For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટેસ્ટ રેન્કિંગઃ કોહલી ટોપ ટેનમાંથી ફેંકાયો, ભુવનેશ્વરે માર્યો કૂદકો

|
Google Oneindia Gujarati News

દુબઇ, 15 જુલાઇઃ ભારતીય ટોપ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલી આઇસીસી દ્વારા તાજા જાહેર કરવામાં આવેલા ટેસ્ટ રેન્કિંગમાં નીચેના ક્રમે ફેંકાયા છે. જોકે, ચેતેશ્વર પૂજારા ટોપ ટેનમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ થયો છે, જ્યારે વિરાટ કોહલી પોતાના પ્રદર્શનને લઇને ટોપ ટેનની યાદીમાંથી બહાર ફેંકાઇ ગયો છે. ટેસ્ટ રેન્કિંગની વાત કરવામાં આવે તો ચેતેશ્વર પૂજારા આઠમાં ક્રમે છે, જ્યારે વિરાટ કોહલી ત્રણ ક્રમાંક નીચે ઉતરતા 13માં ક્રમે પહોંચી ગયો છે. બીજી તરફ ભુવનેશ્વર કુમારના રેન્કિંગમાં ઘણો સુધારો આવ્યો છે.

ભારતીય ટીમ તરફથી ઓપનિંગ કરી રહેલા મુરલી વિજયના રેન્કિંગમાં સુધારો આવ્યો છે. 146 અને 52 રનની ઇનિંગ રમવા બદલ તેના રેટિંગ પોઇન્ટ સુધર્યા છે અને તેમે રેન્કિંગમાં 12 ક્રમનો કૂદકો લગાવ્યો છે, તે હાલ આઇસીસી રેન્કિંગમાં 30માં ક્રમે પહોંચી ગયો છે. હવે તે ભારતીય ક્રિકેટ ટીમનો ચોથો ખેલાડી બની ગયો છે, કે જે હાઇએસ્ટ રેન્ક બેટ્સમેન છે. તેના પહેલા ચેતેશ્વર પૂજારા 8, કોહલી 12, સુકાની ધોની 27માં ક્રમે છે.

આ પણ વાંચોઃ- 'કોહલીને સોંપો સુકાન, ધોની નથી સારો ટેસ્ટ સુકાની'
આ પણ વાંચોઃ- ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વાર નોંધાઇ આ સિદ્ધિ
આ પણ વાંચોઃ- જયવર્દનેઃ ભારત સામે પર્દાર્પણ, પાક. સામે કરશે ટેસ્ટ ક્રિકેટને અલવિદા

આઇસીસી દ્વારા જારી કરવામાં આવેલા રેન્કિંગ અનુસાર ટેસ્ટ બોલિંગ રેન્કિંગની વાત કરવામાં આવે તો ભુવનેશ્વર કુમારે રેન્કિંગ ટેબલમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. ઇંગ્લેન્ડ સામેની નોટિંગ્હામ ટેસ્ટ મેચમાં શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કરીને ભુવનેશ્વર કુમારે 82 રનમાં પાંચ વિકેટ લીધી હતી. જેના કારણે તે પોતાની કારકિર્દીમાં પહેલીવાર ટોપ 50 બોલર્સની યાદીમાં આવી ગયો છે. આ યાદીમાં તે 27 ક્રમનો કૂદકો લગાવીને 46માં ક્રમે છે.

બીજી તરફ ટોપ ટેન આઇસીસી ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં એકમાત્ર આર અશ્વિન છે, જોકે તેનો સમાવેશ નોટિંગ્હામ ટેસ્ટમાં કરવામાં નહીં આવતા તેનો રેન્કિંગ ઘટ્યો છે અને તે આઠમાં ક્રમે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે જાણીએ કે આઇસીસી ટેસ્ટ રેન્કિંગ(બોલિંગ અને બેટિંગ)માં ભારતીય ખેલાડીઓ કયા ક્રમે છે.

ચેતેશ્વર પૂજારા

ચેતેશ્વર પૂજારા

આઇસીસી ટેસ્ટ બેટિંગ રેન્કિંગઃ- 8
રેટિંગઃ- 812

વિરાટ કોહલી

વિરાટ કોહલી

આઇસીસી ટેસ્ટ બેટિંગ રેન્કિંગઃ- 13
રેટિંગઃ- 733

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની

આઇસીસી ટેસ્ટ બેટિંગ રેન્કિંગઃ- 27
રેટિંગઃ- 607

મુરલી વિજય

મુરલી વિજય

આઇસીસી ટેસ્ટ બેટિંગ રેન્કિંગઃ- 30
રેટિંગઃ- 601

રોહિત શર્મા

રોહિત શર્મા

આઇસીસી ટેસ્ટ બેટિંગ રેન્કિંગઃ- 34
રેટિંગઃ- 572

આર અશ્વિન

આર અશ્વિન

આઇસીસી ટેસ્ટ બોલિંગ રેન્કિંગઃ- 8
હાએસ્ટ રેટિંગઃ- 737

પ્રજ્ઞાન ઓઝા

પ્રજ્ઞાન ઓઝા

આઇસીસી ટેસ્ટ બોલિંગ રેન્કિંગઃ- 14
હાએસ્ટ રેટિંગઃ- 719

ઝહીર ખાન

ઝહીર ખાન

આઇસીસી ટેસ્ટ બોલિંગ રેન્કિંગઃ- 20
હાએસ્ટ રેટિંગઃ- 575

ઇશાંત શર્મા

ઇશાંત શર્મા

આઇસીસી ટેસ્ટ બોલિંગ રેન્કિંગઃ- 23
રેટિંગઃ- 548

રવિન્દ્ર જાડેજા

રવિન્દ્ર જાડેજા

આઇસીસી ટેસ્ટ બોલિંગ રેન્કિંગઃ- 28
રેટિંગઃ- 468

ભુવનેશ્વર કુમાર

ભુવનેશ્વર કુમાર

આઇસીસી ટેસ્ટ બોલિંગ રેન્કિંગઃ- 46
રેટિંગઃ- 304

English summary
Indian top order batsmen Cheteshwar Pujara and Virat Kohli have dropped several places in the latest ICC rankings released Monday (July 14). While Pujara slid a place to be ranked eighth, Kohli slipped three places to go out of the top-10 to be ranked No.13.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X