For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતનો અમૂલ્ય ઇતિહાસ હજીએ ધબકે છે આ 7 કિલ્લાઓમાં

|
Google Oneindia Gujarati News

હાલમાં પ્રવાસન ક્ષેત્રે આખા દેશમાંથી જો કોઇ રાજ્યનું નામ પહેલા લેવામાં આવતું હોય તો તે છે ગુજરાત. આપના કાને એ શબ્દો સંભળાવવા લાગતા હશે કે 'કુછ દિન તો બિતાઇએ ગુજરાતમેં..' ભારતમાં પશ્ચિમમાં આવેલું ગુજરાત રાજ્ય પોતાનું ભૌગોલિક મહત્વ તો ધરાવે જ છે પરંતુ તેની સાથે સાથે તે પોતાની સાંસ્કૃતિક વિવિધતા માટે પણ ઓળખાય છે. સિંધુ ઘાટી સભ્યતાના ઉદગમસ્થળના રૂપમાં વિખ્યાત ગુજરાત હંમેશા ભારતના ઇતિહાસમાં સાંસ્કૃતિક અને વ્યાપારનું કેન્દ્ર માનવામાં આવતું રહ્યું છે.

જો આ રાજ્યના પ્રવાસનની વાત કરવામાં આવે તો આપને બતાવી દઇએ કે એક પ્રવાસીને હંમેશાથી આ સુંદર રાજ્યએ પોતાની તરફ આકર્ષિત કર્યા છે. તો એ જ ક્રમમાં અમે અમારા આ લેખ દ્વારા આપને અવગત કરાવવા જઇ રહ્યા છીએ ગુજરાતમાં આવેલા સુંદર કિલ્લાઓથી, જ્યાં ધબકે છે ગુજરાતનો ઇતિહાસ.

સાથે જ અમે આપને બતાવીશું કે કેવી રીતે આ કિલ્લા ઇતિહાસની દ્રષ્ટિથી હંમેશા ખાસ રહ્યા છે. તો આવો તસવીરોમાં જોઇએ ગુજરાતમાં આવેલા ટોપ 7 કિલ્લાઓ...

લખપતનો કિલ્લો

લખપતનો કિલ્લો

ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલું નગર છે, જે લખપત તાલુકાનું મુખ્ય મથક પણ છે. લોક વાયકા પ્રમાણે લખપતમાં લાખોનો વેપાર થતો હતો તેથી તેનું નામ લખપત પડ્યું. લખપતનો કિલ્લો અને નાનું ઐતિહાસિક ગુરુદ્વારા અહીંના જોવાલાયક સ્થળો છે. લખપત ભારતનુ પશ્ચિમ દીશાનુ અંતિમ ગામ છે. અહીં પાન્ધ્રો ગામ પાસે કોલસાની ખાણ આવેલી છે જે જોવાલાયક છે. નજીકમાં જ નારાયણ સરોવર અને કોટેશ્વર જેવા યાત્રાધામ પણ આવેલાં છે. આ શહેરનું નિર્માણ ઇ.સ. 1801માં જમાદાર ફતેહ મોહમ્મદ દ્વારા કરાવવામાં આવ્યું હતું.

ભદ્રનો કિલ્લો, અમદાવાદ

ભદ્રનો કિલ્લો, અમદાવાદ

ભદ્રનો કિલ્લો ભારત દેશના ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં આવેલો છે. તે ૧૪૧૧ની સાલમાં અહેમદ શાહ પહેલા દ્વારા બાંધવામાં આવ્યો હતો. તેના કલાત્મક રીતે બંધાયેલ રાજવી મહેલો, મસ્જિદો અને દરવાજાઓ સાથે તેનો જીર્ણોદ્ધાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આર્કિયોલોજીકલ સર્વે ઑફ ઈન્ડિયા દ્વારા શહેરના સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે કરાઈ રહ્યો છે. એવું માનવામાં આવે છે કે કિલ્લાનું નામ મરાઠા કાળમાં સ્થાપાયેલ ભદ્ર કાળીના મંદિર પરથી પડ્યું છે જે લક્ષ્મીનું સ્વરૂપ છે

ચાંપાનેરનો કિલ્લો

ચાંપાનેરનો કિલ્લો

ચાંપાનેર પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. પાવાગઢની તળેટીમાં ચાંપાનેર ગામ વસેલું છે, ચાંપાનેર ગુજરાતનાં સુલતાન મહમદ બેગડાની રાજધાની હતી, જે હાલમાં સંરક્ષિત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને તેના ઐતિહાસિક મહત્વને આધારે તેની જાળવણીનું કામ યુનેસ્કો (UNESCO)ને સોંપવામાં આવ્યું છે, અહી પ્રસિધ્ધ કિલ્લો આવેલો છે અને પવિત્ર યાત્રાધામ પાવાગઢ અહીંથી ખૂબ જ નજીક છે. અહી ઐતિહાસિક કીલ્લો છે. જેમાં મોતી મસ્જિદ, જામા મસ્જિદ આવેલી છે, જે સુલતાન મહમદ બેગડાના સમયમાં બની હતી. એક માન્યતા મુજબ સુર સમ્રાટ તાનસેનને સંગીતમાં હરાવીને પોતાના પિતાનાં મૃત્યુનો બદલો લેનાર બૈજુનું જન્મ સ્થળ પણ આ ચાંપાનેર ગામ જ હતું. ચાંપાનેર પંચમહાલ જિલ્લાનું મુખ હોવા ઉપરાંત તેની આસપાસ આવેલી વન્યસૃષ્ટિ અને વનરાજી માટે પણ જાણીતું છે.

પાવાગઢનો કિલ્લો

પાવાગઢનો કિલ્લો

પાવાગઢમાં એક કિલ્લો છે, જેને સોલંકી રાજપૂતોએ બનાવ્યો હતો. પાવાગઢ કિલ્લાની દિવાલોના કેટલાક ભાગો આજે પણ મોજૂદ છે. આ કિલ્લામાં 10-11મી સદીમાં બનાવવા આવેલું એક હિન્દુ મંદિર પણ છે. અત્યારસુધી મળી આવેલા સૌથી પ્રાચિન હિન્દુ મંદિરોમાંનું એક છે. આ કિલ્લામાં 13-15મી સદી દરમિયાન નાગર શૈલીમાં બનેલા કેટલાક હિન્દુ અને જૈન મંદિરો છે. તો ચાલો તસવીરો થકી જોઇએ પાવાગઢને....

ધોરાજી કિલ્લો

ધોરાજી કિલ્લો

ગુજરાત સ્થિત ધોરાજી કિલ્લાનું નિર્માણ 1755માં કરવામાં આવ્યું હતું. જો આપ આ કિલ્લાને ધ્યાનથી જોશો તો આપને મળશે કે આ કિલ્લાને ઘણા ગઢોમાં અને ચાર મોટા તથા ત્રણ નાના ગેટમાં વિભાજિત કરવામાં આવ્યો છે. સાથે જ આ કિલ્લાની અંદર સુંદર દરબાર પણ છે. આપને બતાવી દઇએ કે આ કિલ્લો શહેરના ઉચ્ચતમ બિંદુ પર સ્થિત છે અને આ કિલ્લાને દુશ્મનોથી રક્ષા કરવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યો હતો.

પાટણનો કિલ્લો

પાટણનો કિલ્લો

મધ્યયુગ કાળ દરમિયાન ક્યારેક ગુજરાતની રાજધાની રહી ચૂકેલ પાટણને તેના કિલ્લાએ પણ એક ખાસ ઓળખ આપી છે. સોલંકી રાજવંશના રાજાઓ દ્વારા નિર્મિત આ કિલ્લાના કેટલાંક ભાગો હવે આપને જોવા નહીં મળે કારણ કે તેની યોગ્ય સંભાળ નહી રાખવાને કારણે આ કિલ્લાનો મોટો ભાગ નષ્ટ થઇ ગયો છે. બાકી બચેલા ભાગને જોઇને આપ સોલંકી રાજવંશન કુશળ વાસ્તુ જ્ઞાનનો અંદાજો સરળતાથી લગાવી શકો છો.

માંડવીનો કિલ્લો

માંડવીનો કિલ્લો

પુર્તગાલિયોના સમયમાં માંડવી એક પ્રમુખ બંદરગાહ હોવા ઉપરાંત એક મહત્વપૂર્ણ કિલ્લો શહેર હતું. આપને જણાવી દઇએ કે માંડવી એક કિલ્લા દ્વારા સંરક્ષિત હતું જેની દીવાર 8 મીટર ઊચી હતી, જેમાં ઘણા દરવાજાઓ અને 25 બુર્ઝ હતા. વર્તમાનમાં આ દિવાર લગભગ નષ્ટ થઇ ચૂકી છે પંરતુ દક્ષિણ પશ્ચિમમાં સ્થિત સૌથી મોટા બુર્ઝ લાઇટહાઉસ અત્રે જ આવેલું છે. જો આપ ગુજરાતમાં હોવ અને આપે માંડવી ના જોયું હોય તો આપની યાત્રા અધુરી છે.

English summary
Take a look at the historical forts of Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X