For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વના સુંદર અને દર્શનિય પણ ખતરનાક દેશો

|
Google Oneindia Gujarati News

વિશ્વ સુંદરતાનો ખજાનો છે, વિશ્વના દરેક ખૂણે આપણે કુદરત દ્વારા સર્જિત અથવા તો માનવ દ્વારા નિર્મિત સૌંદર્યતા અને મનમોહક રચનાઓ આપણને જોવા મળી જાય છે. આ સૌંદર્યતાના કારણે પ્રવાસી જીવોનો મેળવાડો આવા સ્થળો પર લાગેલો હોય છે, પરંતુ વિશ્વના કેટલાક એવા સ્થળો પણ છે કે જ્યાં આ સુંદરતાની સાથે ગુનાઇત પ્રવૃત્તિઓ પણ વધી ગઇ છે. જેમાં મેક્સિકોથી માંડીને બ્રાઝીલ અને સોમાલિયા સહિતના સ્થળો આવી જાય છે.

ત્યારે આ વખતે અમે અહીં એવા જ કેટલાક દેશો અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ કે, જે દેશો પોતાની સુંદરતા અને પોતાના દર્શનિય પ્રવાસન સ્થળોના કારણે જેટલા લોકપ્રિય છે, તેટલાં જ ત્યાં થતાં ગુનાઓના કારણે પણ પંકાયેલા છે. ઇરાક હોય, અફઘાનિસ્તાન હોય, વેનેઝુએલા હોય કે પછી એન્ટાર્કટિકા હોય. આ દેશોમાં જેટલી સુંદરતા રહેલી છે, તેટલું જ ત્યાં જોખમ રહેલું છે, ક્યાંક વાતાવારણ જોખમી છે તો ક્યાંક ગુનાઇત પ્રવૃત્તિઓ વધું છે, ચાલો તસવીરો થકી આ દેશોની માહિતી મેળવીએ.

મેક્સિકો

મેક્સિકો

મેક્સિકો શહેરની છબી એક લોકપ્રિય ટૂરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે છે, પરંતુ એ વાતને પણ અવગણી શકાય નહીં કે, આ શહેર ગુનાહિત કૃત્યો માટે જાણીતું છે. આ દેશના અનેક ભાગોમાં ડ્રગ સ્મગલર્સ અને વિવિધ પ્રકારના ગુનાઓ કરવામાં આવી રહ્યાં છે. તેમજ દેશના અનેક સ્થળો પર માથા વગરના મૃતદેહો પણ મળી આવ્યાના દાખલા છે, છતાં પણ આ દેશની એક પ્રવાસન સ્થળ તરીકેની લોકપ્રિયતા ઓછી થઇ નથી.

વેનેઝુએલા

વેનેઝુએલા

વેનેઝુએલાને કેટલાક શાનદાર અને શ્રેષ્ઠતાની અનુભૂતિ કરાવનારા બીચીઝનું ઘર કહેવામાં આવે છે, જો કે ત્યાં તેમને મૈત્રીપૂર્ણ માહોલ જોવા મળતો નથી. વેનેઝુએલાના કેપિટલ સિટીમાં ગેંગ વાયોલન્સ અને ડ્રગ ટ્રેડ ખુબ જ માત્રામાં જોવા મળે છે, તેમજ રોબર્સનો પણ આતંક રહે છે.

 બ્રાઝીલ

બ્રાઝીલ

બ્રાઝીલની મુસાફરી કરવી ઘણી જ શાનદાર રહે છે, પરંતુ આ સાથે જ ત્યાં અન્ય ખતરાઓ પણ રહેલા છે. બ્રાઝીલના શહેરો સાઉ પોઉલો અને રિઓ દિ જાનેરો સહિતના વિસ્તારોને સુરક્ષિત માનવામાં આવતા નથી. બ્રાઝીલમાં અવાર-નવાર ગેંગવોર જોવા મળે છે.

એન્ટાર્કટિકા

એન્ટાર્કટિકા

એન્ટાર્કટિકા વિશ્વના શાનદાર અનુભવની ભેટ આપનારો દેશ છે, પરંતુ ત્યાંનું હવામાન એટલું પાતળું છે કે જો તમે નબળું સ્વાસ્થ્ય ધરાવતા હોવ તો તમારો જીવ જોખમમાં મુકાઇ શકે છે.

હૈતી

હૈતી

હૈતી હાલ ઘણો જ સમૃદ્ધ અને વિકસિત દેશ બની રહ્યો છે અને પ્રવાસન દેશ તરીકે ઉભરી રહ્યો છે, પરંતુ સાથોસાથ અહીં ગુનો પણ એટલો જ વકર્યો છે. તેને એક અસુરક્ષિત દેશ તરીકે ગણવામાં આવી રહ્યો છે.

ઇરાક

ઇરાક

ઇરાકને વિશ્વનું સૌથી ખતરનાક સ્થળ માનવામાં આવે છે. તેમ જ છતાં આ એક પ્રવાસન સ્થળ તરીકે એટલું જ જાણીતું છે. જો કે, હાલ ત્યાં વિદેશી આર્મીઓ દ્વારા સમયાંતરે હિંસક વાતાવરણ ઉભૂ કરવામાં આવી રહ્યું છે. આત્મઘાતી હુમલા અને ગોળીબારના કારણે આ સ્થળની શાંતિ હણાઇ ગઇ છે.

અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાન

એક સમયે અફધાનિસ્તાન પણ પ્રવાસન સ્થળ તરીકે લોકપ્રિયતાની શીખર પર હતું પરંતુ ત્યાં શરૂ થયેલા આતંકવાદી હુમલા અને બોમ્બમારાના કારણે આ સ્થળ ધીરે ધીરે તેની લોકપ્રિયતા ગુમાવી રહ્યું છે.

સોમાલિયા

સોમાલિયા

સોમાલિયાને પ્લેનેટના સૌથી ખતરનાક સ્થળ તરીકે સંબોધવામાં આવે છે. સોમાલિયા સૌથી લાંબો દરિયા કિનારો અને શાનદાર સુંદરતા ધરાવે છે, જેના કારણે તે પ્રવાસન સ્થળ તરીકે પણ લોકપ્રિય છે, પરંતુ સાથોસાથ ડ્રગ માફિયા અને વેપન ટ્રાફિકિંગના કારણે પણ આ દેશ વિશ્વ ભરમાં પંકાયેલું છે.

English summary
Beautiful Countries That Are Dangerous
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X