For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં હિન્દુત્વનો વારસો: કટાસરાજ મંદિર પરિસર

|
Google Oneindia Gujarati News

મિત્રો આજે અમે આપના માટે એક નવા લેખની શ્રેણી લઇને આવ્યા છીએ. અમે અમારા આ લેખ શ્રેણીમાં આપને પાકિસ્તાનમાં આવેલા પૌરાણિક મંદિરો અને તેના માહત્મ્ય વિશે પરિચય કરાવીશું. પાકિસ્તાન અને ભારત ભલે ભૌગોલિક રીતે અલગ પડી ગયા હોય પરંતુ ત્યાંની ધરતીમાં હજી પણ હિન્દુ સંસ્કૃતિનો અમીટ વારસો સંગરાયેલો છે. હજારો-લાખો વર્ષથી અહીં હિન્દુ દેવી-દેવતાઓના મંદિરો હેમખેમ અવસ્થામાં ઊભા છે, અને તેની માવજત પાકિસ્તાનમાં વસતા હિન્દુઓ કરી રહ્યા છે. આ ઉપરાંત અહીંના મંદિરોનું એટલું સત્ય છે કે ભારતથી પણ લોકો ત્યાં દર્શન કરવા જાય છે. આ શ્રેણીના પગલે અમે આપને આ પહેલા પાકિસ્તાનમાં આવેલા પંચમુખી હનુમાન મંદિર અંગે પરિચય કરાવી ચૂક્યા છીએ.

આ શ્રેણીમાં આગળ વધતા અમે આજે આપને લઇ જઇ રહ્યા છીએ પાકિસ્તાનમાં આવેલા પંજાબ પ્રાંતમાં, જ્યાં આવેલું છે કટાસરાજ મંદિર. તો આવો જાણીએ પાકિસ્તાનમાં આવેલા આ મંદિરનું શું છે માહત્મ્ય.

પાકિસ્તાનમાં આવેલા પંજાબ પ્રાંતની રાજધાની લાહોર 270 કિલોમીટર દૂર ચકવાલ જીલ્લામાં કટાસરાજ મંદિર આવેલું છે. આ મંદિર પૌરાણિક મહત્વ ધરાવે છે. એવું કહેવામાં આવે છે કે, અહીં જ પાંડવોએ આદિકાળથી સ્થાપિત શિવલિંગની પૂજા કરી હતી. દંતકથા અનુસાર એવી માન્યતા પણ છે કે પાંડવોએ પોતાના અજ્ઞાતવાસના 4 વર્ષ કટાસરાજમાં જ પસાર કર્યા હતા.

આ મંદિર વિશે એવું પણ માનવામાં આવે છે કે, શિવ અને પાર્વતિના વિવાહ પણ આ જ સ્થાને સંપન્ન થયા હતા. ધાર્મિક ગ્રંથો પ્રમાણે માતા પાર્વતીના વિરહમાં જ્યારે શિવશંકર દુઃખી હતા, ત્યારે પૃથ્વી પર બે કુંડ બન્યા હતાં. તેમાથી એક કુંડ અજમેરના પુષ્કરમાં બ્રહ્મ સરોવરના નામથી ઓળખવામાં આવે છે અને બીજો કુંડ પાકિસ્તાનના કટાસરાજ મંદિર પરિસરમાં આવેલું છે. આ બંને કુંડોના પાણીમાં વિશેષતા એ છે કે, તે હમેશાં સ્વચ્છ રહે છે અને આ પાણી પીવાથી તમામ રોગ દૂર થાય છે.

તસવીરોમાં જુઓ પાકિસ્તાનમાં આવેલું કટાસરાજ મંદિર...

કટાસરાજ મંદિર

કટાસરાજ મંદિર

આ શ્રેણીમાં આગળ વધતા અમે આજે આપને લઇ જઇ રહ્યા છીએ પાકિસ્તાનમાં આવેલા પંજાબ પ્રાંતમાં, જ્યાં આવેલું છે કટાસરાજ મંદિર. તો આવો જાણીએ પાકિસ્તાનમાં આવેલા આ મંદિરનું શું છે માહત્મ્ય.

કટાસરાજ મંદિર

કટાસરાજ મંદિર

પાકિસ્તાનમાં આવેલા પંજાબ પ્રાંતની રાજધાની લાહોર 270 કિલોમીટર દૂર ચકવાલ જીલ્લામાં કટાસરાજ મંદિર આવેલું છે. આ મંદિર પૌરાણિક મહત્વ ધરાવે છે.

પાંડવો

પાંડવો

એવું કહેવામાં આવે છે કે, અહીં જ પાંડવોએ આદિકાળથી સ્થાપિત શિવલિંગની પૂજા કરી હતી.

પાંડવોનું અજ્ઞાતવાસ

પાંડવોનું અજ્ઞાતવાસ

દંતકથા અનુસાર એવી માન્યતા પણ છે કે પાંડવોએ પોતાના અજ્ઞાતવાસના 4 વર્ષ કટાસરાજમાં જ પસાર કર્યા હતા.

પૃથ્વી પર બે કુંડ

પૃથ્વી પર બે કુંડ

આ મંદિર વિશે એવું પણ માનવામાં આવે છે કે, શિવ અને પાર્વતિના વિવાહ પણ આ જ સ્થાને સંપન્ન થયા હતા. ધાર્મિક ગ્રંથો પ્રમાણે માતા પાર્વતીના વિરહમાં જ્યારે શિવશંકર દુઃખી હતા, ત્યારે પૃથ્વી પર બે કુંડ બન્યા હતાં. તેમાથી એક કુંડ અજમેરના પુષ્કરમાં બ્રહ્મ સરોવરના નામથી ઓળખવામાં આવે છે અને બીજો કુંડ પાકિસ્તાનના કટાસરાજ મંદિર પરિસરમાં આવેલું છે. આ બંને કુંડોના પાણીમાં વિશેષતા એ છે કે, તે હમેશાં સ્વચ્છ રહે છે અને આ પાણી પીવાથી તમામ રોગ દૂર થાય છે.

લાલકૃષ્ણ અડવાણીએ કર્યા છે દર્શન

લાલકૃષ્ણ અડવાણીએ કર્યા છે દર્શન

ભાજપના વરિષ્ટ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પણ અત્રે કર્યા છે દર્શન

પાકિસ્તાનમાં આવેલા પંચમુખી હનુમાન મંદિરનું જાણો માહત્મ્ય

પાકિસ્તાનમાં આવેલા પંચમુખી હનુમાન મંદિરનું જાણો માહત્મ્ય

વધુ જાણવા માટે ક્લિક કરો....વધુ જાણવા માટે ક્લિક કરો....

English summary
Famous temple in Pakistan: Katasraj temple in Punjab of Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X