For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના ટોપ 6 દિવાળી ડેસ્ટિનેશન, અહીં એન્જોય કરો આપના તહેવારો

By Staff
|
Google Oneindia Gujarati News

ભારતમાં દિવાળી પર્વનું આગવું મહત્વ છે. આ પ્રકાશનો પર્વ દેશ ઉપરાંત દુનિયાભરના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. દિવાળી ભારતનો એ તહેવાર છે જે પોતાની વિવિધતા અને વિશેષતાના પગલે સાંસ્કૃતિક દ્રષ્ટિથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. લાઇટ અને સાઉંડનો આ તહેવાર વિશ્વના એ પસંદગીના તહેવારોમાંનો એક છે જેમાં તમામ જાતિ, ધર્મ અને સમુદાયના લોકો હળીમળીને તહેવાર મનાવે છે.

આપને જણાવી દઇએ કે ભારતમાં દિવાળીને 'નરસાઇ પર સારાઇની જીત' તરીકે જોવામાં આવે છે. સાથે જ આ દરમિયાન ભારતમાં નવા વર્ષની શરૂઆત પણ થાય છે. આપને જણાવી દઇએ કે પાંચ દિવસ સુધી ચાલનારા આ તહેવારને પાંચ ભાગો ધનતેરસ, રૂપ ચૌદસ, દિવાળી, નવુ વર્ષ, અને ભાઇબીજમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે ભારતના બિહાર રાજ્યમાં આ પર્વ 6 દિવસો સુધી ચાલે છે જેને છઠ પૂજાના નામથી પણ ઓળખવામાં આવે છે.

diwali destination
હવે સૌથી જરૂરી વાત જો આપ દિવાળી પર પ્રવાસ કરવાનું વિચારી રહ્યા હોવ તો એક વાતનું ચોક્કસ ધ્યાન રાખવું કે આપ દિવાળીમાં ત્યારે જ ભરપૂર મજા માણી શકશો જ્યારે આપ પોતે તેમાં ભાગ લેશો. નોંધનીય છે કે દિવાળી ઉત્તર ભારતનો પ્રમુખ તહેવાર માનવામાં આવે છે, તો આજ ક્રમમાં આજે અમારા આ આર્ટિકલ દ્વારા અમે આપને અવગત કરાવીશું ભારતના એ ડેસ્ટિનેશનોથી જ્યાં ઉજવવામાં આવતી દિવાળી પોતાનાથી અલગ અને અનોખી છે અને જ્યાં આપને પોતાના જીવનકાળમાં એકવાર તો ચોક્કસ જવું જોઇએ.

દિલ્હી
ભારતની યાત્રા એક અનોખો અનુભવ છે, અને તેની રાજધાની દિલ્હીની મુલાકાત કોઇ પણ વ્યક્તિ માટે અમિટ સંસ્મરણ સાબિત થશે. ભારતના સૌથી મોટા શહેરોમાંથી એક દિલ્હી, પ્રાચીનતા અને આધુનિકતાનો યોગ્ય સંયોજન છે. ફરવાની દ્રષ્ટિએ આ શહેરની યાત્રા બેસ્ટ છે. દિવાળીના સમયે આપ દિલ્હીનો પ્રવાસ ચોક્કસ કરો. આ સમયે આ શહેરમાં એવું ઘણું બધું થાય છે જે દરેક પ્રવાસીને ખુશ ખુશ કરી દે છે.

વારાણસી, ઉત્તર પ્રદેશ
વારાણસીને બનારસ અને કાશી જેવા અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે. આ શહેર દુનિયામાં સૌથી પ્રાચીન અને નિરંતર આગળ વધનારું શહેર છે. આ શહેરને ભગવાન શિવની નગરી કહેવામાં આવે છે. આપને બતાવી દઇએ કે ભગવાન શિવ, હિન્દુઓના પ્રમુખ દેવતા છે જેમને સર્જક અને વિનાશના પ્રતિક માનવામાં આવે છે.

વારાણસી, હિન્દુ ધર્મના સૌથી પવિત્રતમ શહેરોમાંથી એક છે. આ શહેરને લઇને હિન્દુ ધર્મમાં મોટી માન્યતા છે કે જો કોઇ વ્યક્તિ અત્રે આવીને મરે છે, અથવા કાશીમાં તેનું અંતિમ સંસ્કાર થાય તો, તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. દિવાળી દરમિયાન અત્રેના સજેલા સુંદર ઘાટ કોઇને પણ મંત્રમુગ્ધ કરી શકે છે. અત્રે સાંજના સમયે થતી ગંગાની ભવ્ય આરતી પણ જોવા જેવી છે.

જયપુર, રાજસ્થાન
ભારતના સૌથી જૂના શહેરથી અને હાલમાં પિંક સિટી તરીકે જાણીતા જયપુર વર્તમાનમાં રાજસ્થાન રાજ્યની રાજધાની છે. આ શહેરની ગણતરી ભારતના એ શહેરોમાં છે જેને વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખીને સ્થાપિત કરવામાં આવ્યું છે. આ શહેરનું નિર્માણ અમ્બેરના રાજા મહારાજા સવાઇ જય સિંહ દ્વિત્તિય દ્વારા બંગાળના એક વાસ્તુકાર વિદ્યાધર ભટ્ટાચાર્યની મદદથી કરવામાં આવ્યું હતું. આ સ્થળે હિન્દુ વાસ્તુકલાનું એક શાનદાર ઉદાહરણ છે, જે પિથાપડા રૂપ એટલે આઠ ભાગોના મંડળમાં બનેલ છે.

દિવાળીના સમયે આ શહેરની સુંદરતા એવી હોય છે જેને શબ્દોમાં બાંધી શકાય નહીં. દિવાળીની આસપાસ આ સુંદર શહેરનો ખૂણે ખૂણો રંગીન અને પ્રકાશમય બની જાય છે. આપને બતાવી દઇએ કે દિવાળી દરમિયાન શહેર અને તેની આસપાસ ઘણા નાનામોટા મેળાઓ પણ ભરાય છે. જયપુરમાં દિવાળી સમયે ફરવું એક અનોકો લ્હાવો છે.

કોલકાતા, પશ્ચિમ બંગાળ
પોતાની વિવિધતા, વિશેષતા, સાહિત્ય અને સંગીત ઉપરાંત તહેવારોના મામલામાં પણ કોલકાતા હંમેશા ખાસ રહ્યું છે. કોલકાતા જેને પહેલા કલકત્તાના નામથી ઓળખવામાં આવતું હતું અંગ્રેજોના જમાનાથી અમારા દેશનું સાંસ્કૃતિક કેન્દ્ર રહ્યું છે. કોલકાતાના લોકોને ઘણા દાયકાઓથી સાહિત્ય અને કાળા પ્રદર્શન માટે વખાણવામાં આવે છે. દુર્ગા પૂજા, દિવાળી અને દશેરાના થોડા દિવસો પહેલા મનાવવામાં આવતી કાળી પૂજા જેવા તહેવારોને મનાવવાની રીતો અને તેના દ્વારા પોતાના ઘરોને સજાવવાની રીતોથી તેમના કળાપ્રેમના સ્પષ્ટ પુરાવા મળે છે.

કહેવામાં આવે છે કે આપ કોલકાતા આવવાનો વિચાર કરી રહ્યા હોવ તો આપ કાલી પૂજા દરમિયાન અત્રે આવો. આ દરમિયાન આપને આ શહેર એક અલગ જ રંગમાં દેખાશે. અમારું સૂચન છે કે જો આપ દિવાળીમાં કોલકાતા જવાના વિષયમાં વિચારી રહ્યા છો તો આપ કાલીઘાટ જવાનું ના ભૂલો. કાલીઘાટ એ સ્થાન છે જ્યાં માતા કાળીને સમર્પિત એક વિશાળ મંદિર છે જ્યાં દર કાળી પૂજામાં લાખો ભક્તો મા કાળીની પૂજા કરે છે.

અમૃતસર, પંજાબ
પંજાબમાં સ્થિત અમૃતસર શીખ સમુદાયનું આદ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. આ ઉત્તર પશ્ચિમ-ભારતના સૌથી મોટા શહેરોમાંથી એક છે. આ શહેરની સ્થાપના 16મી સદીમાં ચોથા શીખ ગુરુ, ગુરુ રામદાસજીએ કર્યું હતું અને તેનું નામ અત્રેના એક પવિત્ર તળાવ અમૃતસર તળાવ પરથી પડ્યું છે. 1601માં ગુરુ રામદાસના ઉત્તરાધિકારી ગુરુ અર્જુન દેવજીએ અમૃતસરનો વિકાસ કર્યો. તેમણે અત્રે એક ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પણ પૂરુ કર્યું, જેને બનાવવાની શરૂઆત ગુરુ રામદાસજીએ કરી હતી.

અમૃતસરમાં પ્રવાસનની વાત કરીએ તો અમૃતસરમાં ઘણા ઐતિહાસિક ગુરુદ્વારા છે. જેમાંથી હરમંદિર સાહિબ સૌથી મહત્વપૂર્ણ છે, જેને સુવર્ણ મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર હોવાના કારણે અત્રે વિશ્વના અલગ-અલગ દેશોમાંથી લગભગ એક લાખ પ્રવાસીઓ આવે છે. દિવાળીના પર્વ દરમિયાન આ શહેર અને સુવર્ણ બંને ખાસ છે. આ પર્વ દરમિયાન આ શહેર પ્રકાશથી સંપૂર્ણ લિપ્ત હોય છે.

શિવકાશી, તમિલનાડુ
શિવકાશી ભારતનું એક એવું શહેર છે જે પોતાના ફટાકડાઓ તથા માચિસના ઉદ્યોગો માટે પ્રસિદ્ધ છે. આ તમિલનાડુની વિરુધુનગર જિલ્લામાં સ્થિત છે. અત્રે સ્થિત કેટલાંક મહત્વપૂર્ણ મંદિર અને વિભિન્ન મૌસમોમાં મનાવવામાં આવતા કેટલાંક રંગીન સ્થાનીય તહેવારોના કારણે આ સ્થાન વિકસતા પ્રવાસન સ્થળોમાંથી એક બની ગયું છે. જોકે ભારતમાં 90 ટકા ફટાકડાઓનું નિર્માણ અત્રે જ થાય છે. માટે આપને દિવળી દરમિયાન લોકોની ભારે ભીડ જોવા મળશે.

English summary
Diwali is a popular festival of India. Here are the destinations which are a must visit during Diwali.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X