For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અદભુત આધ્યાત્મિક અનુભૂતિ કરાવે છે હિમાચલ પ્રદેશના આ ટોપ 4 મંદિરો

|
Google Oneindia Gujarati News

ભારતના ઉત્તરમાં સ્થિત હિમાચલ પ્રદેશ એ રાજ્ય છે જે પોતાની, પ્રકૃતિ, શાંત વાતાવરણ અને સુંદરતાના કારણે દર વર્ષે દેશ-દુનિયાના લાખો પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહે છે. આપને જણાવી દઇએ કે પ્રવાસીઓની વધતી સંખ્યાના પગલે વર્તમાનમાં અત્રે પ્રવાસન ઉદ્યોગ ઝડપથી વધી રહ્યું છે.

આજે રાજ્યમાં ઘણા એવા સુંદર જિલ્લાઓ છે જ્યાં દરરોજ હજારો પ્રવાસીઓ ફરવા માટે આવે છે. હિમાચલ પ્રદેશમાં આવેલા આ તમામ જિલ્લાઓની ખાસ વાત છે કે અત્રે તમામ માટે કંઇને કઇ છે. અત્રે આપ ધાર્મિક દ્રષ્ટિએ આવો કે પછી એડવેંચર ટ્રીપ તરીકે હિમાચલ પાસે આપને ખુશ કરવા માટે બધું જ છે.

temple
નોંધનીય છે કે હિમાચલ પ્રદેશમાં જ્યાં એક તરફ આપ ટ્રેકિંગ, પેરાસેલિંગ, પેરાગ્લાઇડિંગ, પર્વતારોહણ, સ્કીઇંગ અને આઇસ સ્કેટિંગ જેવી એક્ટિવિટીની મજા માણી શકાય છે, તો બીજી તરફ આ રાજ્ય તેમના માટે પણ છે જેમને ધર્મમાં રસ છે. તો આ જ ક્રમમાં અમે આપને અવગત કરાવવા જઇ રહ્યા છીએ હિમાચલ પ્રદેશમાં આવેલા ટોપ 4 સુંદર અને મહત્વપૂર્ણ મંદિરોથી.

બૈજનાથ મંદિર
ઇ.સ. 1204માં બે ક્ષેત્રીય વ્યાપારીઓ અહુકા અને મન્યુકા દ્વારા સ્થાપિત બૈજનાથ મંદિર પાલમપુરનું એક પ્રમુખ આકર્ષણ છે અને આ શહેરથી 16 કિમી દૂર સ્થિત છે. હિન્દુ દેવતા શિવને સમર્પિત આ મંદિરની સ્થાપના બાદથી સતત તેનું નિર્માણ થતું રહ્યું છે. મંદિર બહાર આવેલ શિલાલેખ દ્વારા મંદિર નિર્માણ પહેલા શિવના અસ્તિત્વના સંકેત મળે છે. મંદિરની વર્તમાન વાસ્તુકળા નગર શૈલીનું ઉદાહરણ છે, જે મધ્યયુગીન ઉત્તર ભારતીય મંદિર વાસ્તુકળાના રૂપમાં લોકપ્રીય છે. અત્રે શિવલિંગનું સ્વયંભૂ રૂપ છે જેની ઉપર એક શિખર છે. આ મંદિરની એક વાર મુલાકાત ચોક્કસ લેવી જોઇએ.

temple
જ્વાળામુખી મંદિર
જ્વાળામુખી મંદિરને જ્વાળાજીના રૂપમમાં પણ ઓળખવામાં આવે છે, જે કાંગડા ઘાટીના દક્ષિણમાં 30 કિમીના અંતર પર સ્થિત છે. આ મંદિર હિન્દુ દેવી જ્વાળામુખીને સમર્પિત છે. જેમના મુખથી અગ્નિનો પ્રવાહ થાય છે. આ સ્થળનું એક અન્ય આકર્ષણ તાંબાનો પાઇપ છે જેમાંથી પ્રાકૃતિક ગેસનો પ્રવાહ થાય છે. આ મંદિરમાં અલગ અલગ 6 અગ્નિની જ્વાળાઓ છે જે મહાકાળી ઉનપૂરના, ચંડી, હિંગળાજ, વિંધ્ય વાસની, મહાલક્ષ્મી સરસ્વતી, અંબિકા અને અંજી દેવીને સમર્પિત છે.

શિવને સમર્પિત બ્રહદીશ્વર મંદિરની એક્સક્લુસિવ તસવીરો...શિવને સમર્પિત બ્રહદીશ્વર મંદિરની એક્સક્લુસિવ તસવીરો...

ચિંતપૂર્ણી મંદિર
ચિંતપૂર્ણી મંદિર, ઉનામાં સમુદ્ર સ્તરથી ઉપર 950 મીટરની ઉચાઇ પર સ્થિત છે. આ એક મહત્વપૂર્ણ અને પવિત્ર શક્તિપીઠ છે જે હિંદુ ધર્મની દેવીને સમર્પિત છે. મંદિરથી હિલ સ્ટેશન ભારવેનનું અંતર માત્ર 3 કિમી છે. આ મંદિરને સારસ્વત પંડિત માઇ દાસ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. મંદિરનું મુખ્ય આકર્ષણ એક ગર્ભ ગ્રહ અને ગર્ભગ્રહ અંતરતમ છે જ્યાં દેવીની પ્રતિમા સ્થાપિત છે. આ પત્થરના મંદિરમાં ઉત્તર દિશમાં ઘણા પ્રવેશ દ્વાર છે. અત્રે આવીને શ્રદ્ધાળુઓ ઘણા દેવી-દેવતાઓની પ્રતિમાના દર્શન કરી શકે છે. અત્રે સ્થિત દેવીની મૂર્તિને પિંડીના નામથી ઓળખવામાં આવે છે.

temple
હિડિમ્બા મંદિર
આ મંદિર મનાલીમાં સૌથી જાણીતું છે. આ મંદિર એક ગુફામાં બનેલું છે જે દેવી હિડિમ્બાને સમર્પિત છે. દેવી હિડિમ્બા, હિડમ્બાની બહેન હતી. આ મંદિર હિમાલયની તળેટી પર સ્થિત છે જેના કારણે આસપાસ હરિયાળી છે અને સિડારના જંગલ છે. આ મંદિરનું નિર્માણ ઇ.સ.1553માં એક પત્થરમાં કરવામાં આવ્યું હતું. પત્થરને એ પ્રકારે કાપવામાં આવ્યો કે તેનો આકાર ગુફા જેવો થઇ ગયો. આ ગુફામાં જઇને શ્રદ્ધાળુઓ દર્શન કરી શકે છે, અને વિશેષ પૂજાનું આયોજન કરી શકે છે.

temple
English summary
Himachal Pradesh has a plenty of beautiful temples. Here is the list of temples in Himachal Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X