For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 20 વસ્તુઓને પોતાની કારમાં જરૂર રાખો

|
Google Oneindia Gujarati News

કાર ડ્રાઇવિંગની મજા વધું શાનદાર ત્યારે થઇ જાય છે, જ્યારે તમે કોઇ મનપસંદ ટ્રીપ પર હોવ અને તમારી સાથે એ તમામ સુવિધાજનક સામાન હોય, જે તમારી યાત્રાને સુંદર બનાવી દે, કારણ કે, યાત્રાનું અનિશ્ચિચતતાઓથી ભરેલું હોવું એ જ તેના રોમાંચને બે ગણી કરી દે છે.

પરંતુ ક્યારેક ક્યારેક યાત્રા દરમિયાન આપણે આપણી જરૂરિયાતનો અનેક સામાન સાથે રાખી શકતા નથી. જેના કારણે, યાત્રા દરમિયાન આપણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત એ પણ જરૂરી નથી કે, તમે જ્યારે પણ યાત્રા પર જાઓ તો તમે સામાનોની યાદી બનાવી શકો.

તેથી તમારે તમારી કારમાં જરૂરી એવા કેટલાક મહત્વપૂર્ણ સામાનોને હંમેશા સાથે રાખો. જેને યાત્રા દરમિયાન પોતાની સાથે રાખવી જરૂરી છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ જરૂરી વસ્તુઓ અંગે.

ફ્યુલ કેન

ફ્યુલ કેન

તમે તમારી કારમાં એક ફ્યુલ કેન રાખવાનું ના ભૂલો, એવું ઘણી વાર થાય છે કે, તમે તમારી કારમાં ઇંધણ ભરીને નીકળો છો, પરંતુ રસ્તામાં સ્પીડ અને રોડના કારણે તમારી કારણની એવરેડજ તમારા આંકડાઓને નિષ્ફળ બનાવી દે છે. આ દરમિયાન ફ્યુલ કેન તમને ઇંધણ લેવામાં મદદરૂપ થશે.

ડક ટેપ

ડક ટેપ

ડક ટેપ, એક અત્યંત જરૂરી સામાન હોય છે. દેખાવે ભલે એ ઘણી નાની વસ્તુ લાગે પરંતુ એ ઘણી જ કારગર હોય છે. યાત્રા દરમિયાન અનેકવાર ટ્રાફિકના કારણે તમારી કારના સાઇડ મિરર કોઇની સાથે અથડાવાના કારણે તૂટી જાય છે. આ દરમિયાન તમે તમારી કારને તત્કાળ કોઇ મેકેનિક પાસે લઇ જઇ શકતા નથી. એવા સમયે તમારી કારમાં રાખવામાં આવેલા ડક ટેપ તમારી મદદ કરશે. તત્કાળ કારના સાઇડ મિરરને ડક ટેપથી ચોંટાડી દો, કારણ કે તે ઘણા જ મજબૂત હોય છે, જેથી મિરર હલવાંની સમસ્યા રહેતી નથી.

અગ્નિશામક

અગ્નિશામક

કારમાં એક અગ્નિશામક રાખવું ઘણું જ જરૂરી છે. અગ્નિશામક એક લાલ રંગનું બોક્સ હોય છે, જેને તમે અનેક પબ્લિક પ્લેસ પર લાગેલા જોયા હશે, પરંતુ કારમાં ઉપયોગમાં લેવામાં આવતા અગ્નિશામક તેની સરખામણીએ આકારમા ઘણા નાના હોય છે અને સહેલાયથી હેન્ડલ કરી શકાય છે. યાત્રાના સમયે આગ વિગેરે લાગે ત્યારે આ તમારી જરૂરથી મદદ કરશે.

લ્યૂબ્રિકેન્ટ

લ્યૂબ્રિકેન્ટ

ડબલ્યુડી-40 એક પ્રકારનું લ્યૂબ્રિકેન્ટ હોય છે, જે ઘણું જ જાણીતું છે. આ લ્યૂબ્રિકેન્ટનો મુખ્યતઃ પ્રયોગ એ સમયે કરવામાં આવે છે જ્યારે ટાયર વિગેરેને કોઇ કારણોસર બદલવા પડે. આ લ્યૂબ્રિકેન્ટનો ઉપયોગ ટાયરના જૂના બોલ્ટ પર ઉપયોગ કરવાથી બોલ્ટ સહેલાયથી ખુલી જાય છે. એ જરૂરી નથી કે, તમે ડબલ્યુડી-40નો ઉપયોગ કરો, બજારમાં આવા ઘણા લ્યુબ્રિકેન્ટ મળી આવે છે.

કારમાં બ્લેંકેટ

કારમાં બ્લેંકેટ

સામાન્ય રીતો લોકો બ્લેંકેટને કારમાં રાખવાનું ભૂલી જાય છે, પરંતુ જ્યારે તમે લોંગ ડ્રાઇવ પર હોવ છો, તો યાત્રા અનુસાર હવામાનમાં ફેરફાર થવા સામાન્ય વાત છે. તો જ્યારે પણ તમે ડ્રાઇવ પર જાઓ તો હંમેશા તમારી કારમાં એક બ્લેંકેટ જરૂર રાખો જે ઠંડીમાં તમને રાહત પ્રદાન કરે છે.

ઓનર્સ મેન્યુઅલ

ઓનર્સ મેન્યુઅલ

ઓનર્સ મેન્યુઅલ આમ તો તમામ કાર નિર્માતા, પોતાની કાર સાથે આપવામાં આવેલા ફ્રન્ટ ગ્લોવમાં આપે છે, પરંતુ અનેકવાર લોકો તેને બેકાર સમજીને કારમાંથી બહાર કાઢી નાંખે છે. તમે આવું ના કરતા. તમે તેને તમારી કારમાં જરૂરથી રાખજો. તે મને ટાયર બલદવામાં, ગાડીના હીટ હોન વિગેરે જેવા સામાન્ય ટાસ્કને કરવામાં સંપૂર્ણ મદદ કરશે.

લગ રિંચ

લગ રિંચ

લગ રિંચ એક ઘણું જ મહત્વનું સાધન છે. તે સામાન્ય રિંચ જેવું નથી હોતુ, પરંતુ તેમાં કુલ ચાર પાના આપવામાં આવે છે, જે અલગ-અલગ માપના હોય છે. તેમાના કોઇપણ તમારી કારના બોલ્ટ અનુસાર હોઇ શકે છે. આ ઉપરાંત તેનો ઉપયોગ સહેલાયથી કરી શકાય છે. જ્યારે પણ રસ્તામાં તમારી કારનું વ્હીલ પંચર પડે તો તમે તેને સહેલાયથી બદલી શકો છો.

ખાવા-પીવાની વસ્તુઓ

ખાવા-પીવાની વસ્તુઓ

કારમાં કંઇકને કંઇક ખાવા પીવાનો સામાન જરૂર રાખો. જેમ કે, બિસ્કિટ, નમકીન અથવા બર્ગર વિગેરે. યાત્રા દરમિયાન કોઇ ગેરન્ટી નથી હોતી કે, તમારા રસ્તામાં રેસ્ટોરાં વિગેરે મળી જશે. જો આ સામાન સાથે હશે તો ભૂગ લાગે ત્યારે તેને ખાઇ શકાય છે. ધ્યાન રાખો કે હંમેશા ગાડીને રોકીને સાઇડમાં કરી ને જ કંઇ પણ ખાઓ, જેવું તસ્વીરમાં દર્શાવવામાં આવ્યું છે તેવુ ના કરો. યાત્રાને સુખદ અને સુરક્ષિત બનાવો.

પીવાનું પાણી

પીવાનું પાણી

કારમાં પીવાના પાણીની એક બોટલ જરૂર રાખો. ધ્યાન રાખો કે કારના કેપ પોલ્ડર વિગેરેમાં રહે કારણ કે ડ્રાઇવિંગ દરમિયાન પાણીનું સરફેસ પર પડવાનો ભય રહે છે.

સ્પેયર કી

સ્પેયર કી

આવું અનેકવાર થાય છે કે લોકો કારની ચાવીને ઉતાવળમાં કારમાં ભૂલી જાય છે અને બહારથી કાર બંધ કરી દે છે. જેના કારણે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી તમારા ખિસ્સામાં એક સ્પેયર કી પણ જરૂરથી રાખો. આ એ વસ્તુઓ છે જે કારમાં નહીં પરંતુ તમારા ખિસ્સામાં હોવી જોઇએ.

જંપર કેબલ

જંપર કેબલ

જંપર કેબલ એક ઘણી જ ઉપયોગી વસ્તુ છે. કારણ કે, યાત્રા દરમિયાન અનેકવાર તમારી કારની બેટરી ડાઉન થઇ જાય છે. તો એ સમયે જો તમારી પાસે જંપર કેબલ હશે તો તમે કોઇ પણ કારને રોકીને તેનાથી તમારી કારની બેટરીને થોડીક ચાર્જ કરવાની મદદ માંગી શકો છો. આ ઘણી જ સાધારણ પ્રક્રિયા હોય છે, પરંતુ તેના માટે તમારી પાસે જંપર કેબલ હોવું જરૂરી છે.

ટાયર પ્રેશર ગેજ

ટાયર પ્રેશર ગેજ

તમારી કારમાં ટાયર પ્રેશર ગેજને રાખવાનું ના ભૂલો. તેનાથી તમે તમારી કારના ટાયરની અંદર હવાના પ્રેશરને જાતે જ જાણી શકો છો. કારના મેન્યુઅલમાં આપવામાં આવેલા ટાયર પ્રેશર અનુસર જ વ્હીલમાં હવા રાખો. જો વધારે અથવા ઓછી હોય તો તત્કાળ કોઇ પેટ્રોલ પંપ વિગેરે પર જઇને તેને ઠીક કરાવો. તમને જણાવી દઇએ કે તેનાથી કારની યાત્રા અને એવરેજ બન્ને પર અસર પડે છે.

ફર્સ્ટ એડ બોક્સ

ફર્સ્ટ એડ બોક્સ

કારમાં એક ફર્સ્ટ એડ બોક્સ રાખવાનું ના ભૂલો. આ દરમિયાન ધ્યાન રાખો કે બોક્સમાં જે મેડિસીન રાખવામાં આવી છે, એક્સપાયર ના હોય. જો યાત્રા દરમિયાન તમને કદાચ ઇજા પહોંચે તો તમે ફર્સ્ટ એડ બોક્સથી તમારો પ્રાથમિક ઉપચાર કરી શકો છો.

ટોર્ચ

ટોર્ચ

કારમાં એક ટોર્ચ અવશ્ય રાખો, કારણ કે, બની શકે કે તમારે રાત્રે ડ્રાઇવિંગ કરી પડે, આ દરમિયાન કાર બહાર ઉતરવા માટે તમને ટોર્ચની જરૂર પડી શકે છે.

કારમાં પૈસા

કારમાં પૈસા

પોતાની કારમાં કેટલાક એક્સ્ટ્રા પૈસા એટલે કે 500 અથવા 1000 રૂપિયા હંમેશા રાખો, ક્યારેક આપણે ઉતાવળમાં પૈસા સાથે લઇ જવાના ભૂલી જઇએ અને યાત્રામાં નીકળી પડીએ, તો એ સમયે તમારી કારમાં રાખવામાં આવેલા પૈસા જરૂર મદદરૂપ થશે. પૈસાને કારમાં કોઇ સુરક્ષિત સ્થાન પર રાખો.

અલગ કપડાં

અલગ કપડાં

કારમાં એક સેટ કપડાંનો જરૂરથી રાખો, જે ઘણા મોંઘા ના હોય અને એવા હોય કે આપાત સ્થિતિમાં પહેરવા યોગ્ય હોય. અનેકવાર રસ્તામાં કાર કાદવ વગેરેમાં ફસાઇ જાય છે અને તેના કારણે તમારે બહાર નીકળવું પડે છે. જેના કારણે તમારા કપડાં ગંદા થઇ જાય છે. જો તમારી પાસે એક સેટ કપડાંનો હસે તો તમે ચિતા વગર જરૂરિયાત અનુસાર તેને બદલી શકો છો.

કાર જેક

કાર જેક

કારમાં એક જેક અવશ્ય રાખો. જે ટાયરને પંક્ચર થતા તમને વ્હીલ બદલવામાં સંપૂર્ણ મદદ કરશે. તેના માટે જો તમે એકલા હોવ તો પણ તમે જેકની મદદથી કારનું ટાયર બદલી શકો છો.

સ્પેયર ટાયર(સ્ટેપની)

સ્પેયર ટાયર(સ્ટેપની)

કારમાં એક સ્ટેપની ટાયર રાખવાનું ના ભૂલો. ધ્યાન રાખો કે ટાયરમાં હવા વિગેરે ઠીક હોય.

રૂમાલ

રૂમાલ

તમારી કારમાં એક રૂમાલ રાખો. રૂમાલની જરૂર અનેક સ્થળે પડી શકે છે. જેમ કે હાથ ધોવા અથવા તો કોઇ ભાગ વિગેરેને સાફ કરવા માટે.

English summary
Car punctured? Loose Knobs? Engine Cranky? Jumpers needed? Spark Plug? We got the essentials that's going to save you from disaster - suggesting must haves that can keep you smiling and the engines rustling.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X