For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મકાઉ ઓપન: 226 માં નંબરની ખેલાડીએ તોડ્યુ સાઇનાનું સપનુ

મકાઉ ઓપનની મહિલા સિંગલ્સમાં ભારતની આશા સાઇના નહેવાલ ક્વાર્ટર ફાઇનલમાં ચીની ખેલાડી સામે હારી ગઇ છે...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

પોતાનું ફોર્મ પાછુ મેળવવા માટે સતત સંઘર્ષ કરી રહેલી ભારતીય શટલર સાઇના નહેવાલ મકાઉ ઓપન બેડમિંટન ચેમ્પિયનશીપથી બહાર નીકળી ગઇ છે. સાઇનાને મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં દુનિયાની 226 નંબરની ચીની ખેલાડી ઝાંગ યેમાને હરાવી દીધી છે.

saina

મકાઉ ઓપન બેડમિંટન ચેમ્પિયનશીપમાં શુક્રવારે બેડમિંટન કોર્ટમાંથી ભારતીય ખેલ પ્રશંસકો અને સાઇના માટે નિરાશાજનક સમાચાર આવ્યા. ચીનની ઝાંગ યેમાને સાઇનાને 17-21, 21-18, 21-12 થી મ્હાત આપી દીધી છે. ચીની ખેલાડી ઝાંગ સાઇનાના મુકાબલે ઘણી યુવા છે. તે દુનિયાની 226 માં નંબરની ખેલાડી છે. એવામાં ભારતીય ખેલાડી માટે આ હાર ઘણી નિરાશાજનક છે.

ઇજા બાદ ફોર્મમાં આવવા માટે સંઘર્ષ કરી રહી છે સાઇના સાઇના નહેવાલે ગુરુવારે પ્રી-ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ઇંડોનેશિયાની ખેલાડી દિન ડેયાહ ઓસ્ટાઇનને 17-21, 21-18, 21-12 થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. મહિલા સિંગલ્સમાં પીવી સિંધૂ ટુર્નામેંટમાંથી નીકળી ગયા બાદ સાઇના પર ભારતને આશા હતી. રિયો ઓલિમ્પિકમાં ઇજાગ્રસ્ત થયા બાદ લાંબો સમય રમતથી દૂર રહ્યા બાદ સાઇના બે અઠવાડિયા પહેલા ચાઇના ઓપનથી રમતમાં પાછી આવી છે. સાઇના સતત પોતાની ફીટનેસ પાછી મેળવવા અને રમતમાં ફોર્મ પાછુ મેળવવા કોશિશ કરી રહી છે.

English summary
Saina Nehwal drops out of Macau Open after losing to China Zhang Yiman in the quarter finals
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X