For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તપાસ પુરી થયા પછી જ શ્રીનિવાસન BCCI અધ્યક્ષ બની શકે : SC

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 ઓક્ટોબર : આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગ કેસમાં વિવાદોમાં ઘેરાયેલા અને ત્રીજી વાર બીસીસીઆઇના અધ્યક્ષ બનેલા એન શ્રીનિવાસનને આંચકો આપતો નિર્ણય કોર્ટે સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે જણાવ્યું હતું કે આઇપીએલ સ્પોટ ફિક્સિંગની તપાસ પૂરી થવા સુધી શ્રીનિવાસન બીસીસીઆઇનું અધ્યક્ષપદ સંભાળી શકે નહીં.

આ સાથે સુપ્રીમ કોર્ટે આઇપીએલ સ્પોટ ફિક્સિંગ કેસની તપાસ માટે વિશેષ સમિતીની રચનાના બીસીસીઆઇમા સૂચનને નકારી દઇને પંજાબ અને હરિયાણાના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ મુકુલ મુદગલની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોવાળી પેનલની રચનાનું સૂચન કર્યું છે.

srinivasan-bcci-chief

ન્યાયમૂર્તિ એક કે પટનાયક અને જે એસ કહારે સીનિયર એડવોકેટ અને અધિક સોલિસિટર જનરલ એન નાગેશ્વર રાવ અને અસમ ક્રિકેટ સંઘના સભ્ય નિલય દત્તાને પેનલમાં સામેલ કરવાની રજૂઆત કરી છે.

આ કેસ પર આવતી કાલે ફરી સુનવણી કરવામાં આવી શકે છે. આ સંબંધમાં ઔપચારિક આદેશ આપી શકાય છે.

English summary
Srinivasan can not take charge of BCCI president till prob end : SC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X