનિવાસન હોવા અંગે કહ્યું કે, આઇપીએલમાં શ્રીનિવાસનનો ભાગ હોવો અજીબ વાત છે. તે બીસીસીઆઇના અધ્યક્ષ પણ છે અને આઇપીએલમાં ભાગીદાર પણ.

આઇપીએલ સ્પોટ ફિક્સિંગ પ્રકરણ પર કોર્ટે બીસીસીઆઇએ કહ્યું કે જો તમે આ બધુ થવા દેશો તો પછી તમે ક્રિકેટની રમતને ખતમ કરી રહ્યાં છો. અમે ન્યાયમૂર્તિ મુદ્ગલ સમિતિના અહેવાલના નિષકર્ષને યોગ્ય માનીએ છીએ. કોર્ટે કહ્યું કે કોઇ વ્યક્તિ વિશેષના બદલે ખેલને સંદેહનો લાભ મળવો જોઇએ. કોર્ટે શ્રીનિવાસને કહ્યું કે તમે બીસીસીઆઇના પ્રમુખ અને આઇપીએલ ટીમ, જેના અધિકારી સટ્ટેબાજીમાં લિપ્ત હોવાનું જાણવા મળ્યુ, માલિકના રૂપમાં હિતોના ટકરાવ સાથે જોડાયેલા પ્રશ્નો પર ધ્યાન આપવું પડશે.

-bcci-ipl-supreme-court
સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇને ફટકાર લગાવતા કહ્યું કે બીસીસીઆઇ ખેલને બરબાદ કરી રહ્યું છે. ક્રિકેટને સાચી ભાવના સાથે રમવું જોઇએ, પંરતુ ફિક્સિંગ ખેલ ખતમ કરી નાખે છે. બીસીસીઆઇએ સુપ્રીમ કોર્ટમાં જવાબ આપ્યો કે મુદ્ગલ કમેટીના અહેવાલ પર કાર્યવાહી કરશે.

નોંધનીય છેકે પ્રશાસક એન શ્રીનિવાસને સુપ્રીમ કોર્ટને શનિવારે અનુરોધ કર્યો હતો કે તેમણે ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ પદ પરત આપવામાં આવે. શ્રીનિવાસને કોર્ટમાં દાખલ પોતાની અરજીમાં દાવો કર્યો છેકે આઇપીએલ-6 મામલે ન્યાયમૂર્તિ મુકલ મુદ્ગલ સમિતિના અહેવાલમાં તેમના વિરુદ્ધ આપત્તિજનક કંઇજ નથી. આ સાથે ઇન્ડિયા સિમેન્ટ્સે પણ કોર્ટને કંપની વિરુદ્ધ એવો કોઇપણ પ્રતિકૂળ આદેશ નહીં આપવા અનુરોધ કર્યો છે, જેનાથી ચેન્નાઇ સુપર કિંગ્સની ફ્રેન્ચાયઝી રદ કરવી પડે. શ્રીનિવાસન આ કંપનીના પ્રબંધ નિદેશક છે.

બીસીસીઆઇના નિર્વાસિત અધ્યક્ષે સમિતિ એ નિષ્કર્ષને પડકાર આપે છેકે તેમણે તથા બોર્ડના અન્ય ચાર અધિકારીઓએ વ્યક્તિ-3(ખેલાડી)ની કથિત જાણકારી હોવા છતાં તેની વિરુદ્ધ કાર્યવાહી નથી કરી. તેમણે કહ્યું કે, તત્કાલીન અધ્યક્ષે આ મામલે ધ્યાન આપ્યું હતું અને કોઇ કાર્યવાહી નહીં કરવા માટે તેને જવાબદાર ઠેરવી શકાય નહીં.

શ્રીનિવાસને કહ્યું કે, તેમણે સટ્ટાબાજી, મેચ ફિક્સિંગ અથવા તપાસ પ્રભાવિત કરવાના આરોપોમાંથી મુક્ત કરવામાં આવે. અહેવાલમાં ‘વ્યક્તિ-3'થી સંબંધિત મામૂલી ઘટના અંગે ટિપ્પણી કરવામાં આવી છે, જે આપત્તિજનક નથી. તેમણે ન્યાયાયલને અનુરોધ કર્યો છેકે તેમને બીસીસીઆઇના અધ્યક્ષનું પદ ગ્રહણ કરવાની અનુમતિ આપવામાં આવે, જેનાથી તે લગભગ એક વર્ષથી અલગ છે. ચેન્નાઇ સુપર કિંગ્સના માલિક ઇન્ડિયા સિમેન્ટ્સે અલગથી દલીલ કરી છેકે શ્રીનિવાસનના જમાઇ ગુરુનાથ મય્યપન, જેને અહેવાલમાં દોષી ઠેરવવામાં આવ્યા છે, કોઇપણ પ્રકારે ઇન્ડિયા સિમેન્ટ્સ સાથે સંબંધ નથી.

આ કંપનીએ અનુરોધ કર્યો છેકે ઇન્ડિયા સિમેન્ટ્સ વિરુદ્ધ કોઇપણ પ્રતિકૂળ આધકેશથી માત્ર ચેન્નાઇ સુપર કિંગ્સ માટે જ નહીં પરંતુ આખી લીગ, ક્રિકેટ ખેલાડીઓ અને આઇપીએલ સાથે જોડાયેલા લોકો પર પણ હાનિકારક પ્રભાવ પડશે.

English summary
N Srinivasan Slammed by Supreme Court, Asks ‘How Can BCCI Chief own an IPL Team?'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X