For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવો બિહારની યાત્રા કરીએ એક્સક્લુઝિવ તસવીરોમાં...

|
Google Oneindia Gujarati News

ઘણા વર્ષોથી આખી દુનિયાના પ્રવાસન જગતમાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરવામાં સક્ષમ રહેલા ભારતની ગણના આજે વિશ્વના એ દેશોમાં થઇ રહી છે જે પોતાની અનોખી સભ્યતા અને સંસ્કૃતિના પગલે દર વર્ષે દુનિયા ભરના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે વર્તમાનમાં ભારતમાં એવું ઘણું બધું છે જે પોતાના આવનારા પ્રવાસીઓનું મન મોહી શકે છે. તો આવો આ જ ક્રમમાં અમે આપને આ લેખ દ્વારા એવા રાજ્યથી અવગત કરાવવા જઇ રહ્યા છીએ જેને ક્યારેક શિક્ષણનું ગઢ કહેવામાં આવતું હતું, હા અમે વાત કરી રહ્યા છીએ બિહારની.

વસ્તીની દ્રષ્ટિએ બિહાર ભારતનું બીજું મોટું રાજ્ય છે અને ભૌગોલિક દ્રષ્ટિએ બારમું મોટું રાજ્ય છે. બિહાર રાજ્યનું આ નામ 'વિહારા'થી લેવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે 'મઠ'. બિહાર, હિન્દુઓ, જૈન અને વિશેષત: બૌદ્ધ ધર્મના લોકો માટે ધાર્મિક કેન્દ્ર હતું. તે બોધગયા જ હતું જ્યાં ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું.

કહેવામાં આવે છે કે ભગવાન મહાવીર, જે એક મહાન ધર્મ, જૈન ધર્મના પ્રતિસ્થાપક હતા, તેઓનો જન્મ પણ અત્રે થયો હતો અને તેમને નિર્વાણ પણ અત્રે જ પ્રાપ્ત થયું હતું. આપને જણાવી દઇએ કે બિહાર રાજ્ય, પશ્ચિમમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરમાં નેપાળ, પૂર્વમાં પશ્ચિમ બંગાળનું ઉત્તરી ભાગ અને દક્ષિણમાં ઝારખંડની સીમાઓથી લાગેલું છે.

તો આવો હવે મોડું કઇ વાતનું છે આવો ભારતના આ પ્રાચીન રાજ્યની યાત્રા કરીએ એક્સલ્કુઝિવ તસવીરોમાં...

વિક્રમશિલા વિશ્વવિદ્યાલય

વિક્રમશિલા વિશ્વવિદ્યાલય

દુનિયાના સૌથી પ્રાચીન વિશ્વવિદ્યાલયોમાં ગણાતી વિક્રમશિલા વિશ્વવિદ્યાલયના બચેલા અવશેષ.
ફોટો કર્ટસી - Prataparya

બરાબર ગુફાઓ

બરાબર ગુફાઓ

બરાબર ગુફાઓના પ્રવેશ દ્વારની મન મોહી લેનારી તસવીર.
ફોટો કર્ટસી - Photo Dharma

બોધિ વૃક્ષણ

બોધિ વૃક્ષણ

બોધિ વૃક્ષ જ્યાં ભગવાન ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું.
ફોટો કર્ટસી - Eugene Kim

મહાબોધિ મંદિર

મહાબોધિ મંદિર

મહાબોધિ મંદિરની એ વાસ્તુકલા જે દેશ દુનિયાના કોઇ પણ પ્રવાસીઓને મોહિત કરી દે.
ફોટો કર્ટસી - Andrew Moore

પાતાલેશ્વર મંદિર

પાતાલેશ્વર મંદિર

ભારતના સૌથી પ્રાચીન મંદિરમાંના એક પાતાલેશ્વર મંદિરની તસવીર.
ફોટો કર્ટસી - Abhishek Singh

રામચૌરા મંદિર

રામચૌરા મંદિર

જે મંદિર જ્યાં રાખવામાં આવેલી છે ભગવાન રામની ચરણ પાદુકાઓ.
ફોટો કર્ટસી - Abhishek Singh

માતા મુંડેશ્વરી મંદિર

માતા મુંડેશ્વરી મંદિર

દુનિયાના પ્રાચીનતમ મંદિરમાં ગણાતા બિહારની માતા મુંડેશ્વરી મંદિર.
ફોટો કર્ટસી - Bihar Images

કરકટ ઝરના

કરકટ ઝરના

કૈમૂરની પર્વતમાળામાં સ્થિત કરકટ ઝરણાની એક મંત્ર મુગ્ધ કરી દેનારી એક તસવીર.
ફોટો કર્ટસી - Bihar Images

નાલંદા

નાલંદા

નાલંદા જે એક સમયે આખી દુનિયામાં પોતાની યુનિવર્સિટીના કારણે ઓળખાતું હતું.
ફોટો કર્ટસી - Neilsatyam

પટના સંગ્રહાલય

પટના સંગ્રહાલય

પટના સંગ્રહાલયમાં બાકી બચેલા બૌદ્ધ અવશેષની એક દૂર્લભ તસવીર.
ફોટો કર્ટસી - Photo Dharma

ગોલઘર

ગોલઘર

ગોલઘર જેની ગણતરી બિહારના મુખ્ય પ્રવાસીય આકર્ષણોમાં થાય છે.
ફોટો કર્ટસી - Andrew Moore

કુમ્હરાર

કુમ્હરાર

બિહાર સ્થિત કુમ્હરારના બાકી બચેલા અવશેષોની એક દુર્લભ તસવીરો.
ફોટો કર્ટસી - Manoj

PICS : રાજસ્થાન જાવ તો આ કિલ્લા જોવાનું ચૂકતા નહીં...

PICS : રાજસ્થાન જાવ તો આ કિલ્લા જોવાનું ચૂકતા નહીં...

તસવીરો જોવા માટે ક્લિક કરો...તસવીરો જોવા માટે ક્લિક કરો...

English summary
Bihar is one of the ancient states of India. Here are the tourist places which are a must visit in Bihar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X