For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના 10 શાનદાર અને ઐતિહાસિક વિરાસતવાળા મંદિરો

|
Google Oneindia Gujarati News

આખા ભારતમાં એકથી ચડિયાતા એક ભવ્ય કલાત્મક મંદિર છે. કોઇ પોતાના વૈભવના કારણે પ્રસિદ્ધ છે તો કોઇ ભક્તોની આસ્થાના કારણે. એવા જ છે આ 10 શાનદાર અને વિરાસત વાળા મંદિરો જે પોતાની નક્કાશીઓ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ભારત જ્યાં કણ કણમાં ભગવાન વસે છે, ત્યાં ધર્મ અને આસ્થાને જીવન માનવામાં આવે છે. અત્રે ધાર્મિક અને તીર્થ સ્થળોનો આમ તો કોઇ પાર નથી અને દરેક સ્થળની કોઇને કોઇ માન્યતા છે.

ભારતીયોમાં આસ્થા અને વિશ્વાસની પકડ એટલી મજબૂત છે કે તેઓ તેના સહારે મોટામાં મોટી બાધાઓને પણ પાર કરી જાય છે. ભારતમાં મથુરા, કાશી, હરિદ્વાર, અયોધ્યા અને દ્વારકા જેવા ઘણા પ્રસિદ્ધ તીર્થ સ્થળ તો છે જ પરંતુ કેટલાંક એવા પણ છે જેમની અદભૂત નક્કાશી સૌને તેની તરફ આકર્ષિત કરે છે.

તો આવો વેકેશનમાં મુલાકાત લઇએ ભારતના આ 10 ઐતિહાસિક મહત્વ ધરાવતા મંદિરોની....

1- બૃહદેશ્વર મંદિર

1- બૃહદેશ્વર મંદિર

બૃહદેશ્વર અથવા બૃહદીશ્વર મંદિર તમિલનાડુના તંજૌરમાં સ્થિત એક હિંદુ મંદિર છે જે 11મી સદીના આરંભમાં બનાવવા આવ્યું હતું. તેને તમિલ ભાષામાં બૃહદીશ્વરના નામથી ઓળખવામાં આવે છે. તેનું નિર્માણ 1003-1010 ઇ.ની વચ્ચે ચોલ શાસક રાજારાજ ચોલ 1 એ કરાવ્યું હતું. તેના નામ પર તેને રાજરાજેશ્વર મંદિરનું નામ પણ આપવામાં આવે છે. મંદિર ભગવાન શિવની આરાધનાને સમર્પિત છે. આ મંદિર પોતાના સમયમાં વિશ્વની વિશાળ સંરચનાઓમાં ગણાતું હતું. મંદિરના નિર્માણની વિશેષતા એ છે કે તેના ગુંબટનો પરછાયો જમીન પર નથી પડતો.

2- હૈલેબિડુના હોયસાલેશ્વર મંદિર

2- હૈલેબિડુના હોયસાલેશ્વર મંદિર

હૈલેબિડુ કર્ણાટક રાજ્યના હસન જિલ્લામાં સ્થિત છે. તેને પૂર્વમાં દોરસમુદ્ર પણ કહેવામાં આવતો હતો. આ હોયસાલ રાજવંશની રાજધાની રહ્યું છે. આ કારણે તે હોયસાલ સ્થાપત્ય કલાનું અદભુત કેન્દ્ર છે, જેના મુખ્ય નમૂના છે, હોયસાલેશ્વર અને કેદારેશ્વર મંદિર. હેલિબિડને ભારતીય મંદિર અને શિલ્પ કળાનું દર્શન કરાવનાર સ્થાનના રૂપમાં ઓળખાય છે. બેલૂરની સાથે જોડીયા નગર કહેવાતા આ સ્થળ ત્રણ સદીઓ સુધી હોયસલ વંશનો ગઢ હતો. બેલૂર અને હેલિબિડમાં તેમણે ભવ્ય મંદિરોનું નિર્માણ કરાવ્યું જે આજે પણ તે જ શાનથી ઊભું છે.

3- ચોસઠ યોગિની મંદિર, જબલપુર

3- ચોસઠ યોગિની મંદિર, જબલપુર

ચોસઠ યોગિની મંદિર જબલપુરની ઐતિહાસિક સંપન્નતામાં વધુ એક અધ્યાયને જોડે છે. પ્રસિદ્ધ આરસપહાણના પર્વતની પાસે સ્થિત આ મંદિરમાં દેવી દૂર્ગાની 64 અનુષંગિકોની પ્રતિમા છે. આ મંદિરની વિશેષતા તેની વચ્ચે સ્થાપિત ભગવાન શિવની પ્રતિમાં છે, જે દેવિયોની પ્રતિમાથી ઘેરાયેલી છે. આ મંદિરનું નિર્માણ ઇસ 1000ની આસપાસ કલીચુરી વંશે કરાવ્યું હતું. મંદિરને ગોંડ રાણી દુર્ગાવતીના મહેલ સાથે જોડે છે. આ મંદિર વિશાળ પ્રાંગણમાં ફેલાયેલું છે.

4- મોઢેરા સૂર્ય મંદિર

4- મોઢેરા સૂર્ય મંદિર

મોઢેરા સૂર્ય મંદિર ગુજરાતના પાટણથી 30 કિમી દક્ષિણમાં મોઢેરા ગામમાં આ વિખ્યાત સૂર્ય મંદિર આવેલું છે. આ સૂર્ય મંદિર સ્થાપત્ય અને શિલ્પનું બેજોડ નમૂનો પ્રસ્તુત કરે છે. ઇસ 1023માં સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. વર્તમાન સમયમાં આ મંદિરમાં પૂજા નિષેધ કરી દેવાઇ છે.

5- તુંગનાથ મંદિર

5- તુંગનાથ મંદિર

તુંગનાથ મંદિર ઉત્તરાખંડના ગઢવાલના રૂદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત એક પર્વત છે. તુંગનાથ પર્વત પર સ્થિત છે તુંગનાથ મંદિર, જે 3,680 મીટરની ઉંચાઇ પર બનેલી છે અને પંચ કેદારોમાં સૌથી ઊંચાઇ પર સ્થિત છે. આ મંદિર 1,000 જુનુ માનવમાં આવે છે અને અત્રે ભગવાન શિવની પંચ કેદારોમાંથી એકના રૂપની પૂજા થાય છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરનુ નિર્માણ પાંડવો દ્વારા ભગવાન શિવને રિઝવવા માટે કર્યું હતું. તુંગનાથની ચોટી ત્રણ ધારાઓનો સ્ત્રોત છે, જેનાથી અક્ષકામિની નદી બને છે.

6- બાદામી ગુફા મંદિર

6- બાદામી ગુફા મંદિર

બાદામીની યાત્રા કરનારા પ્રવાસીઓએ બલુઆ પત્થરથી બનેલ ગુફા મંદિરોની મુલાકાત ચોક્કસ કરવી જોઇએ. આ મંદિર પોતાની સુંદર નક્કાશીઓ માટે પ્રખ્યાત છે તથા આ નક્કાશીઓમાં પૌરાણિક તથા ધાર્મિક ઘટનાઓ અને શિક્ષણ બતાવવામાં આવ્યું છે. અત્રે ચાર મંદિર છે. જેમાંથી ગુફા મંદિર એક સૌથી પ્રાચીન મંદિર છે જેનું નિર્માણ 5મી સદીમાં થયું હતું. આ મંદિરમાં ભગવાન શિવના અર્ધરાનેશ્વર અને હરિહર અવતારની નક્કાશિયો કરવામાં આવી છે, તથા બીજી બાજું વિશ્ણુ ભગવાનનો અવતાર છે. આ ગુફા મંદિરની મુલાકાત લેનાર ભક્તો મહિષાસુરમર્દિની તથા ગણપતિ, શિવલિંગમ અને શન્મુખની મૂર્તિઓ પણ જોઇ શકે છે. ગુફા મંદિર 2 વિષ્ણુ ભગવાનને સમર્પિત છે, જેમાં તેમને ગરુડ અવતારમાં બતાવવામાં આવ્યા છે. ગુફા મંદિર 3માં ભગવાન વિષ્ણુ ત્રિવિક્રમ અને નરસિંહ અવતાર દેખાડવામાં આવ્યા છે. ગુફા મંદિર 4 જૈન ધર્મને સમર્પિત છે જ્યાં ભગવાન મહાવીરનો બૈઠી અવસ્થામાં એક ચિત્ર છે.

7- ચેન્નાકેસવા મદિર, તલકાડૂ

7- ચેન્નાકેસવા મદિર, તલકાડૂ

તલાકડની યાત્રા પર યાત્રી સોમાનાથાપુરા ગામની યાત્રા કરી શકે છે, જે કાવેરી નદીના તટ પર સ્થિત છે. આ ગામ બે મંદિરો, અર્થાત શ્રી વેણુગોપાલા સ્વામી મંદિર અને શ્રી ચેન્નાકેશાવા મંદિર માટે ઓળખાય છે. શ્રી વેનુગોપાલા સ્વામી મંદિર હોયસલ રાજા નરસિંહ દ્વારા વર્ષ 1296માં બનાવવામાં આવ્યું હતું. ચેન્નાકેશાવા મંદિર, જે અન્યથા કેસવ અથવા કેશવ મંદિરના નામે જાણીતું છે. ચેન્નાકેસવા મંદિર 3 તારાના આકારના એક મંચ પર મૂકેલું છે. આ મંદિરમાં પ્રવેશ કરવા પર પર ભક્તોને એક સ્તંભોનું સભાગૃહ દેખાશે જે તેમને મંદિરમાં લઇ જશે. આખા મંદિરને મૂર્તિઓથી અલંકકૃત કરવામાં આવ્યું છે.

8- શોર ટેમ્પ(સમુદ્ર-તટનું મંદિર)

8- શોર ટેમ્પ(સમુદ્ર-તટનું મંદિર)

મહાબલિપુરમના તટ મંદિરને દક્ષિણ ભારતના સૌથી પ્રાચીન મંદિરોમાં ગણવામાં આવે છે જેનો સંબંધ આઠમી સદી સાથે જોડાયેલ છે. આ મંદિર દ્રવિડ વાસ્તુકલાનું ઉત્તમ નમૂનો છે. અત્રે ત્રણ મંદિરો છે. વચ્ચે ભગવાન વિષ્ણુનું મંદિર છે, જેના બંને તરફ શિવ મંદિર છે. મંદિરથી ટકરાતી સાગરની લહેરો એક અનોખું દ્રશ્ય જન્માવે છે.

9- ઓરછા, ઓરછા મંદિર

9- ઓરછા, ઓરછા મંદિર

ઉત્તર મધ્ય પ્રદેશમાં ઓરછા બેતવા નદીના કિનારે સ્થિત છે અને તે પોતાના મંદિરો, મહેલોના કારણે ખૂબ જ વિખ્યાત છે. અત્રે કોઇને કોઇ વસ્તુ પૌરાણિક કથા સાથે જોડાયેલ છે. તેમાંથી જહાંગીર મહેલના કિસ્સા સૌથી વધારે જાણીતા છે, જે મુગલ બુંદેલા દોસ્તીનું પ્રતિક છે. કહેવાય છે કે અકબરે સલીમને કાબૂ કરવા માટે મોકલ્યો હતો, જોકે બીર સિંહની મદદથી સલીમે તેનું કત્લ કરી નાખ્યું. જેનાથી ખુશ થઇને સલીમે ઓરછાની કમાન બીર સિંહને સોંપી દીધી. વાસ્તુશિલ્પની દ્રષ્ટિએ ઓરછા ઉત્તમ છે.

10- શ્યામ રાય મંદિર, વિષ્ણુપુર

10- શ્યામ રાય મંદિર, વિષ્ણુપુર

પશ્ચિમ બંગાળ પાંચ ટેકરીઓવાળા આ મંદિર વાસ્તવમાં પાક્કી માટીની કળાને પ્રદર્શિત કરે છે. આ 16મી સદીમાં મહારાજા રઘુવીર સિંહ દ્વારા નિર્મિત કરવામાં આવ્યું હતું. તેની પાંચ ટેકરીઓ બિલકૂલ અલગ છે અને તેને અનોખી રીતે મહાન બનાવે છે. કારણ કે આસપાસના કોઇ પણ મંદિરમાં આ જોવા નથી મળતું. દિવારો પર પાક્કી માટીની કળા રામાયણ અને મહાભારતની વાર્તાઓ કહે છે.

English summary
Explore the most famous Temples in India and be amazed by their grandeur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X