For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ સ્થળોના નામ સાંભળતા જ છૂટી જાય છે કંપારી

By Super
|
Google Oneindia Gujarati News

વિશ્વમાં અનેક એવા સ્થળો હોય છે, જેમના અંગે આપણને અનેક લોક મુખે ચર્ચાયેલી કેટલીક માન્યામાં ના આવે તેવી ભૂત-પ્રેત અથવા તો અન્ય જાદૂઇ શક્તિ સાથે જોડાયેલી કહાણીઓ સાંભળવા અથવા તો વાંચવા મળે છે. ભારત પણ આવા અનેક સ્થળોને સાચવીનું બેસેલું છે.

આપણા દેશમાં આજે પણ એવા અનેક સ્થળો છે, જ્યાં જવા માટે લોકોને કંપારી છૂટી જાય છે. આજે અમે અહીં તસવીરો થકી તમને એવા જ કેટલાક સ્થળો અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ, જે પોતાની અંદર એક ભયાવહ કહાણી છૂપાવીને બેસેલા છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ સ્થળો અંગે.

ભાનગઢ

ભાનગઢ

રાજસ્થાનના અલવર જિલ્લામાં સરિસ્કા રાષ્ટ્રિય ઉદ્યાનના એક છેડે આવેલુ છે. અહીંનો કિલ્લો ઘણો જ પ્રસિદ્ધ છે, જે ભૂતોના કિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. આ કિલ્લાને ઓમેરના રાજા ભગવંત દાસે 1573માં બનાવ્યો હતો.

મસૂરી

મસૂરી

મસૂરીના બહારના વિસ્તારની આ ઇમારતમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઘટી જેમાં અંદાજે 50 હજાર કારીગરોના મોત નીપજ્યાં, ત્યારથી આ ક્ષેત્ર વેરાણ પડ્યો છે અને આ ઇમારતમાં જવાથી લોકો ડરે પણ છે.

જમાલી કમાલી મસ્જિદ

જમાલી કમાલી મસ્જિદ

આ મસ્જિદ મહરોલીમાં સ્થિત છે. આ મસ્જિદમાં જીન્ન હોવાનું માનવામાં આવે છે. અનેક લોકોએ અહીં ભયાવહ જાનવરોના અવાજ પણ સાંભળ્યા છે.

ડૉવ હિલ, પશ્ચિમ બંગાળ

ડૉવ હિલ, પશ્ચિમ બંગાળ

આ એક ઘણું જ સુંદર પર્વતીય સ્થળ છે, પરંતુ શું તમે જાણો છો કે જ્યારે તમે તેની અંદર જશો તો તેમને રડવાનો અવાજ સંભળાશે. અહીંના લોકોનું કહેવું છે કે, જ્યારે તેઓ ત્યાં લાકડીઓ કાપવા માટે જાય છે ત્યારે તેમને માથા કપાયેલી લાશો જોવા મળે છે અને તેથી ત્યાં આ પ્રકારનો અવાજ પણ આવે છે.

અગ્રસેનની બાવલી

અગ્રસેનની બાવલી

ભારતની રાજધાની દિલ્હીમાં જંતર મંતર નજીક અગ્રસેનની બાવલી આવેલી છે. કહેવામાં આવે છે, અહીં અનેકવાર કોઇના પગલાંના અવાજો સાંભળવા મળે છે.

લોથિયન કબ્રસ્તાન

લોથિયન કબ્રસ્તાન

દિલ્હીમાં ખ્રિસ્તીઓ માટે બનેલું આ સૌથી જૂનુ કબ્રસ્તાન છે. અહીં ભૂતોની કહાણીઓ ઉપરાંત, સૌથી લોકપ્રિય કહાણી એક નેતૃત્વહીન સૈનિકની છે. માનવામાં આવે છે કે આ સૈનિક એક યુવતીને પ્રેમ કરતો હતો. યુવતી દ્વારા અસ્વિકાર કરવામાં આવતા એ સૈનિકે જાતે જ પોતાનું માથુ વાઢી નાંખ્યુ હતુ, એવુ માનવામાં આવે છે કે એ સૈનિક હાથમાં પોતાનું માથુ લઇને ફરતો જોવા મળે છે.

લોહાઘાટ

લોહાઘાટ

લોહાવતી નદીના કિનારે વસેલુ લોહાઘાટ એક ઐતિહાસક શહેર છે, આ ઉત્તરાખંડમાં સ્થિત છે અહીંના લોકોનું કહેવુ છે કે અહીં આત્માઓનો વાસ છે.

માલચા મહેલ

માલચા મહેલ

દિલ્હીના સરદાર પટેલ માર્ગે આવેલા રિજમાં પર્વતો પર આ મહેલ સ્થિત છે અને ઘણું જ વેરાણ સ્થળ છે.

શિમલામાં સુરંગ ન.33

શિમલામાં સુરંગ ન.33

હિમાચલ પ્રદેશના પ્રસિદ્ધ શહેર શિમલામાં અનેક ભયાવહ કહાણીઓ સાંભળવા મળી છે. તેમાની એક સુરંગ ન. 33ની છે, જેમાં એક ભૂત અંગે જણાવવામાં આવ્યું છે.

ફિરોઝ શાહ કોટલા

ફિરોઝ શાહ કોટલા

ફિરોઝ શાહ કોટલા ખાસ સ્થળ છે, જેને ફિરોઝ શાહ તુગલકે 1354માં બનાવડાવ્યું હતુ, આ દિલ્હીમાં બહાદૂરશાહ ઝફર માર્ગ પર સ્થિત છે.

English summary
here is the 10 most haunted place in india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X