For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાની કરો યાત્રા તસવીરોમાં

|
Google Oneindia Gujarati News

સરયૂ નદીના તટ પર સ્થિત અયોધ્યા એક લોકપ્રિય તીર્થસ્થળ છે. અત્રે હિન્દુઓના લોકપ્રિય ધાર્મિક સ્થાન છે. આ શહેર, ભગવાન રામ સાથે જોડાયેલ છે જે અંગે માન્ય છે કે તે ભગવાન વિષ્ણુના 7માં અવતાર હતા. મહાકાવ્ય રામાયણ અનુસાર, પ્રાચીન શહેર અયોધ્યા સૂર્યવંશની રાજધાની હતી જ્યાં ભગવાન રામની જન્મભૂમિ હતી.

જ્યાં એક તરફ અયોધ્યા શહેર, હિંદુ ધર્મ માટે ખૂબ જ ખાસ છે તેમજ અત્રે બૌદ્ધ, જૈન અને ઇસ્લામ ધર્મના અવશેષ પણ મળી આવ્યા છે. વાત જો અયોધ્યામાં પ્રવાસનના સંદર્ભમાં હોય તો અયોધ્યામાં મોટાભાગના મંદિર જ છે જે મોટી સંખ્યામાં લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. અત્રે આવીને આપ નાગેશ્વરનાથ મંદિર, ચક્ર હરજી વિષ્ણુ મંદિર, તુલસી સ્મારક ભવન, રામ જન્મ ભૂમિ, હનુમાન ગઢી, દશરથ ભવન, ત્રેતા-ના-ઠાકુર સીતાની રસોઇ, રામની પૌઢી, મણિ પર્વત ઉપરાંત કલકત્તા કિલ્લા ગુલાબવાડી અને બહુ બેગમના મકરબાની યાત્રા ચોક્કસ કરો.

આવો કેટલીક તસવીરો દ્વારા જોઇએ કેવું છે અયોધ્યા અને એક પ્રવાસી શું શું જોઇ અને જાણી શકે છે અત્રે...

શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાની તસવીરો

શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાની તસવીરો

સરયૂ નદીના તટ પર સ્થિત અયોધ્યા એક લોકપ્રિય તીર્થસ્થળ છે. આ હિન્દુઓનું લોકપ્રિય ધાર્મિક સ્થાન છે. આ શહેર ભગવાન રામથી જોડાયેલ છે જે અંગે માન્યતા છે કે તે ભગવાન વિષ્ણુના 7માં અવતાર હતા.

અયોધ્યા સૂર્યવંશની રાજધાની હતી

અયોધ્યા સૂર્યવંશની રાજધાની હતી

મહાકાવ્ય રામાયણ અનુસાર પ્રાચીન શહેર અયોધ્યા સૂર્યવંશની રાજધાની હતી જ્યાં ભગવાન રામનો જન્મ થયો હતો. રામાણયની સંપૂણ કહાણી ભગવાન રામના જીવન પર આધારિત છે.

રામ જન્મભૂમિ અયોધ્યાની તસવીરો

રામ જન્મભૂમિ અયોધ્યાની તસવીરો

અયોધ્યા શહેર, હિન્દુ ધર્મ માટે ખૂબ જ ખાસ છે પરંતુ આ ઉપરાંત અત્રે બૌદ્ધ, જૈન અને ઇસ્લામ ધર્મના અવશેષ પણ મળી આવે છે.

કૃષ્ણા મંદિર

કૃષ્ણા મંદિર

અયોધ્યા સ્થિત કૃષ્ણા મંદિરની તસવીર. નોંધનીય છે કે દરરોજ અત્રે હજારો ભક્તો આવીને પૂજા અર્ચના કરે છે.

સરયૂ નદી

સરયૂ નદી

સરયૂ નદી અયોધ્યાનું એક અનન્ય આકર્ષણ છે. જ્યાં આ ધર્મની દ્રષ્ટિ સાથે મહત્વપૂર્ણ છે લોકોના દૈનિક જીવનને પણ આ નદી પ્રભાવિત કરે છે.

રામ જન્મભૂમિ અયોધ્યાની તસવીરો

રામ જન્મભૂમિ અયોધ્યાની તસવીરો

અયોધ્યા હિન્દુઓ માટે સૌથી પવિત્ર શહેરમાંથી એક છે. અયોધ્યામાં આવીને મનને આધ્યાત્મિક શાંતિ મળે છે.

હનુમાન ગઢી

હનુમાન ગઢી

અયોધ્યાના સૌથી વધારે ભ્રમણ કરાતા સ્થળોમાં હનુમાન ગઢી છે જેને હનુમાનજીનું ઘર પણ કહેવામાં આવે છે. આ મંદિર ભગવાન હનુમાનને સમર્પિત છે.

ગુપ્તાર ઘાટ

ગુપ્તાર ઘાટ

લાંબુ સ્થાન છે જ્યાં મળી આવતી પત્થરની સીડીઓ સરયૂ નદી તરફ લઇ જાય છે. હિન્દુઓમાં આ ઘાટને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. કારણ કે
ગભગવાન રામે પૃથ્વી છોડવા માટે અત્રે જ જળ સમાધિ લીધી હતી અને ભગવાન વિષ્ણુના પવિત્ર ઘર અથવા વૈકુંઠમાં પ્રવેશ કર્યો હતો.

ગુલાબ વાડી

ગુલાબ વાડી

જેવું નામ છે તેવું જ પ્રતિત થાય છે કે ગુલાબ વાડીનો અર્થ છે ગુલાબનો બગીચો. આ વિશાળ બગીચો શુજાઉદૌલા અને તેમના પરિવારની કબ્રોને ઘેરેલ આખા ક્ષેત્રમાં ફેલાયેલ છે. આ બગીચાને ઇ.સ. 1775માં સ્થાપિત કરવામાં આવ્યું હતું અને આમાં ઘણા પ્રકારના ગુલાબ તમને જોવા મળી જશે.

કલકત્તા કિલ્લો

કલકત્તા કિલ્લો

ફૈઝાબાદ નવાબોની રાજધાની હતી અને પોતાના શાસનકાળમાં તેમણે ઘણી શાનદાર ઇમારતો બનાવડાવી. તેમાંથી જ એક હતું કલકત્તા કિલ્લો જેનું નિર્માણ અંગ્રેજો દ્વારા ઇ.સ 1764માં બક્સરના યુદ્ધમાં હાર બાદ શુઝાઉદૌલાએ કરાવ્યું હતું.

રામની જન્મભૂમિ

રામની જન્મભૂમિ

સામાન્ય રીતે અયોધ્યાને શ્રી રામની જન્મભૂમિના રૂપમાં ઓળખાય છે, પરંતુ આ શહેરમાં પણ રામ કોટ વૉર્ડમાં એક એવું કેન્દ્ર છે જ્યાં ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો, જેને રામ જન્મભૂમિના નામે ઓળખવામાં આવે છે. અત્રે ભગવાન રામને સમર્તિત એક મંદિર છે.

કનક ભવન

કનક ભવન

અયોધ્યાના કનક ભવન સ્થિત મંદિરમાં લાગેલ ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણની તસવીર.

રામ જન્મભૂમિ અયોધ્યાની તસવીરો

રામ જન્મભૂમિ અયોધ્યાની તસવીરો

વાત જો અયોધ્યામાં પ્રવાસનના સંદર્ભમાં થાય તો અયોધ્યામાં મોટાભાગના મંદિરો લોકોના ધ્યાનને પોતાની તરફ આકર્ષિત કરે છે. અત્રે આવીને આપ નાગેશ્વરનાથ મંદિર, ચક્ર હરજી વિષ્ણુ મંદિર, તુલસી સ્મારક ભવન, રામ જન્મભૂમિત, હનુમાન ગઢી, દશરથ ભવન, ત્રેતા-ના-ઠાકુર સીતાની રસોઇ, રામની પૌઢી, મણિ પર્વત ઉપરાંત કલકત્તા કિલ્લા ગુલાબ વાડી અને બહુ બેગમના મકરબાની યાત્રા ચોક્કસ કરો.

રામ જન્મભૂમિ અયોધ્યાની તસવીરો

રામ જન્મભૂમિ અયોધ્યાની તસવીરો

અયોધ્યાના બજારની છે. નોંધનીય છે કે અયોધ્યા હિન્દુ ધર્મનું પ્રમુખ ધાર્મિક હબ છે, આ જ કારણે અત્રે દરરોજ ભારે ભીડ રહે છે.

English summary
Ayodhya is Holy land of Shri Ram, Take a look in Pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X