For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: મહેન્દ્ર સિંહ ધોનીએ જીવા વિષે કંઇક આમ કહ્યું

|
Google Oneindia Gujarati News

ભારતીય ક્રિકેટના કેપ્ટન તેમની એક માત્ર દિકરી જીવા વિષે કહ્યું કે તેના આવવાથી અમારું જીવન બદલાઇ ગયું છે. ધોની ગત ફેબ્રુઆરીએ જ ડેડી ડિયર બન્યા છે. ત્યારે દિકરીના જન્મ પર ધોનીની ગેરહાજરીનો ધોનીને આજે પણ રંજ છે.

એટલું નહીં પપ્પા ધોનીને તેમની લાડકવાઇ દિકરી જીવાથી દૂર રહેવું બિલકુલ પસંદ નથી. માટે જ ધોનીએ કહ્યું કે જ્યારે તે ઓસ્ટ્રેલિયાની પ્રવાસ પર હતા ત્યારે તેમણે તેમની દિકરીને બહુ જ મિસ કરી.

ત્યારે ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અને તેમની ક્યૂટ દિકરીના કેટલાક ખાસ ફોટો અને ધોનીએ જીવા માટે શું શું કહ્યું, કેવી રીતે ધોનીને જીવા હેરાન કરે છે તે બધું જ જાણવા જોતા રહો આ ફોટાસ્લાઇડર...

ધોનીને છે રંજ

ધોનીએ કહ્યું કે જ્યારે જીવાનો જન્મ થયો તે ભારતમાં નહતા અને જીવાને ધોનીએ જોઇ પણ નહતી. તે સમય તેમના જીવનનો સૌથી મુશ્કેલ સમય હતો.

લાઇફ ચેન્જ

જો કે જીવાના આવ્યા પછી ધોની અને સાક્ષીનું જીવન એકદમ બદલાઇ ગયું છે અને આ વાતનો સ્વીકાર ધોની પણ કરે છે.

જીવાનું હાસ્ય ધોનીનું સર્વસ્વ

ધોનીએ કહ્યું કે જીવાનું એક હાસ્ય તેમનું સર્વસ્વ છે. તેમણે કહ્યું કે "તમારું બાળક જ્યારે તમારી સામે સ્માઇલ કરે છેને ત્યારે તમારું જીવન બદલાઇ જાય છે."

રો રો કરે છે જીવા

ધોનીએ રમૂજમાં કહ્યું કે "તેને કોઇ ફરક નથી પડતો કે તેના પપ્પા ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન છે કે પછી ચેન્નઇ જેવી સારી ટીમ માટે રમે છે તેને તો બસ રો રો કરવું હોય છે."

English summary
Pics: MS Dhoni speaks about daughter Ziva and how she has changed his life
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X