For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના 10 રહસ્યમય સ્થળો

|
Google Oneindia Gujarati News

વિશ્વ અનેક રહસ્યો પોતાની અંદર છૂપાવીને બેઠું છે. માનવી સતત કંઇકને કંઇક શોધ કરીને વિશ્વમાં છૂપાઇ ગયેલી અથવા તો ભૂલાઇ ગયેલી બાબતોને પ્રકાશમાં લાવતો રહ્યો છે. જેમાં કેટલીક રસપ્રદ માહિતી હોય છે, તો કેટલાક ભયાવહ તથ્યો મળી આવે છે. ભારત પણ વિશ્વના આ રહસ્યમય પેટાળથી અછૂતુ રહ્યુ નથી. ભારત અનેક સુંદર અને ઐતિહાસિક સ્થળો ધરાવે છે, સાથે જ કેટલાક રહસ્યમય સ્થળો પણ ભારતમાં આવેલા છે.

આજે અમે અહીં તમને એવા જ કેટલાક રહસ્યમય સ્થળો અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ. આ એવા સ્થળો છે કે જે તેમની સુંદરતાની સાથોસાથ તેમની સાથે જોડાયેલી કેટલીક રહસ્યમય કથાઓના કારણે પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. તો ચાલો તસવીરો થકી નીહાળીએ ભારતના ટોપ 10 રહસ્યમયી સ્થળોને.

જતિંગા-આસામ( પક્ષીઓ કરે છે આત્મહત્યા)

જતિંગા-આસામ( પક્ષીઓ કરે છે આત્મહત્યા)

આસામના ડિમા હાસાઓ જિલ્લામા આવેલુ જતિંગા એક વિચિત્ર પ્રકારની રહસ્યમયી ઘટનાના કારણે જાણીતું છે. આ ગામ આખા વિશ્વમાં પક્ષીઓ દ્વારા કરવામાં આવતી આત્મહત્યાના કારણે જાણીતું છે. મોટાભાગના પક્ષીઓ કે જેઓ આ ગામમાં આવે છે તે ક્યારેય જીવતા પરત જતા નથી, તેઓ રસ્તા પર પોતાનો જીવ ત્યજી દે છે. આ ઘટનામાં રસપ્રદ વાત એ છે કે, આ પક્ષીઓ સાંજના છથી નવ વાગ્યાની વચ્ચે જ આત્મહત્યા કરે છે અને એ પણ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં.

કોદિન્હી- કેરળ(ટ્વિન્સ બાળકોનું ગામ)

કોદિન્હી- કેરળ(ટ્વિન્સ બાળકોનું ગામ)

કોદિન્હી કેરળમાં કાલિકટથી 35 કિમી દૂર આવેલુ છે. આ ગામમાં મુસ્લિમોની સંખ્યા વધારે છે, જો કે આ ગામ તેની એક અનોખી ખાસિયતના કારણે જાણીતું છે. આ ગામમાં સૌથી વધારે ટ્વિન્સ બાળકો છે. 2009ના આંકડાઓ અનુસાર આ ગામમાં 220 ટ્વિન્સ એટલે કે (440 બાળકો) જનમ્યા હતા અને આ ટ્વિન્સ બાળકોની જોડી 300થી 350 સુધી પહોંચી શકે છે.

રૂપકુંડ લેક- ઉત્તરાખંડ( હાડપિંજરોનું તળાવ)

રૂપકુંડ લેક- ઉત્તરાખંડ( હાડપિંજરોનું તળાવ)

રૂપકુંડ લેક ઉત્તરાખંડના હિમાલય રેન્જમાં 5000 મીટરે આવેલું છે. 1942માં ફોરેસ્ટ ગાર્ડને રૂપકુંડમાંથી 100થી વધુ માનવ હાડપિંજર મળ્યા હતા. એક વર્ષ સુધી ભારતીય અને યુરોપીયન વૈજ્ઞાનિકો દ્વારા આ લોકોના મોતનું રહસ્ય શોધવા માટે સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં એક એવી કહાણી પર બહાર આવી હતી કે આ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન માર્યા ગયેલા જાપાનીઝ સૈનિકોના હાડપિંજરો છે.

કોંગકા લા પાસ- અક્સાઇ ચીન, લદાખ( ઇન્ડો-ચાઇનીઝ યુએફઓ બેઝ)

કોંગકા લા પાસ- અક્સાઇ ચીન, લદાખ( ઇન્ડો-ચાઇનીઝ યુએફઓ બેઝ)

આ સ્થળ ભારત અને ચીન સરહદ પાસે આવેલું છે. જેમાં ચીન તરફના પાર્ટને અક્સાઇ ચીન અને ભારત તરફના ભાગને લદાખ કહેવામાં આવે છે. વિશ્વનો આ એક એવો ભાગ છે કે જેની સરહદ પર બન્ને દેશો તરફથી પેટ્રોલિંગ નહીં કરવાના કરાર કરવામાં આવ્યા છે. બન્ને તરફથી એવુ માનવામા આવી રહ્યું છે કે અહીં અન્ડરગ્રાઉન્ડ યુએફઓ બેઝ છે. સ્થાનિક લોકોએ અહીં યુએફઓને બહાર આવતા પણ જોયા હોવાનું જાણવા મળ્યું છે.

ગંગા અને બ્રહ્મપુત્રામાં રહસ્યમયી અવાજો

ગંગા અને બ્રહ્મપુત્રામાં રહસ્યમયી અવાજો

નદીના શાંત પાણીમાં અનેક રહસ્યમયી અવાજો આવતા હોવાના કિસ્સા વિશ્વના અનેક ભાગોમાં નોંધાયા છે. ભારત પણ તેનાથી અછૂતુ રહી શક્યું નથી. ભારતમાં ગંગા અને બ્રહ્મપુત્રા નદીના કિનારે અનેક રહસ્યમયી અવાજો સાંભળવા મળ્યા છે. જેમાં સુપરસોનિક જેટ્સ અને એરોપ્લેનના અવાજોનો પણ સમાવેશ થાય છે.

કચ્છના રણમાં ચિર બત્તી

કચ્છના રણમાં ચિર બત્તી

બન્નીનો આ પ્રદેશ કચ્છના રણમાં આવેલો છે, જ્યાં એક અનોખી વસ્તુ ચોમાસા દરમિયાન જોવા મળે છે. ચોમાસા દરમિયાન થતી આ ઘટનાને ભૂતાવળ કીરો હિલ્સ, ચારી ધાંડ અથવા તો ચિર બત્તી તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ચંદ્રના પ્રકાશમાં પેરના ફળના આકારના સફેદ કલરના ગોળાઓ જાતે જ ડાન્સ કરતા હોય તેવું જોવા મળે છે. તેઓ ક્યારેક જમીનથી ત્રણ ફૂટ ઉંચે તો ક્યારેક નવ ફૂટની ઉંચાઇ પર જોવા મળે છે.

બેંગાલ સ્વામ્પ્સ- પશ્ચિમ બંગાળ

બેંગાલ સ્વામ્પ્સ- પશ્ચિમ બંગાળ

માર્શ ઘોસ્ટ લાઇટ પશ્ચિમ બંગાળના માછીમારો દ્વારા જોવામાં આવી છે. આ એ લાઇટ છે જે મૃત્યુ પામેલા માછીમારોની હાજરીને વ્યક્ત કરે છે.

કોટ્ટાયર ઇદ્દુકી- કેરળ

કોટ્ટાયર ઇદ્દુકી- કેરળ

કેરળનું આ સ્થળ પણ ફિનૉમિનન પ્રવૃત્તિઓની સાક્ષી પુરે છે. આ સ્થળે જુલાઇ 25થી 23 સપ્ટેમ્બર 2001 દરમિયાન લાલ રંગનો વરસાદ થયો હતો. આ પહેલા તે 1986માં અને છેલ્લે 2006 અને 2012માં આ વરસાદ જોવા મળ્યો છે.

કુલધારા, રાજસ્થાન( ઘોસ્ટ ટાઉન)

કુલધારા, રાજસ્થાન( ઘોસ્ટ ટાઉન)

કુલધારા વેસ્ટર્ન રાજસ્થાનના જેસલમેરથી 15 કિમી દૂર આવેલુ છે. અને આ ગામને ઘોસ્ટ ટાઉન તરીકે ઓળખવામાં આવે છે. 1825માં કુલધારા નજીક 83 ગામવાસીઓ અચાનક રીતે ગાયબ થઇ ગયા હતા. જેમનો આજ સુધી પતો લાગ્યો નથી.

હિમાલયનું રહસ્ય

હિમાલયનું રહસ્ય

હિમાલયમાં અનેક રહસ્યમયી ઘટનાઓ નોંધાઇ છે. જેમા યેતિ એટલે કે સ્નોમેન હોવાના પુરાવા મળ્યા હતા.

English summary
Here is a compilation of top 10 most mysterious places in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X