For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના પાંચ ફેમશ બીચ, એકવાર પ્રવાસ ખેડવો જરૂરી

|
Google Oneindia Gujarati News

[ટ્રાવેલ] ભારત હંમેશા પ્રવાસીઓ માટે એક આદર્શ તરીકે રહ્યું છે. અહિયાં દરેક પ્રકારના પ્રવાસીયો માટે દરેક પ્રકારનું આકર્ષણ રહેલું છે. આ આકર્ષણમાં ડૂબવા માટે થઇ જાઓ તૈયાર કારણ કે અમે આપને બતાવી રહ્યા છીએ ટ્રાવેલ માટે એક યુનિક આઈડિયા. જેને સાંભળતાજ તમે કહેશો 'વોટ એન આઈડિયા'.

જી હા, મિત્રો રજાઓ ગરમીની હોય કે શિયાળાની કે કોઈપણ પ્રકારના વીકેન્ડની રજા કે તહેવારની રજા હોય, રજા તો રજા જ હોય

છે. જેમાં આપણને ખૂબ જ મસ્તી કરવાનું મન થાય છે. ખુલ્લા આકાશમાં ઉડવાનું મન થાય છે. તમારું પણ મન એવું જ કરવાનું પસંદ કરતું હશે ને ! જો હા હોય તો થઇ જાઓ તૈયાર પ્રવાસ ખેડવા ભારતના ખૂબ જ સુંદર દરિયા કિનારાની. અમે આપને બતાવી રહ્યા છીએ ભારતના 5 આકર્ષણ દરિયા કિનારા (બીચ) વિશે.. આ દરિયા બીચને જોઇને આપનું મન પણ અહીં આવવા તત્પર થઇ જશે.

જુહુ બીચ, મુંબઇ

જુહુ બીચ, મુંબઇ

મુંબઇના પોશ વિસ્તારમાં આવેલો જુહુ બીચ પોતાની લોકપ્રિયતા અને આકર્ષણના કારણે આખી દુનિયામાં જાણીતો છે. જે મુંબઇના મુખ્ય આકર્ષણોમાંથી એક છે. જો આપ મુંબઇ આવીને અત્રે ના આવો તો સમજો મુંબઇની એક ખૂબ જ રોમાંચક વસ્તુ આપે મીસ કરી દીધી છે. તેની લોકપ્રિયતાનું એક પાસુ એ પણ છે કે આ બીચ પર ઘણા ફિલ્મી ગીતોનું શૂટીંગ કરવામાં આવ્યું છે.

બંગારામ બીચ, લક્ષદ્વીપ

બંગારામ બીચ, લક્ષદ્વીપ

નવા કપલ અને રિલેશનશીપ કપલ્સ માટે લક્ષદ્વિપનો બંગારામ બીચ બનાવવામાં આવ્યો છે, જે એક સુંદર હનીમૂન સ્થળ છે. અત્રે નવદંપતી આવીને અત્રેના નજારાઓમાં ખોવાઇ જાય છે. આ બીચ પર આપને કૂદરતી સંપદા પણ જોવા મળી જશે, જેમકે પશુ, પક્ષીઓ, માછલીઓની અનેક પ્રજાતીઓનો આનંદ માણી શકો છો. સ્કૂબા ડાયવિંગ અને સ્નોર્કલિંગ ભ્રમણ યાત્રીઓ માટે ખૂબ જ સારી જગ્યા છે.

કન્યાકુમારી બીચ

કન્યાકુમારી બીચ

કન્યાકુમારી દક્ષિણ ભાગમાં આવેલ ખૂબ જ આકર્ષક ધાર્મિક સ્થળ છે. જે સમુદ્રતટ માટે વિશ્વમાં જાણીતું છે. અત્રેના સૂર્યોદયનો નજારો હૃદયસ્પર્શી હોય છે. ત્રણ સંગમ અરબ સાગર, બંગાળ અને હિંદ મહાસાગરની ખાડીનો અદભુત નજારો અત્રે જોવા મળશે.

મહાબલીપુરમ બીચ

મહાબલીપુરમ બીચ

તમિલનાડુની રાજધાની ચેન્નઇથી 58 કિમી દૂર સ્થિત મહાબલીપુરમ બીચ બંગાળની ખાડી સાથે જોડાયેલ છે. 20મી સદી બાદ સૌની નજરમાં આવેલ આ બીચ 20 કિમી લાંબો છે. આપ ધુપ સેકવા ઉપરાં, ડાઇવિંગ, વિંડ સર્ફિંગ અને મોટર નૌકાવિહાર વગેરેનો આનંદ માણી શકો છો.

પુરી બીચ, પુરી

પુરી બીચ, પુરી

પુરી રેલવે સ્ટેશનથી લગભગ 2 કિમી દૂર બંગાળની ખાડીની પાસે આવેલ અથવા તેમ કહો કે બંગાળની ખાડીના તટ પર પુરી બીચ આવેલો છે. આ બીચને ભારતના સર્વશ્રેષ્ઠ બીચમાં ગણના કરવામાં આવે છે. તીર્થ સ્થળ તરીકે પણ અત્રે લોકોની ભીડ ઉમટી પડે છે. સોનેરી રેત, આકર્ષક વાતાવરણ, ચારેય તરફ લહેરોની આવન જાવન જોવા લાયક હોય છે.

English summary
Here is the list of the top five beaches in India that you must visit once in your lifetime.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X