For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના પવિત્ર યાત્રાધામ બેટ-દ્વારકાની એક મુલાકાત

|
Google Oneindia Gujarati News

આપણી યાત્રાની શ્રેણીમાં આજે આપણે આ લેખમાં વાત કરીશું પવિત્ર યાત્રાધામ બેટ-દ્વારકા વિશે. દ્વારકા બાદ સૌથી પવિત્ર યાત્રાધામ બેટ-દ્વારકાનો આવે છે. આ એક નાનકડો ટાપુ છે. ઓખા બંદર બન્યા પહેલા આ ટાપુ પરથી તમામ વહાણોનું આવાગમન થતું હતું. આ ટાપુને પહેલા બેટ શંખોધર તરીકે પણ ઓળખાતો હતો. બેટ-દ્વારકા યાત્રા માટેનું એક ઉત્તમ સ્થળ છે. આ ટાપુ પર જવા માટે નાવડીનો સહારો લેવો પડે છે. ટાપુ પર કૃષ્ણનું 500 વર્ષ જૂનું પવિત્ર મંદિર આવેલું છે, તેમજ અન્ય મંદિરો પણ અહીં આવેલા છે.

બેટ-દ્વારકા એ અતિ પ્રાચિન રમણીય ચંદ્રાકાર ટાપુ છે. ભગવાન શ્રી કૃષ્ણએ શંખ નામના રાક્ષસનો અહિયાં ઉધ્ધાર કરેલ શંખોધ્ધાર તરીકે પણ ઓળખાય છે. બેટ-દ્વારકા હિન્દુ, મુસ્લીમ તથા શિખના પવિત્ર યાત્રાધામ તરીકે વધારે ઓળખાય છે. ઓખાથી બેટ-દ્વારકા ત્રણ નોટીકલ માઇલનાં અંતરે છે અને યાંત્રીક વહાણમાં ઓખા પેસેન્જર જેટી થી પવિત્ર યાત્રાધામ બેટ-દ્વારકા પહોંચી શકાય છે. જેમ દ્વારકાનગરી ભગવાન શ્રી દ્વારકાધીશની રાજધાની કહેવાય છે તેમ બેટ-દ્વારકા ભગવાન શ્રી દ્વારકાધીશનો રાણીવાસ અથવા નિવાસસ્થાન તરીકે ઓળવામાં આવે છે. શીખ સંપ્રદાયનાં પંજપ્યારે માહેંના ભાઇ મોહકમસિંઘની ભવ્ય ગુરૂદ્વારા પણ આવેલ છે.

કેવી રીતે આવશો અહીં:
સડક માર્ગ- જામનગરથી દ્વારકા હાઇવેનું મહત્વનું સ્ટેશન છે. અહીં આવવા માટે જામનગર અને અમદાવાદથી સીધી બસ છે.

રેલવે માર્ગ- દ્વારકામાં અમદાવાદ-ઓખા બોર્ડ ગેજ રેલવે લાઇન છે. જે જામનગર(137 કિમી), રાજકોટ(217 કિમી), અમદાવાદ(471 કિમી)થી જોડાયેલ છે. અહીં આવવા માટે વડોદરા, સુરત, મુંબઇ, ગોવા, કર્ણાટકા, કેરળથી ટ્રેન મળી રહે છે.

હવાઇ માર્ગ- અહીથી સૌથી નજીકનું એરપોર્ટ જામનગર છે.

આવો તસવીરોમાં જોઇએ બેટ દ્વારકા...

બેટ દ્વારકા

બેટ દ્વારકા

બેટ દ્વારકા શંખોદ્વાર બેટ તરીકે પણ જાણીતું બેટ દ્વારકા એ એક નાનકડો દ્વીપ છે અને ઓખાનો વિકાસ થયો તે અગાઉ આ વિસ્તારનું મુખ્ય બંદર હતું. આ સ્થળ પ્રવાસીઓને ડૉલ્ફિન જોવાની, દરિયાઈ આનંદ પર્યટન, શિબિર અને ઉજાણી કરવાની તક આપે છે. અહીંના મોટા ભાગના પુરાતત્ત્વીય ખંડેરોનું ઉત્ખનન કરવામાં આવ્યું છે અને તે ધાર્મિક હસ્તપ્રતોમાં લખ્યા અનુસારના ભગવાન કૃષ્ણના મૂળ રહેઠાણ સાથે મળતું આવે છે. દ્વારકાથી અહીં પહોંચવા માટે, રેલ અથવા સડક માર્ગે પહેલાં ઓખા બંદરના ધક્કા પર પહોંચવું પડે છે (32 કિ.મી.), અને પછી ત્યાંથી 5 કિ.મી.ની દરિયાઈ મુસાફરી માટે ફેરી બોટમાં અથવા નાનકડી બોટમાં બેસીને આવવું રહે છે.

ભૌગોલીક મહત્વ:

ભૌગોલીક મહત્વ:

બેટ-દ્વારકાને પવિત્ર યાત્રાધામ દ્વારકાનો એક ભાગ જ ગણવામાં આવે છે. બેટ-દ્વારકા સમુદ્રથી ઘેરાયેલ ટાપુ હોવાથી રસ્તા માર્ગે તથા રેલ માર્ગે ઓખા પહોંચીને યાંત્રીક હોડીમાં બેટ-દ્વારકા જઇ શકાય છે. ભગવાન શ્રી કૃષ્ણએજે સમયે દ્વારકા રાજધાની વસાવી તે જ સમયે બેટ-દ્વારકા નુ સ્થાપન થયું તેમ માનવામાં આવે છે. બેટ-દ્વારકામાં અનેક સંપ્રદાયોનાં તીર્થસ્થાનો આવેલ છે.

શ્રીકૃષ્ણ મંદિરઃ

શ્રીકૃષ્ણ મંદિરઃ

અહીંથી 500 વર્ષ જૂનું, અત્યંત વિશાળ એવું આ મંદિર ચાલીને 15 મિનિટના રસ્તે આવેલું છે. એવું માનવામાં આવે છે કે વલ્લભાચાર્યે બંધાવેલા આ મંદિરમાં રુકમણીએ બનાવેલી દેવમૂર્તિને પ્રતિષ્ઠિત છે. ભગવાન શ્રી કૃષ્ણને તેમના મિત્ર સુદામાએ ચોખા ભેટ આપ્યા હતા એવી એક વાર્તા છે એટલે એ પરંપરાને જીવંત રાખવા મુલાકાતીઓ અહીંના બ્રાહ્મણોને ચોખાનું દાન કરે છે. મંદિરની આસપાસના વિસ્તારમાં ભગવાન શિવ, ભગવાન હનુમાન, દેવી અને ભગવાન વિષ્ણુના અન્ય કેટલાંક નાનાં મંદિરો પણ આવેલાં છે. બેટ દ્વારકામાં ભગવાન વિષ્ણુએ શંખાસુર નામના એક દાનવને હણ્યો હતો એવી પૌરાણિક કથા સાથે પણ બેટ દ્વારકા સંકળાયેલું છે

હનુમાન મંદિરઃ

હનુમાન મંદિરઃ

બેટ દ્વારકાના મુખ્ય મંદિરથી લગભગ 5 કિ.મી. પૂર્વમાં દાંડીવાળા હનુમાનનું ભવ્ય મંદિર આવેલું છે. અહીં વિશેષ પૂજા કરવા ઇચ્છા પ્રવાસીઓ માટે રોકાવાની સુવિધાઓ પણ છે. આ મંદિરની દુર્લભ લાક્ષણિકતાઓમાંની એક એ છે કે અહીં હનુમાનના પુત્ર મકરધ્વજની મૂર્તિ પણ છે. એવી લોકવાયકા છે કે પુરોહિત ભગવાન હનુમાનના પરસેવાના એક ટીપાથી એક માછલી ગર્ભવતી બની અને તેણે ભગવાન હનુમાન જેટલા જ શક્તિશાળી પુત્રને જન્મ આપ્યો. પુરાણો એવું પણ કહે છે કે લંકાના પ્રખ્યાત યુદ્ધ વખતે, રાવણે રામ અને લક્ષ્મણનું હરણ કર્યું અને તેમને પાતાળમાં રાખ્યા. તેમને લઈ આવવા માટે હનુમાને આ સ્થળ પરથી પાતાળમાં પ્રવેશ કરવાનું પસંદ કર્યું, અને ત્યારે પાતાળની રક્ષા કરતા મકરધ્વજ સાથે તેમણે યુદ્ધ કરવાનું આવ્યું. આ પ્રસંગે બંને જણ મળે છે અને એકબીજાને પિતા અને પુત્ર તરીકે ઓળખે છે. હનુમાનજયંતિ અહીં ખૂબ ધામધૂમથી ઉજવાય છે. દશેરાના દિવસે પણ, શ્રી કૃષ્ણને શ્રી રામની જેમ શણગારીને પાલખી પર ફેરવવામાં આવે છે

કચોરિયુઃ

કચોરિયુઃ

આ શ્રી રામનું મંદિર છે. તેના પ્રવેશદ્વાર પર ભગવાન હનુમાનની મૂર્તિ સાથે, ગરૂડ, શંખ અને ચક્રના શિલ્પાકૃતિઓ છે. મંદિરની પાસે આવેલું તળાવ કચોરિયુ તળાવ તરીકે ઓળખાય છે.

હાજી કિરમાણી પીરઃ

હાજી કિરમાણી પીરઃ

બેટ દ્વારકાની પૂર્વી દરિયાઈ પટ્ટી પર, તમે હાજી કિરમાણી પીરની સમાધિની મુલાકાત લઈ શકો છો. તેઓ મહત્ત્વના સૂફી સંતોમાંના એક ગણાય છે, જે કિરમાણ, ઈરાનના હતા. અનેક ધર્મોના લોકો અહીં આવે છે.

ગુરુદ્વારાઃ

ગુરુદ્વારાઃ

એવું માનવામાં આવે છે બેટ દ્વારકા પંજપ્યારેના શીખ સંત શ્રી હુકમચંદજીનું જન્મસ્થાન છે. એટલે બુધિયા વિસ્તારમાં સ્થિત આ ગુરુદ્વારાની મુલાકાતે અનેક શીખ લોકો આવે છે.

ખેતી/વાહન વ્યવહાર:

ખેતી/વાહન વ્યવહાર:

  1. સારો વરસાદ થયો હોય ત્યારે એક પાક લિ શકાય છે. મુખ્યત્વે ઘઉં, બાજરો ઉગાડવામાં આવે છે. ટાપુ વિસ્તાર નાનો હોવાથી ખેતી પ્રમાણમાં અલ્પ છે.
  2. બેટ-દ્વારકા જવા માટે ઓખા ગામ રેલ્વે અથવા વાહનમાર્ગે આવવાં જવામાં આવે છે. પરંતુ બેટ-દ્વારકામાં દુર-દુરના ધર્મસ્થાનો એ દર્શન કરવાં જવા માટે છક્ડા રીક્ષા ભાડે મળે છે.

અન્ય

અન્ય

વસ્તી:
બેટ-દ્વારકામાં રાજપૂતો, ખવાસ, ખારવ, રબારી અને મુસ્લીમ જેવી અનેક વસ્તી અહિં જોવા મળે છે. ૨૦૧૧ પ્રમાણે ૮૦૦૦ ની વસ્તી અંદાજવામાં આવેલ છે.

શૈક્ષણીક સંસ્થા :
બેટ-દ્વારકામાં ટ્રસ્ટ સંચાલીત પ્રાથમીક શાળા, દેવસ્થાન સમીતી સંચાલીત વેદ વિદ્યાલય આવેલ છે. ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓએ ઓખા તથા કોલેજ માટે દ્વારકા જવું પડે છે.

આરોગ્ય :
બેટ-દ્વારકામાં સરકારી પી.એચ.સી. છે જયાં પ્રારંભીક સારવાર ઉપલ્બ્ધ છે.

English summary
Beyt Dwarka, also known as Beyt Shankhodhar, is a small island and was the main port in the region before the development of Okha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X