For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કન્યાકુમારી જવાનું વિચારો છો, તો આ વાંચો.

|
Google Oneindia Gujarati News

માર્ચ મહિનોનો અંત આવી ગયો છે તો ક્યાં જવાના છો આ વખતના ઉનાળુ વેકેશનમાં. વિચારમાં પડી ગયા. જો તમને દરિયા કિનારો ગમતો હોય તો તમારે કન્યાકુમારી તો જવું જ રહ્યું. અને જો તમે ક્યારેય દક્ષિણ ભારત તરફ ના ગયા હોય તો બસ થઇ ગયું નક્કી. ટિકિટ બૂક કરાવી લો અને સામન બાંધી થઇ જાવ તૈયાર.

એટલું જ નહીં અમે પણ તમારી મદદ કરશું. ગુગુલમાં કન્યાકુમારીમાં શું શું જોવાની જગ્યા છે તે ચેક કરવાની જહેમત ના ઉઠાવતા કારણ કે અમે અહીં તમને બધું જ કહીશું. ક્યારે, કેવી રીતે જવું અને શું શું જોવું તે બધુ જ અમે તમને અહીં જાણાવીશું.

જો હાલ તમે ના પણ જવાના હોય તો આ આર્ટીકલ કરી રાખો સેવ. જેથી કરીને જ્યારે પણ તમે કે તમારા કોઇ મિત્ર કન્યાકુમારી જવાનું વિચારે તો તેમને ત્યાં શું શું જોવું તે સરળતાથી ખબર પડે. તો પછી એક પછી એક સ્લાઇડર ફેરવતા જાવ અને જાણી લો ક્યાં શું જોવા જેવું છે કન્યાકુમારીમાં.

કન્યાકુમારી મંદિર

કન્યાકુમારી મંદિર

આ શહેરનું નામ જે મંદિર પરથી પડ્યું છે તેવું પ્રસિદ્ધ કન્યાકુમારી મંદિર જોવા લાયક છે. અહીં બિરાજમાન કન્યાકુમારીને પાર્વતી દેવીનો અવતાર માનવામાં આવે છે. વધુમાં કહેવાય છે કે માતાજી અહીં, ભારતના દક્ષિણ ભાગના સમુદ્ર તટનું રક્ષણ કરે છે.

વિવેકાનંદ સ્મારક

વિવેકાનંદ સ્મારક

સમુદ્રની વચ્ચો વચ એક મોટા ખડક પર સ્વામી વિવાનંદની મૂર્તિને મૂકવામાં આવી છે. સાધનાની અવસ્થામાં બેસેલા વિવેકાનંદની આ મૂર્તિ ખૂબ જ રમણીય છે. અહીં પહોંચવા માટે ફેરી સર્વિસ ચાલુ છે.

ગાંધી સ્મારક

ગાંધી સ્મારક

કન્યાકુમારી પાસે ગાંજી સ્મારક આવેલું છે ગાંધીજીના અસ્થિકળશને અહીં રાખવામાં આવ્યા હતા. આ સ્મારકમાં ગાંધીજીના જીવન સંબંધિત અનેક ચીજો રાખવામાં આવી છે. આ સ્થળ પણ જોવા લાયક છે.

ગુગનંત સ્વામી મંદિર

ગુગનંત સ્વામી મંદિર

100 વર્ષ જૂનુ આ મંદિર ચોલ્ય રાજાઓએ બનાવ્યું છે.

કવિ તિરુવલ્લુવરની પ્રતિમા

કવિ તિરુવલ્લુવરની પ્રતિમા

સાગર તટથી થોડે દૂર ખડક પર એક વિશાળ પ્રતિમા ધ્યાન આકર્ષિત કરે તેવી છે. જે તમિલ સંત કવિ તિરુવલ્લુવરની છે. 5000 અર્વાચીન મૂર્તિશિલ્પકારોએ આ મૂર્તિને બનાવી છે. તેની ઉંચાઇ 133 ફૂટ છે. જે કવિ તિરુવલ્લુવર દ્વારા રચિત કાવ્ય ગ્રંથ તિરુવકુરલના 133 અધ્યોનું પ્રતીક સ્વરૂપ છે.

વિવેકાનંદ રોક મેમોરિયલ

વિવેકાનંદ રોક મેમોરિયલ

1892માં સ્વામી વિવેકાનંદ જ્યારે કન્યાકુમારી આવ્યા હતા ત્યારે એક દિવસ તે તરીને એક વિશાળ શિલા પર પહોંચ્યા. અને તેમને આ નિર્જન શિલા પર બેસીને સાધના કરી હતી. કહેવાય છે કે અહીં જ તેમને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હતું. ત્યારે 1970માં વિવેકાનંદ સ્મારક બનાવામાં આવ્યું હતું.

ઉદયગિરિ કિલ્લો

ઉદયગિરિ કિલ્લો

કન્યાકુમારીથી 34 કિલોમીટર દૂર રાજા માર્તડ વર્માનો 18મી સદીમાં બનેલા કિલ્લો આવેલો છે જે પણ જોવા લાયક છે.

નાગરકોઇલ

નાગરકોઇલ

ત્રિવેન્દ્રમ માર્ગ પરથી 13 કિલોમીટર દૂર અહીંનું સુપ્રસિદ્ઘ મંદિર નાગરકોઇલ આવેલું છે. નાગરાજના આ મંદિરમાં નટરાજ અને વિષ્ણુની મૂર્તિ જોવા લાયક છે.

સુચિંદ્રમ

સુચિંદ્રમ

કન્યાકુમારીથી 13 કિલોમીટર દૂરી પર 9મી શતાબ્દીમાં બનાવાયેલા આ મંદિરમાં ખૂબ જ કલાત્મક કલાકારીગરી કરી છે. જે દેખવા લાયક છે.

વાયુ માર્ગ દ્વાર

વાયુ માર્ગ દ્વાર

જો તમે હવાઇ યાત્રા કરીને કન્યાકુમારી પહોંચવા માંગતા હોવ તો સૌથી નજીકનું હવાઇ મથક ત્રિવેન્દ્રમ છે. ત્રિવેન્દ્રમથી કન્યાકુમારી 93 કિલોમીટર દૂર છે.

રેલથી કન્યાકુમારી

રેલથી કન્યાકુમારી

દેશના તમામ મોટા ભાગોથી કન્યાકુમારી જોડાયેલું છે. જેમાં પ્રમુખ રેલ સેવાઓ છે 6318 હિમસાગર એક્સપ્રેસ, 1081 કન્યાકુમારી એક્સપ્રેસ અને 6788 મદુરૈલિંક એક્સપ્રેસનો સમાવેશ થાય છે

સડક માર્ગથી કેમ જશો કન્યાકુમારી

સડક માર્ગથી કેમ જશો કન્યાકુમારી

દક્ષિણ ભારતના તમામ પ્રમુખ શહેરોથી કન્યાકુમારી જવાની સારી બસ સેવા ઉપલબ્ધ છે.

કન્યાકુમારીમાં ક્યાં રોકાશો

કન્યાકુમારીમાં ક્યાં રોકાશો

કન્યાકુમારીમાં અનેક જાણીતી હોટલો આવેલી છે જે તમે જાણીતી ટ્રાવેલિંગ વેબસાઇટમાં જોઇને બૂક કરાવી શકશો.

ક્યારે જશો કન્યાકુમારી

ક્યારે જશો કન્યાકુમારી

ઓક્ટોબર થી નવેમ્બર કન્યાકુમારી જવા માટેનો શ્રેષ્ઠ સમય છે.

English summary
Kanyakumari, which was famous as “Cape Comorin” in the past, is situated in Tamil Nadu, India. The town is located at the southernmost tip of Indian mainland. Kanyakumari rests at the position where the Indian Ocean, the Bay of Bengal and the Arabian Sea join.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X