For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Awesome: આ જગ્યાઓ ફેમસ સ્નેક્સ, જે લાવશે તમારા મોંમા પાણી

|
Google Oneindia Gujarati News

જો તમને ફરવાનો શોખ હોય અને તમે ફુડ્ડી પણ હોવ તો આ આર્ટીકલ તમારા કામનો છે. કારણ કે આજે હું તમને દેશના તેવા ચટપટ અને મોંમાં પાણી લાવી દે તેવા નાસ્તાઓ વિષે જણાવાની છું જે, જે તે પ્રદેશની સ્પેશ્યાલિટી છે. અને જો તમે ત્યાં હોવ કે પછી ત્યાં જવાના હોવ તો તે ખાધા વગર પાછા આવવું એક ફુડ્ડી તરીકે તમારા માટે મહાપાપ છે.

તો આજે અમે તમને દિલ્હીથી લઇને કન્યાકુમારી અને મધ્યપ્રદેશથી લઇને દાર્જિલિંગ સુધીના આવા જ કેટલાક યમ્મી, ટેસ્ટી ફૂડનું લીસ્ટ આપીએ છીએ. અને હા આ આર્ટીકલ શેયર કરવાનું ના ભૂલતા કારણ કે આ તમામ વસ્તુઓ તેવી છે કે કોઇને પણ કામમાં આવી શકે છે. અને સસ્તી પણ છે એટલે તમારી પાંચે આંગળી ધીમાં છે. તો વાંચો આ ચટપટ નાસ્તા વિષે જે હવે જે-તે વિસ્તારની ઓળખ બની ગયા છે...

કાંદા ભજ્જની ચા, મુંબઇ

કાંદા ભજ્જની ચા, મુંબઇ

મુંબઇના રેલ્વે સ્ટેશન પર લોકલ ટ્રેનની રાહ જોતા જોતા તમે જો કાંદા ભજ્જી અને કડક આદુ વાળી ચા નથી પીધી તો તમે હજી સુધી કંઇ નથી ખાધું. જો કે મુંબઇની કોથમરીવડ્ડી, કોકમ જ્યૂસ પણ મસ્ટ ટ્રાય છે.

ચા, નાથમુલ્લાસ, દાર્જિલિંગ

ચા, નાથમુલ્લાસ, દાર્જિલિંગ

દાર્જિલિંગ ચાનું શહેર છે. અને ત્યાંની ફેમસ ચાનો અંદાજ જ કંઇ ખાસ છે. હવે તમે ચાના શહેરમાં આવ્યા હોવ અને ચાના પીવો તેવું થોડીને ચાલે.

મોમોઝ એન્ડ હોટ સુપ, દહેરાધૂન

મોમોઝ એન્ડ હોટ સુપ, દહેરાધૂન

તમે કદીક ફરવા દહેરાધૂન સાઇડ જાવનો તો ત્યાંના યમ્મી મોમોઝ અને હોટ સૂપ ટ્રાય કરવાનું ના ભૂલતા. ઠંડીમાં તો ગરમાં ગરમ મોમોઝ ખાવીની મઝા ખાસ છે.

થુકપા, તવાંગ

થુકપા, તવાંગ

આ સાદી સીમ્પલ પણ ટેસ્ટી રેસિપીને તમે એક વાર ચાખી લેશોને તો વારંવર ખાવા ઇચ્છશો.

મરચાના ભજીયા, ચીકમંગલૂર

મરચાના ભજીયા, ચીકમંગલૂર

બેંગલુરુ, મેસુરમાં પણ કેપ્સીકમ ભજિયા અને મીર્ચી ભજિયા મળે છે. પણ ચીકમંગલૂરના મીર્ચી ભજિયા અને હોટ સુપ અને બજ્જી ખાસ છે. અહીંની ઠંડીમાં ગરમ થોડા તીખા મરચાં ખાવાની મઝા જ ખાસ છે.

પકોડા. એમ.આઇ રોડ, જયપુર

પકોડા. એમ.આઇ રોડ, જયપુર

પકોડા તો તમે જાત જાત અને ભાતભાતના ખાધા હશે પણ રજવાડી શહેર જયપુર જાવ તો ત્યાંના એમ.આઇ રોડના પકડો જરૂરથી ખાજો.

જલેબી, પુરાની દિલ્હી

જલેબી, પુરાની દિલ્હી

પુરાની દિલ્હી જવાનું મસ્ત પરાઠાં ખાઇને ડકાર મારવાની અને તેની પછી ગરમા ગરમ જલેબી ખાવાની. જીવનમાં ખાવાથી ઉત્તમ કોઇ સુખ જ નથી ખરેખરમાં!

English summary
Take a look at the famous places and their snacks in India!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X