For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: મનાલી-કુફરીમાં મોસમ બન્યું 'આશિકાના'

|
Google Oneindia Gujarati News

શિમલા, 20 ફેબ્રુઆરી: હાલમાં હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાનું હવામાન ખૂબ જ સોહામણું છે કારણ કે શિમલાની આસપાસ સ્થિત મનાલી અને કુફરીના મનોરમ પ્રવાસન સ્થળો પર શુક્રવારે જોરદાર હિમવર્ષા થઇ છે જેના કારણે પ્રવાસીઓને મજા પડી ગઇ છે. લોકો ધરતીની આ સફેદીમાં બિલકૂલ ખોવાઇ જવા માંગે છે.

shimla
મોસમ વિભાગના હિસાબથી લાહોલ-સ્પીતિ, ચાંબા, મંડી, કિન્નોર, સિમમૌર અને શિમલા જિલ્લાના વધારે ઉંચાઇવાળા વિસ્તારમાં હિમવર્ષા થઇ. લાહોલ-સ્પીતિના મુખ્યાલય કીલાંગમાં 37 સેંટીમીટર અને કાલ્પામાં 36 સેંટીમીટર બરફ વર્ષા થઇ. કીલાંગનું ન્યૂનતમ તાપમાન શૂન્યથી નીચે 0.6 ડિગ્રી સેલ્સિયસ અને કાલ્પાનું શૂન્યથી નીચે 5.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે.

shimla
હવામાન વિભાગે જણાવ્યું કે અફગાનિસ્તાન-પાકિસ્તાન વિસ્તાર તરફથી વધી રહેલ પશ્ચિમી વિક્ષોભ ક્ષેત્રમાં 24-25 ફેબ્રુઆરીના રોજ પહોંચશે જેના કારણે ક્ષેત્રમાં વધુ વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે.

shimla
બરફની ફેલાયેલી ચાદરે દરેકને પોતાની તરફ આકર્ષિત કર્યું છે. તસવીરોથી અંદાજો લગાવી શકાય કે આ નૈસર્ગિક સુંદરતા માટે લોકો કેવી રીતે કૂદરત સાથે મોજમસ્તી કરી રહ્યા છે.

shimla
English summary
The picturesque tourist resorts of Manali and Kufri near Shimla on Friday experienced more snow, triggering a rush of tourists.Tourists are Enjoying Romantic Weather.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X