For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

"યે હસી વાદીયા યે ખુલા આસમાન", જમ્મુ કાશ્મીરની 10 સુંદર વાદીઓ

|
Google Oneindia Gujarati News

ધણીવાર અમુક લોકો તેવી જગ્યાએ જવાનું પસંદ કરે છે જેના વિષે ખુબ જ ઓછા લોકોને ખબર હોય. તે પ્રાકૃતિક રીતે ખૂબ જ સુંદર હોય પણ યોગ્ય પ્રચાર પ્રસાર ન થતા તેનો પર્યટન સ્થળ તરીકે વિકાસ ના થયો હોય.

જો તમને પણ તેવી નવી જગ્યાએ જવાનો શોખ હોય તો આ આર્ટીકલ તમારા માટે છે. કારણ કે આજે અમે કાશ્મીરની કેટલીક તેવી સુંદર વાદીઓ વિષે તમને જણાવીશું જ્યાં લોકો ભાગ્યેજ જાય છે. પણ પ્રાકૃતિક રીતે તે ખૂબ જ સુંદર છે. અને યોગ્ય પ્રચારના અભાવે આજે પણ લોકો આ સ્થળ અને તેની ખૂબસૂરતી વિષે ભાગ્યેજ જાણતા હોય છે.

તો શું કહો છો આ ઉનાળું વેકેશનમાં જમ્મુ-કાશ્મીરની આ સુંદર વાદીઓની સુંદરતાને આંખોમાં વસાવી લેવામાં આવે? જો કે તમે અહીં ના પણ જવાના હોવ તેમ છતાં આ સુંદર ફોટો જોઇને તો તમારું મન ભરી લો. જુઓ આ ફોટો સ્લાઇડર...

પહેલગામ

પહેલગામ

જમ્મુ કાશ્મીરના, અનંતનાગ જિલ્લામાં આવેલ ખૂબ જ સુંદર જગ્યા એટલે પહેલગામ. જ્યાં જઇને તમને લાગશે કે તમે પ્રાચીન મુગલકાળમાં આવી ગયા છો કારણ કે અહીંના લોકો, તેમનો પહેરવેશ, સભ્યતા બધું જ તમને મધ્યયુગની યાદ અપાવશે.

ડોડા

ડોડા

ડોડા જમ્મુ કાશ્મીરનો એક ખૂબ જ સુંદર અને આકર્ષક જિલ્લો છે. પ્રાકૃતિક પ્રેમીઓ આ સ્થળને આદર્શ માને છે. અહીં ભદ્રવાહ, ચિંતા ઘાટી, સિઓઝ ધાસના મેદાન ખાસ જોવા લાયક છે. વધુમાં અહીં કેટલાક બેનમૂન મંદિરો પણ આવેલા છે.

કઠુઆ

કઠુઆ

કઠુઆ જમ્મુથી લગભગ 88 કિલોમીટર દૂર આવ્યું છે. કઠુઆ જિલ્લાને જમ્મુ કાશ્મીરના તમામ જિલ્લાઓમાં સૌથી સુંદર અને આકર્ષક માનવામાં આવે છે. અહીં લીલાછમ પહાડો, કોમળ ધાસ, ઊંચા ઊંચા ઝાડ અને ખળખળ વહેતા ઝરણાં જોવા લાયક છે.

રાજૌરી

રાજૌરી

રાજૌરીમાં ઐતિહાસિક મકાનો, આલીશાન મસ્જિદો આવેલી છે. વધુમાં લાલ બાઉલી ઝરણામાં માછલીઓને મસ્તી કરતી જોવાની મઝા જ કંઇક છે.

પટનીટોપ

પટનીટોપ

હિલ રિસોર્ટ તરીકે જો જમ્મુ કાશ્મીરના કોઇ વિસ્તારને વખાણવામાં આવતો હોય તો તે છે પટનીટોપ. પટનીટોપનો વાસ્તવમાં અર્થ થાય છે "પાટન દા તાલાબ" એટલે કે "રાજકુમારીનું તળાવ". અહીંની સુંદર વાદીઓ અને શાંત વાતાવરણ તમને મંત્રમુગ્ધ કરી દેશે.

હેમિસ

હેમિસ

લેહના દક્ષિણ પૂર્વ તરફ હેમિસ મઠ અને ગોમ્પા મઠ આવેલું છે જે ખૂબ જ આકર્ષક છે. પથ્થરીલા પહાડોની વચ્ચે સફેદ ઊંચા મઠને જોવાની મઝા જ કંઇક બીજી છે. વધુમાં અહીં બુદ્ધની વિશાળ પ્રતિમા જોવા લાયક છે.

પુલવામા

પુલવામા

કાશ્મીરનો "ધાનનો કટોરો" એટલે પુલવામા. આ જિલ્લો ખૂબ જ સુંદર છે. જો તમે અહીં જાવ છો તો અહીંના ઐતિહાસિક મુગલ રોડની મુલાકાત ચોક્કસથી લેજો. જ્યાં તમને અહરબાલ ઝરણું, શિકારગાહ, અરીપાલ નાગ, હુરપૂરા અને મરસાર ઝીલ જોવો મળશે.

અનંતનાગ

અનંતનાગ

અહીં તમને હિંદૂ મુસ્લીમ ધર્મનો અનોખા સંગમ જોવા મળશે. અહીં એક બાજુ જ્યાં ઐતિહાસિક મંદિર છે ત્યાં જ બીજી તરફ આલિશાન મસ્જિદો પણ છે.

કિશ્તવાડ

કિશ્તવાડ

ટ્રેકિંગ માટે આ આખા રાજ્યમાં કિશ્તવાડનું મોટું નામ છે. અહીંના વિશાળ પર્વતો અને શાંત વાતાવરણ તમને ચોક્કસથી ગમશે.

પૂંછ

પૂંછ

આ સુંદર જિલ્લાને "મીની કાશ્મીર"નું ઉપનામ મળ્યું છે. વધુમાં ઐતિહાસિક રીતે પણ આ જગ્યાનું ખાસ મહત્વ છે. અહીંની સુંદરતા જોઇને તમારો બધો થાક ઉતરી જશે.

English summary
Explore something new and different this vacation? Here you can see the beautiful valleys of Jammu and Kashmir, whose names you've probably never heard. So guys this time visit new places of Jammu and Kashmir. There are 10 very special places for you to explore in Jammu and Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X