For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Special: હિન્દુ હોય કે મુસ્લીમ સૌને તારે છે હઝરત નિઝામુદ્દીન

|
Google Oneindia Gujarati News

રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થઇ ગયો છે અને જેમકે અમે પહેલા જ માહીતગાર કરાવી ચૂક્યા છીએ કે અમારી આ સીરીઝમાં અમે સતત આપને એ ડેસ્ટિનેશનનોથી અવગત કરાવીશું જ્યાં જઇને આપ આ પવિત્ર મહીના અંગે વધારે જાણી શકો છો. આ રમઝાન સ્પેશિયલ સીરીઝમાં આજે અમે આપને અવગત કરાવવા જઇ રહ્યા છીએ દેશની રાજધાની દિલ્હી સ્થિત હઝરત નિઝામુદ્દીન દરગાહ વિશે.

દક્ષિણ દિલ્હીમાં આવેલ હઝરત નિઝામુદ્દીન ઔલિયા(1236-1325)નો મકરબા સૂફી કાળની એક પવિત્ર દરગાહ છે. હઝરત નિઝામુદ્દીન ચિશ્તી ઘરાનાના ચોથા સંત હતા. આ સૂફી સંતે વૈરાગ્ય અને સહનશીલતાની મિસાલ રજૂ કરી. કહેવાય છે કે 1303માં તેમના કહેવા પર મુગલ સેનાએ હુમલો રોકી દીધો હતો, આ પ્રકારે તેઓ તમામ પ્રકારના ધર્મોમાં લોકપ્રિય બની ગયા.

જો તેમની દરગાહની વાત કરવામાં આવે તો દરગાહમાં આરસપહાણ પત્થરથી એક નાનો વર્ગાકાર ઓરડો છે, તેના આરસના ગુંબજ પર કાળા રંગની લકીરો છે. મકરબો ચારે તરફથી મદર ઓફ પર્લ કેનૉપી અને મેહરાબોથી ઘેરાયેલ છે, જે ચળકતી ચાદરોથી ઢંકાયેલો રહે છે. આ ઇસ્લામિક વાસ્તુકલાનો એક વિશુદ્ધ ઉદાહરણ છે.

અત્રે નોંધનીય છે કે દરગાહમાં પ્રવેશતા સમયે માથુ અને ખભો ઢંકાયેલો હોય તે જરૂરી છે. દરગાહમાં જવા માટે સાંજે 5થી 7 વાગ્યાની વચ્ચેનો સમય સૌથી સારો માનવામાં આવે છે. મુસ્લિમ અવકાશો અને તહેવારોના દિવસોમાં અહીં દર્શન કરવા આવનારા ભક્તોની ભારે ભીડ રહે છે.

વધુ વાંચો સ્લાઇડરમાં...

હઝરત નિઝામુદ્દીન દરગાહ

હઝરત નિઝામુદ્દીન દરગાહ

દક્ષિણ દિલ્હીમાં આવેલ હજરત નિઝામુદ્દીન ઔલિયા(1236-1325)નો મકરબા સૂફી કાળની એક પવિત્ર દરગાહ છે.
તસવીર: અન્વરાજ

હઝરત નિઝામુદ્દીન દરગાહ

હઝરત નિઝામુદ્દીન દરગાહ

હજરત નિઝામુદ્દીન ચિશ્તી ઘરાનાના ચોથા સંત હતા. આ સૂફી સંતે વૈરાગ્ય અને સહનશીલતાની મિસાલ રજૂ કરી.
તસવીર: અન્વરાજ

હઝરત નિઝામુદ્દીન દરગાહ

હઝરત નિઝામુદ્દીન દરગાહ

કહેવાય છે કે 1303માં તેમના કહેવા પર મુગલ સેનાએ હુમલો રોકી દીધો હતો, આ પ્રકારે તેઓ તમામ પ્રકારના ધર્મોમાં લોકપ્રિય બની ગયા.
તસવીર: સાકીબ મુમતાજ

હઝરત નિઝામુદ્દીન દરગાહ

હઝરત નિઝામુદ્દીન દરગાહ

દરગાહમાં સુંદર નકશીકામ કરવામાં આવેલું છે જેની નજીકથી લેવામાં આવેલી તસવીર.
તસવીર: અન્વરાજ

હઝરત નિઝામુદ્દીન દરગાહ

હઝરત નિઝામુદ્દીન દરગાહ

મોહંમદ શાહની મકરબાની સાર-સંભાળ લેતો એક સુફી સંત.
તસવીર: રમેશ લાલવાની

હઝરત નિઝામુદ્દીન દરગાહ

હઝરત નિઝામુદ્દીન દરગાહ

હઝરત સાહેબે 92 વર્ષની ઊંમરમાં પોતાના પ્રાણ ત્યાગ્યા અને એ જ વર્ષથી તેમના મકરબાનું નિર્માણ કાર્ય શરૂ કરી દેવાયું. પરંતુ તેનું નવીનીકરણ 1562 સુધી થતુ રહ્યું.
તસવીર: પ્રતીક રુંગટા

હઝરત નિઝામુદ્દીન દરગાહ

હઝરત નિઝામુદ્દીન દરગાહ

આપ અહીં દર ગુરુવારે ભક્તોની ભારે ભીડ જોઇ શકો છો, જ્યાં દરેક ધર્મના લોકો આવે છે.
તસવીર : અન્વરાજ

હઝરત નિઝામુદ્દીન દરગાહ

હઝરત નિઝામુદ્દીન દરગાહ

દરગાહમાં પ્રાર્થના માટે ઊભેલા લોકો. નોંધનીય છે કે અહીં દરેક પ્રકારના ધર્મોના લોકો આવીને પોતાની મનોકામના વ્યક્ત કરે છે.
તસવીર : દિવ્યા ગુપ્તા

હઝરત નિઝામુદ્દીન દરગાહ

હઝરત નિઝામુદ્દીન દરગાહ

નિઝામુદ્દીન દરગાહમાં આવેલ એક વાવની તસવીર.
તસવીર : પલ્લવ

હઝરત નિઝામુદ્દીન દરગાહ

હઝરત નિઝામુદ્દીન દરગાહ

દરગાહમાં આરસપહાણ પત્થરથી એક નાનો વર્ગાકાર ઓરડો છે, તેના આરસના ગુંબજ પર કાળા રંગની લકીરો છે.
તસવીર : રોબિન

હઝરત નિઝામુદ્દીન દરગાહ

હઝરત નિઝામુદ્દીન દરગાહ

મકરબો ચારે તરફથી મદર ઓફ પર્લ કેનૉપી અને મેહરાબોથી ઘેરાયેલ છે, જે ચળકતી ચાદરોથી ઢંકાયેલો રહે છે. આ ઇસ્લામિક વાસ્તુકલાનો એક વિશુદ્ધ ઉદાહરણ છે.
તસવીર : રોબિન

હઝરત નિઝામુદ્દીન દરગાહ

હઝરત નિઝામુદ્દીન દરગાહ

દરગાહમાં પ્રવેશતા સમયે માથુ અને ખભો ઢંકાયેલો હોય તે જરૂરી છે. ધાર્મિક ગીત અને સંગીત ઇબાદતની પરંપરાનો અતૂટ હિસ્સો છે.
તસવીર : રોબિન

હઝરત નિઝામુદ્દીન દરગાહ

હઝરત નિઝામુદ્દીન દરગાહ

રગાહમાં જવા માટે સાંજે 5થી 7 વાગ્યાની વચ્ચેનો સમય સૌથી સારો માનવામાં આવે છે. મુસ્લિમ અવકાશો અને તહેવારોના દિવસોમાં અહીં દર્શન કરવા આવનારા ભક્તોની ભારે ભીડ રહે છે.
તસવીર : પ્રતિક સેનગુપ્તા

હઝરત નિઝામુદ્દીન દરગાહ

હઝરત નિઝામુદ્દીન દરગાહ

જ્યારે દરગાહમાં કવ્વાલ પોતાની ગીતોથી શ્રદ્ધાળુઓને ધાર્મિક ઉન્માદથી ભરી દે છે. આ દરગાહ નિઝામુદ્દીન રેલવે સ્ટેશનની નજદીક મથુરા રોડથી થોડાંક જ અંતરે છે.
તસવીર: અર્પીત જાવા

હઝરત નિઝામુદ્દીન દરગાહ

હઝરત નિઝામુદ્દીન દરગાહ

અહીં દુકાનો પર ફૂલ, લોબાન, ટોપિયો, ચાદર વગેરે મળે છે.
તસવીર: રોબીન

હઝરત નિઝામુદ્દીન દરગાહ

હઝરત નિઝામુદ્દીન દરગાહ

દિલ્હીનું નિઝામુદ્દીન રેલવે સ્થેશન, જ્યાં પૃષ્ઠભૂમિમાં આપને હુમાયુનો પણ મકરબો જોવા મળશે.

હઝરત નિઝામુદ્દીન દરગાહ

હઝરત નિઝામુદ્દીન દરગાહ

આ ઉપરાંત આપ હઝરાત અમીર ખુસરોના મકરબાને પણ જોવાનું ના ભૂલતા.
તસવીર: વરુંશીવ

હઝરત નિઝામુદ્દીન દરગાહ

હઝરત નિઝામુદ્દીન દરગાહ

આપ માર્ગ, ટ્રેન અને ફ્લાઇટ જેવા કોઇપણ માધ્યમથી આ દરગાબ સુધી સરળતાથી પહોંચી શકો છો.

English summary
Take a look at the guide to the Hazrat Nizamuddin Dargah Of Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X