For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: દુનિયાથી અળગા ભારતના આ સ્થળોની મુલાકાત જરૂરી છે

|
Google Oneindia Gujarati News

[પ્રવાસન] જો આપ આપના વ્યસ્ત જીવનથી થાકી ગયા હોવ, આપ ઇમેઇલ અને એસએસએસનો રિપ્લાય કરી કરીને કંટાળી ગયા હોવ. શહેરના શોર-બકોરમાં આપ પરેશાન થઇ ચૂક્યા હોવ તો અમે આપને એવા સ્થળોની મુલાકાત કરાવવા લઇ જઇ રહ્યા છીએ જ્યાં આપ ઇમેઇલ, એસએમએસ વગેરેની ટેંશનથી દૂર થઇ જશો.

આ રળિયામણા સ્થળો પર માત્રને માત્ર આપ અને આપનો પાર્ટનર જ હશે. અમે આપને જે સ્થળોની વાત કરી રહ્યા છીએ તે વિસ્તાર, પ્રદેશો હજી પણ દુનિયાથી અલાયદા છે, પરંતુ તેની પ્રાકૃતિક સુંદરતા જોવા લાયક છે. અમે આપને આવા જ સ્થળોની મુલાકાત કરાવવા લઇ જઇ રહ્યા છીએ, જ્યા આવીને આપ પરમશાંતિનો અનુભવ કરશો.

એક વાર જરૂર આવો અહીં

એક વાર જરૂર આવો અહીં

અંડમાન નિકોબાર દ્વીપ સમૂહનું સીક્લૂડેડ આઇલેંડ બીચ. અંડમાન નિકોબાર ખુદમાં દુનિયાથી એક અલાયદુ પણ ભારતનો અંગ છે. અત્રે 300થી પણ વધારે આઇલેંડ આવેલા છે જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.

રાજસ્થાનની સુંદરતા

રાજસ્થાનની સુંદરતા

રાજસ્થાન ખુદમાં સુંદરતાની મિસાલ છે. એવામાં થાર મરુભૂમિમાં ઊંટની સવારી આપના આનંદમાં વધારો કરે છે.

લદ્દાખનું બૌદ્ધ ભિક્ષુ આશ્રમ

લદ્દાખનું બૌદ્ધ ભિક્ષુ આશ્રમ

જો આપ થોડી શ્રદ્ધા અને આસ્થાવાળા છો તો આપને એક વાર લદ્દાખ જરૂર જવું જોઇએ. જ્યાના પહાડોની વચ્ચે વસેલા બૌદ્ધ ભિક્ષુઓના આશ્રમ આકર્ષણનું કેન્દ્ર છે. ખાસ કરીને જૈનસંકરનું હિમિસ, થીકસી અને ફૂલટલ.

જુઓ પ્રકૃતિનું અસલી રૂપ

જુઓ પ્રકૃતિનું અસલી રૂપ

જો આપ ફરવાના શોખીન છો તો એક વાર ચોક્કસ કેરળ ફરવા માટે જાવો. અત્રેના અલ્પુષ્પાની સુંદરતા જોવા લાયક છે. આ વિસ્તાર છેવાડાનો છે. પરંતુ હરિયાળીમાં તેનો કોઇ તોડ નથી.

કચ્છનું રણ

કચ્છનું રણ

કચ્છમાં આવેલું રણ સફેદ રણ તરીકે પણ ઓળખાય છે. તે જિલ્લાની ઉત્તર તથા પૂર્વમાં ફેલાયેલું છે. અત્રે મીઠાની ચાદર ફેલાયેલી છે. અત્રેના રણોત્સવમાં ભાગ જરૂર લેવો જોઇએ, ત્યારે આપને અહીં સુંદરતા જોવા મળશે.

મેઘાલયની ગુફાઓ

મેઘાલયની ગુફાઓ

મેઘાલયની ગુફાઓનો પ્રદેશ છે. અત્રે નાની-મોટી ઘણી ગુફાઓ છે જે અત્યાર સુધી પ્રવાસીઓની નજરોથી બચેલી છે.

English summary
If you’re tired of feeling like you’re on a virtual leash replying to emails and texts, or feeling like the noise of everydayness is wearing you out; we have the perfect list of places in India that you can stay lost in.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X