For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિરાટ કોહલી ટી-20 રેંકિંગમાં છઠ્ઠા સ્થાને

|
Google Oneindia Gujarati News

દુબઇ, 22 ઑગસ્ટઃ વિરાટ કોહલી બુધવારે જારી કરવામાં આવેલી આઇસીસી ટી-20 રેંકિંગમાં સંયુક્ત રીતે છઠ્ઠા નંબર સાથે ભારતીય બેટ્સમેનોમાં સર્વશ્રેષ્ઠ સ્થાન પર છે, જ્યારે બોલિંગની યાદીમાં એક પણ ભારતીય ખેલાડી ટોપ 10માં સામેલ નથી.

સુરેશ રૈના આઠમાં સ્થાન સાથે ટોપ ટેપમાં સામેલ બીજો ભારતીય બેટ્સમેન છે. યુવરાજ સિંહ 16માં નંબર પર છે. ઓફ સ્પિનર આ અશ્વિન બોલિંગની યાદીમાં 16માં સ્થાન પર છે. નોંધનીય છે કે, પાકિસ્તાન 23 ઑગસ્ટથી ઝિમ્બાવ્વે વિરુદ્ધ બે મેચોની ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેમી રમશે, જેમાં તેનું લક્ષ્ય ટોચ પર રહેલી શ્રીલંકા સાથેનું અંતર ઓછું કરવાનું હશે. બે મેચોની શ્રેણી હરારેથી શરૂ થશે અને તેની બીજી મેચ 24 ઑગસ્ટના રોજ રમાશે.

Virat-Kohli
હાલની રેંકિંગમાં 124 રેટિંગ અંક સાથે બીજા સ્થાન પર રહેલી મોહમ્મદ હાફિજની ટીમ જો બન્ને મેચ જીતી જાય છે, તો તે એક રેટિંગ અંક હાંસલ કરશે અને તેના રેટિંગ અંક 125 થઇ જશે. જેનાથી ટોચના ક્રમાંકે રહેલી શ્રીંલકા(128)થી તેનું અંતર ત્રણ સ્થાન ઓછું થઇ જશે.

ઝિમ્બાવ્વે પાસે પણ એક ક્રમ ઉપર આવવાની તક છે. જો ટીમ શ્રેણીની બન્ને મેચ જીતી લે છે, તો તેને એક ક્રમાંકનો ફાયદો થશે અને તે 11માં ક્રમે પહોંચી જશે. ઝિમ્બાવ્વે અત્યારે 48 રેટિંગ અંક સાથે 12માં સ્થાન પર છે અને તે બન્ને મેચો જીતીને 16 રેટિંગ અંક હાંસલ કરીને 64 રેટિંગ અંક સાથે 11માં ક્રમે પહોંચી જશે.

English summary
Virat Kohli is the highest ranked Indian batsman at joint sixth but there is no Indian presence in the top-10 of the bowlers list in the latest ICC Twenty20 Rankings issued here on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X