For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિવને સમર્પિત બ્રહદીશ્વર મંદિરની એક્સક્લુસિવ તસવીરો...

|
Google Oneindia Gujarati News

ભારત મંદિરોનો દેશ છે, અત્રે આપને દરેક ગલીએ કોઇને કોઇ મંદિર ચોક્કસ જોવા મળી જશે. તો આ જ ક્રમમાં આજે અમે આપને આ લેખ દ્વારા અવગત કરાવવા જઇ રહ્યા છીએ તમિલનાડુના એક એવા મંદિરથી જે પોતાની બેમિસાલ વાસ્તુકળા અને નક્કાસીઓ માટે ઓળખાય છે. અમે વાત કરી રહ્યા છીએ તમિલનાડુના તંજાવુર સ્થિત બ્રહદીશ્વર મંદીરની. બ્રહદીશ્વર મંદિર તમિલ વાસ્તુકળામાં ચોલો દ્વારા કરવામાં આવેલી અદભુત પ્રગતિનો પ્રમુખ નમૂનો છે. હિંદુ દેવતા શિવને સમર્પિત મંદિર, ભારતનું સૌથી મોટું મંદિર હોવાની સાથે સાથે, ભારતીય શિલ્પ કૌશલના આધારસ્તંભોમાંથી એક છે.

મંદિરની ભવ્યતા અને તેની સ્થાપત્ય દીપ્તિ તથા શાંતિથી પ્રેરિત થઇને તેને 'મહાનતમ ચોલ મંદિર'ના રૂપમાં યૂનેસ્કોના વિશ્વ વિરાસત સ્થળ બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. તેને રાજરાજા ચોલ દ્વારા બનાવવામાં આવ્યું હતું. વાસ્તુકલાની દ્રવિડ શૈલીમાં નિર્મિત, બ્રહદીશ્વર મંદિરમાં નંદી બેલની પ્રતિમા છે, હિન્દુઓ માટે આ મંદિર પવિત્ર માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે તેને એક જ પર્વતના ટૂકડાઓથી બનાવામાં આવ્યું છે. તથા તેનું વજન 25 ટન આંકવામાં આવ્યું છે. મે માસમાં મંદિરમાં વાર્ષિક ઉત્સવ આયોજિત કરવામાં આવે છે. તહેવાર દરમિયાન, દેવતા પર સુગંધિત ચમ્પક ફૂલ ચઢાવવામાં આવે છે, તથા જળથી સ્નાન કરાવવામાં આવે છે.

તો આવો કેટલીક તસવીરો દ્વારા આ આલિશાન મંદિરના કરીએ દર્શન...

યૂનેસ્કો વિશ્વ વિરાસત સ્થળ

યૂનેસ્કો વિશ્વ વિરાસત સ્થળ

તમિળનાડુ સ્થિત આ મંદિર 1000 વર્ષ જૂનું છે જે વર્તમાનમાં એક યૂનેસ્કો વિશ્વ વિરાસત સ્થળ છે.
ફોટો કર્ટસી - KARTY JazZ

રોક કટ ટેમ્પલ

રોક કટ ટેમ્પલ

એવું માનવામાં આવે છે કે મંદિરને પર્વતના ટૂકડાઓમાંથી બનાવવામાં આવ્યું છે જેનું વજન લગભગ 25 ટન છે.
ફોટો કર્ટસી - KARTY JazZ

ચોલ રાજવંશની શાન

ચોલ રાજવંશની શાન

આ મંદિરનું નિર્માણ 1010 ઇસવીમાં રાજરાજા ચોલ દ્વારા બનાવવામાં આવ્યું હતું.
ફોટો કર્ટસી - Bernard Gagnon

ભગવાન શિવનું મંદિર

ભગવાન શિવનું મંદિર

તમિલનાડુના સૌથી પ્રાચીન મંદિરોમાં ગણાતા આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે.
ફોટો કર્ટસી - Benjamín Preciado

અન્ય મંદિર

અન્ય મંદિર

ભગવાન શિવ ઉપરાંત આપને અત્રે ઘણા અન્ય દેવી દેવતાઓના નાના નાના મંદિર પણ જોવા મળી જશે.
ફોટો કર્ટસી - Bernard Gagnon

મનમોહક વાસ્તુકલા

મનમોહક વાસ્તુકલા

મનમોહી લેનારી વાસ્તુકલા આ મંદિરની એક અન્ય ખાસિયત છે જેને જોવા દૂર દૂરથી લોકો આવે છે.
ફોટો કર્ટસી - KARTY JazZ

પ્રાચીન શિલાલેખ

પ્રાચીન શિલાલેખ

અત્રે મંદિરની દીવારો પર ઘણા પ્રાચીન શિલાલેખ પણ જોઇ શકાય છે જે મંદિરના ઇતિહાસને દર્શાવે છે.
ફોટો કર્ટસી - Vsvs2233

અર્થપૂર્ણ મૂર્તિઓ

અર્થપૂર્ણ મૂર્તિઓ

વર્તમાનમાં આ મંદિર પરિસરમાં ઘણી એવી મૂર્તિઓ છે જે બિલકૂલ જીવંત લાગે છે. સાથે સાથે તેઓ કોઇને કોઇ દંતકથા ધરાવે છે.
ફોટો કર્ટસી - Thamizhpparithi Maari

મન મોહી લેનાર સુંદરતા

મન મોહી લેનાર સુંદરતા

વાસ્તુકલા ઉપરાંત આ મંદિરની સુંદરતા એવી છે જે કોઇ પણનું મન મોહી લે.
ફોટો કર્ટસી - Ranjithpk0302

તંજાવુરની શાન

તંજાવુરની શાન

અમારા માટે એ કહેવું બિલકૂલ પણ અતિશ્યોક્તિ નહીં હોય કે વર્તમાનમાં આ મંદિર તમિલનાડુની શાન છે.
ફોટો કર્ટસી - Nara J

ગુજરાતના ઐતિહાસિક અને પુરાતત્‍વીય સ્‍થળોની એક મુલાકાત..

ગુજરાતના ઐતિહાસિક અને પુરાતત્‍વીય સ્‍થળોની એક મુલાકાત..

ગુજરાતના ઐતિહાસિક અને પુરાતત્‍વીય સ્‍થળોની એક મુલાકાત.. વિગતવાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

English summary
Brihadeshwara temple in Tamil Nadu is an exceptional work of architecture. Take a look at these magnificent Brihadeshwara temple pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X