For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીમ ઇન્ડિયાનો ગ્લેમર બોય યુવી બની ગયો સંત!

By Super
|
Google Oneindia Gujarati News

એક સમયે ગ્લેમર બોય તરીકે પંકાયેલો ભારતીય ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી યુવરાજ સિંહ હવે સંત બની ગયો છે અને હવે તેને ના તો પૈસાનો મોહ છે કે ના તો તેને કોઇ કાર્સનો. જી હાં, આવું અમે નહીં પરંતુ તેના પિતા યોગરાજ સિંહ કહી રહ્યાં છે. યુવરાજના પિતાએ વધુમાં કહ્યું હતું કે જ્યારે તેઓ તેમના પુત્રને ટ્રેનિંગ આપી રહ્યાં હતા ત્યારે બધા મારો વિરોધ કરી રહ્યાં હતા, પરંતુ આજે મને મારા પુત્ર પર ગૌરવ છે.

યોગરાજ સિંહે વધુમાં જણાવ્યું છે કે, આજે યુવરાજે મને ઘણું ગૌરવ અપાવ્યું છે. હું ભગવાનનો આભાર માનું છું કે તેમણે મને આટલો સારો પુત્ર આપ્યો છે. 'મારી ઇચ્છા છે કે યુવરાજ સંત ચેમ્પિયન બને. એ ચેમ્પિયન કે જે પ્રાર્થના કરે અને પછી જાય અને સારું રમે. તે પાર્ટી અને અન્ય બાબતોમાં પૈસા ખર્ચ કરતો નથી. આજે, કેન્સર સામેની લડાઇ જીત્યા બાદ યુવરાજ સંત છે જે પ્રાર્થના કરે છે અને તેને કાર્સ અને પૈસાની જરૂર નથી. તે એક સામાન્ય વ્યક્તિ બની ગયો છે.

નોંધનીય છે કે 2011ના વિશ્વકપ બાદ યુવરાજ સિંહ કેન્સરથી પીડાયો હતો અને તેને અમેરિકામાં સારવાર આપવામાં આવી હતી. અમેરિકામા ત્રણ રાઉન્ડમાં કેમોથેરાપી કર્યા બાદ 2012માં તે ટીમ ઇન્ડિયામાં પરત ફર્યો હતો. યોગરાજ સિંહને ચાર સંતાનો છે, અને તેઓ તથ્ય પર ગર્વ કરે છે કે આખો દેશ તેમના ક્રિકેટર પુત્રને પ્રેમ કરે છે. યોગરાજે પોતાના પુત્ર અંગે વધુમા શું કહ્યું તે તસવીરો થકી જાણીએ.

લોકો યુવીને પ્રેમ કરે છે એ વાતનો ગૌરવ

લોકો યુવીને પ્રેમ કરે છે એ વાતનો ગૌરવ

'હું એક ગર્વ અનુભવતો પિતા છું કે મારા આવા પ્રેમાળ સંતાનો છે. લોકો યુવીને પ્રેમ કરે છે, મે ક્યારેય જોયું નથી કે કોઇ એક વ્યક્તિને આખું વિશ્વ આ રીતે પ્રેમ કરતું હોય, પરંતુ જ્યારે તેને બધા પ્રેમ કરે છે ત્યારે હું ગર્વની અનુભૂતિ કરું છું,' તેમ તેમણે ઉમેર્યું છે.

તે સારું પ્રદર્શન કરી શકે છે

તે સારું પ્રદર્શન કરી શકે છે

યુવરાજ સિંહના પ્રદર્શન અંગે વાત કરતા તેમના પિતા યોગરાજે જણાવ્યું કે, તેમને વિશ્વાસ છે કે ક્રિકેટ ફિલ્ડમાં તેમનો પુત્ર સારું પ્રદર્શન કરી શકે છે.

 તે તેની ક્ષમતામાંથી માત્ર 25 ટકા જ વાપરે છે

તે તેની ક્ષમતામાંથી માત્ર 25 ટકા જ વાપરે છે

તેમણે વધુમા જણાવ્યું છે કે, તેની ક્રિકેટને લઇને હું નિરાશ છું, મને વિશ્વાસ છે કે તે તેનામા જે ક્ષમતા છે તેમાંથી માત્ર 25 ટકાનો જ ઉપયોગ કરી રહ્યો છે.

તેનામાં ઘણું ટેલેન્ટ છે

તેનામાં ઘણું ટેલેન્ટ છે

યોગરાજ સિંહે જણાવ્યું કે હું યુવરાજને તેની માતા અને મિત્રોની જેમ હેન્ડલ કરી શક્યો નથી. તેની પાસે ઘણું ટેલેન્ટ છે, પરંતુ હજુ તે તેને સાબિત કરી શક્યો નથી. પંરતુ આવનારા સમયમાં તે પોતાના આ ટેલેન્ટને સાબિત કરશે

યુવીને ટ્રેઇન કરતો ત્યારે લોકો વિરોધ કરતા

યુવીને ટ્રેઇન કરતો ત્યારે લોકો વિરોધ કરતા

જ્યારે હું યુવરાજ સિંહને ક્રિકેટ માટે ટ્રેઇન કરી રહ્યો હતો ત્યારે લોકો મારો વિરોધ કરી રહ્યાં હતા, બધા મને એવું કહેતા હતા કે હું એક ગાંડો માણસ અને કોચ છું, હું મારા પુત્રને ખતમ કરી નાખીશ. મારી પત્ની મને છોડીને જતી રહી હતી કારણ કે હું એક ક્રોધિત માણસ છું.

યુવીએ પોતાના પિતાને આપી ક્રેડિટ

યુવીએ પોતાના પિતાને આપી ક્રેડિટ

નોંધનીય છે કે યુવરાજ સિંહે પોતાના જીવન પર લખાયેલા પુસ્તક ધ ટેસ્ટ ઓફ માય લાઇફમાં પોતાની ક્રિકેટ કારકિર્દી માટે પોતાના પિતાને ક્રેડિટ આપી છે.

English summary
Yuvraj Singh is a saint who prays and doesn't need money and cars, says father Yograj
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X