For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના આ 5 વિશ્વપ્રસિદ્ધ દુર્ગાદેવી મંદિરની એક વાર મુલાકાત લેવી જરૂરી

|
Google Oneindia Gujarati News

[ધાર્મિક પ્રવાસન] ભારત અનેકો મંદિરોથી ઘેરાયેલો દેશ છે, અત્રે ચારેય તરફ, ભગવાન, દેવીના મંદિર છે. અને દરેક મંદિરની પોતાની વિશેષતાઓ છે. ખૂબ જ અદભુત લાગે છે એ દ્રશ્ય જ્યારે ભક્ત ભગવાન અને દેવીના ચરણોમાં શરણ માગે છે. ખરેખર તે આસ્થાનો અનોખો સંગમ છે જ્યાં ભગવાન અને દેવીના દર્શન માટે દૂર દૂરથી લોકો, કંઇક કેટલીએ મુશ્કેલીઓનો સામનો કરીને અત્રે પહોંચે છે. સાથે જ ભગવાનના દરબારમાં હાજરી આપે છે.

મિત્રો આજે અમે અમારા આ લેખમાં આપને ભારતમાં આવેલા દુર્ગા દેવીના પાંચ પ્રસિદ્ધ મંદિરો વિશે જાણકારી આપી રહ્યા છીએ. જ્યાનું વાતાવરણ ખૂબ જ અદભુત છે અને જે આખા વિશ્વમાં પોતાની અલગ ઓળખ ઊભી કરે છે. દુર્ગા માતા પાર્વતીનું બીજું નામ છે, જે ભગવાન શિવની પત્ની મતા પાર્વતીનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે દુર્ગા દેવીની ઉપ્તત્તિ રાક્ષસોનું વધ કરવા માટે થયું હતું.

તો આવો જાણીએ પરમશક્તિ દુર્ગા માતાના સુપ્રસિદ્ધ મંદિરો વિશે. જ્યાં દુર્ગાદેવીના દર્શન માટે આપે એકવાર ચોક્કસ જવું જોઇએ...

નૈના દેવી મંદિર

નૈના દેવી મંદિર

એવું માનવામાં આવે છે કે નૈનીતાલનું નામ નૈના દેવી મંદિર પર જ રાખવામાં આવ્યું છે. જે પોતાની પરામર્શ શક્તિ અને લોકપ્રિયતાના કારણે જગવિખ્યાત છે. આ મંદિરમાં બે નેત્રો છે જે નૈના દેવીના માનવામાં આવે છે. આ મંદિરમાં સતી શક્તિ રૂપની પૂજા થાય છે. કહેવામાં આવે છે કે જ્યારે ભગવાન શિવ સતીના મૃત શરીને લઇને કૈલાશ પર્વત જઇ રહ્યા હતા ત્યારે આ માર્ગમાં જ દૈવી સતીના નેત્ર પડ્યા હતા. એટલા માટે આ સ્થળ પર મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.

કામાખ્યા દેવી મંદિર

કામાખ્યા દેવી મંદિર

ગુવાહાટીથી લગભગ 8 કિમી દૂર કામાખ્યામાં આ મંદિર સ્થિત છે જે અસમની રાજધાની દિસપુરની પાસે છે. આ મંદિર શક્તિની દેવી સતીનું મંદિર છે, જેની સાથે વિશાળ તાંત્રિક મહત્વ જોડાયેલું છે. આ મંદિર નીલાચલ પર્વત પર આવેલું છે. વર્તમાનમાં આ તંત્ર સિદ્ધિનું સર્વોચ્ચ સ્થળ માનવામાં આવે છે. આ હિન્દુ ધર્મ અનુસાર 51 શક્તિપીઠમાંથી એક છે અને સૌથી મહત્વપૂર્ણ તીર્થ સ્થળોમાં ગળવામાં આવે છે. આ મંદિરની પોતાની અનેક વિશેષતાઓ છે જે પોતાના આશ્ચર્યોથી ભક્તોને આકર્ષિત કરે છે. જો આપ પણ આ મંદિરના આશ્ચર્યોને જોવા માંગતા હોવ તો અત્રે ચોક્કસ આવવું.

કરણી માતા મંદિર

કરણી માતા મંદિર

રાજસ્થાનના ઐતિહાસિક શહેર બીકાનેરથી લગભગ 30 કિલોમીટર દૂર એક નાનકડુ ગામ દેશનોકની સરહદ પર આ અદભુત મંદિર આવેલું છે, જોધપુરના માર્ગ પર જ આવે છે. આ મંદિરના કરામાતી આશ્ચર્યો ભક્તોમાં લોકપ્રિયતા વધારે છે. આ મંદિરને ઊંદરોવાળા મંદર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરમાં હજારો ઊંદરોને જોઇને ભક્તો આશ્ચર્યમાં પડી જાય છે. કરણી માતા સાક્ષાત દૂર્ગા દેવીનું અવતાર હતા, જે લગભગ સાઢાસાતસો વર્ષ પહેલા બનેલી ગુફામાં રહીને પોતાના ઇષ્ઠ દેવની પૂજા કરતી હતી. એટલા માટે અત્રે ભવ્ય મંદિરની સ્થાપના કરવામાં આવી છે.

દુર્ગા મંદિર

દુર્ગા મંદિર

વારાણસીનું આ ભવ્ય મંદિર માતા દુર્ગાને સમર્પિત છે. માનવામાં આવે છે કે અત્રે મંદિર 18મી સદીમાં નિર્માણ કરવામાં આવ્યું હતું. જેને બંગાળની એક રાણીએ બનાવડાવ્યું હતું. આ મંદિરમાં એક દુર્ગા કુંડ છે જે મંદિરનો મહત્વનો ભાગ છે. નવરાત્રમાં આ મંદિર જોવા જેવું હોય છે. કહેવાય છે કે અત્રે દેવી ખુદ કામનાઓ સાંભળે છે.

અધર દેવી મંદિર

અધર દેવી મંદિર

રાજસ્થાનનું એક માત્ર સુંદર હિલ સ્ટેશન માઉંટ આબુમાં અધર દેવીના મંદિર માટે પણ જાણીતું છે. અધર દેવી દુર્ગાના નવ રૂપોમાંથી એક કાત્યાયનીનું રૂપ છે. જે દેશની 52 શક્તિપીઠોમાંથી છઠ્ઠા શક્તિપીઠમાં ગળવામાં આવે છે. જ્યા ભગવાન શિવના તાંડવના સમયે માતા પાર્વતીનું અધર અહીં જ પડ્યું હતું. આ મંદિરને અધર દેવી, અર્બુદા દેવી અને અમ્બિકા દેવીના નામથી પણ ઓળખવામાં આવે છે.

English summary
Explore the five most famous Durga temples in India and be lost in the spirituality of these places.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X