For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની વિજય યાત્રા યથાવત, 130 રનોથી દ. આફ્રિકાને આપી માત

|
Google Oneindia Gujarati News

મેલબર્ન, 22 ફેબ્રુઆરી: મેલબર્નમાં દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ ભારત મેચમાં બે-બે હાથ કરવા માટે મેદાન પર ઉતરી ગઇ છે, જેમાં પણ ભારતે પોતાની વિજય યાત્રાને યથાવત રાખી છે. દક્ષિણ આફ્રિકાની સામે ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને તેને 308 રનોનું લક્ષ્યાંક આપ્યું પરંતુ ડિવિલિયર્સ લક્ષ્યાંક સુધી પહોંચે એ પહેલા જ ભારતીય બોલરોએ તેમને ઢેર કરી દીધા હતા. ભારતની જીતનો શ્રેય 137 રન ફટકારનાર શિખર ધવન રહ્યા, જેમને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા.

ભારતની પારી
પોતાની પહેલી જ મેચમાં પાકિસ્તાનને જોરદાર માત આપીને ટીમ ઇન્ડિયા આજે દક્ષિણ આફ્રિકાને પણ માત આપવાના ઉત્સાહ સાથે મેદાને ઉતરી પડી છે. પહેલા બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 307 રન બનાવી લીધા છે, જેની સામે તેણે 7 વિકેટનું નુકસાન ભોગવવું પડ્યું.

ભારત તરફથી શિખર ધવને સૌથી વધારે 137 રનની પારી ખેલી, ત્યાર બાદ તે પારનેલની ઓવરમાં અમલાના હાથે કેચ આઉટ થઇ ગયો. વિરાટ કોહલી 46 રન પર આઉટ થઇ ગયો. રોહિત શર્મા શૂન્ય રને રન આઉટ થઇ ગયો. સુરેશ રૈના માત્ર 6 રન, રેહાણે 79 રન, જાડેજા માત્ર 2 રન, અને ધોની 18 રન બનાવીને પેવેલિયન ભેગા થઇ ગયા.

જોકે ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે મજબૂત લક્ષ્યાંકનો આંકડો મૂકી દીધો છે. આ લક્ષ્યાંકને પાર કરવા ડિવિલિયર્સ હવે મેદાને ઉતરશે.

દક્ષિણ આફ્રિકાની પારી
ભારતે આપેલા 308 રનોના લક્ષ્યાંકનો પીછો કરવા માટે દક્ષિણ આફ્રીકાની ટીમ મેદાનમાં ઉતરી ગઇ છે. પરંતુ તેને શરૂઆતી જ 2 મોટા ઝટકા લાગ્યા છે. ભારતે ડે કોક અને અમલાની મોટી વિકેટ લઇ લઇ લીધી છે. મોહમંદ શમીએ ડે કોક(7)ની અને મોહીત શર્માએ અમલા(22)ની વિકેટ લીધી.

આર અશ્વિનની ફીરકીમાં લપેટાયા ડિવિલિયર્સ
આ પહેલા ડિવિલિયર્સે જણાવ્યું હતું કે અમે ભારતીય ટીમને હળવાસમાં નથી લઇ રહ્યા. ટીમમાં ઘણા ખતરનાખ ખેલાડીઓ છે, જે ક્યારેય પણ મેચને ભારતના પક્ષમાં પલટવાની ક્ષમતા ધરાવે છે. એવી જ રીતે આર અશ્વિનની ફીરકીમાં દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ લપેટાઇ ગયા અને એક પછી એક પેવેલીયન ભેગા થઇ ગયા. અશ્વિને સૌથી વધારે 3 વિકેટ લીધી.

મોહીત શર્માએ અને મોહંમદ શમીએ 2-2 વિકેટ લીધી, રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ લઇને સમગ્ર ટીમને 40.2 ઓવરમાં 177 રન પર ઓલ આઉટ કરી દીધી હતી.

મોદીએ કર્યું ટ્વીટ

English summary
world cup 2015: india vs south africa.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X