For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

STAR - ESPN બન્યાં BCCIના નવા ટાઇટલ સ્પોન્સર્સ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 3 ઓક્ટોબર : ભારતમાં આગામી મહિનાઓમાં રમાનારી ક્રિકેટ મેચોના ટાઇટલ અધિકારો મેળવવામા સ્ટાર ઇન્ડિયા અને ઇએસપીએન સફળ બન્યા છે. એરટેલ બાદ આગામી સમયમાં ભારતીય ક્રિકેટના નવા સ્પોન્સર્સ કોણ બનશે તે અંગેની પ્રક્રિયા આજે પૂર્ણ કરવામાં આવી ત્યાર બાદ આ અંગેની ઘોષણા કરવામાં આવી હતી.

આજે બીસીસીઆઇ (બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા)ના અમિતાભ ચૌધરીની આગેવાની હેઠળ નવી રચવામાં આવેલી 26 સભ્‍યોની માર્કેટિંગ સમિતિની બેઠક ભારતમાં આવતા છ મહિનામાં યોજાનારી આંતરરાષ્ટ્રીય મેચો માટેના મુખ્‍ય સ્‍પોન્‍સરોને નિમવા માટેની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સ્ટાર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મેચ દીઠ રૂપિયા બે કરોડ ખર્ચીને અધિકાર મેળવવામાં આવ્યા હતા. આ રીતે જોઇએ તો બીસીસીઆઇને નવા અઘિકાર હેઠળ મેચ દીઠ રૂપિયા 1.33 કરોડની ખોટ ગઇ છે.

bcci-logo

હાલના મુખ્‍ય સ્‍પોન્‍સર એરટેલે ક્રિકેટ બોર્ડ સાથેના જોડાણને આગળ ન વધારવાનો નિર્ણય કરતા ક્રિકેટ બોર્ડે કોર્પોરેટ જગતમાંથી આ વર્ષે 1 ઓક્‍ટોબરથી 2014માં 31મી માર્ચ સુધી યોજાતી મેચો માટેના દાવા આમંત્ર્યા હતા.

એરટેલે 1 સપ્‍ટેમ્‍બરથી માર્ચ 2013 સુધી ભારતમાં રમાતી બધી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સર્કિટની મેચોના મુખ્‍ય સિરીઝ સ્‍પોન્‍સર તરીકેનો અધિકાર મેચ દીઠ રૂપિયા 3.33 કરોડ ખર્ચીને જીત્‍યો હતો. ભારત ખાતેની મેચો (ટેસ્‍ટ, વન-ડે ઈન્‍ટરનેશનલ્‍સ ટ્‍વેન્‍ટી-20 આંતરરાષ્ટ્રીય મેચના હક જીતવા માટેની મૂળ કિંમત મેચ દીઠ રૂપિયા બે કરોડ રાખવામાં આવી હતી.

English summary
Star ESPN gets title sponsorship rights for cricket ties in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X