For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બારે માસ મુંબઇમાં શોપિંગ કરવાના બેસ્ટ ડેસ્ટિનેશન

By Staff
|
Google Oneindia Gujarati News

ભારતના પશ્ચિમ તટ પર સ્થિત મુંબઇ ભારતીય રાજ્ય મહારાષ્ટ્રની રાજધાની છે જેને માયાનગરી, સિનેમાનગરી અને સપનાના શહેર જેવા નામથી પણ ઓળખાવમાં આવે છે. વર્તમાનમાં ભારતની આર્થિક રાજધાની મુંબઇ પોતાના ફેશન, આકર્ષક જીવનશૈલી, બોલીવુડ અને કંઇક બહુત પ્રસિદ્ધ સિને કલાકારોના ઘરો માટે પણ જાણીતું છે. મુંબઇના વ્યવસાયિક અવસર, અને ઉચ્ચ જીવન સ્તર આખા ભારતવર્ષના લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે, જેના કારણે આ નગર વિભિન્ન સમાજો અને સંસ્કૃતિઓનું મિશ્રણ બની ગયું છે.

નોંધનીય છે કે દિવાળીના નજીક હોવાના કારણે આજે પોતાના આ લેખ દ્વારા અમે આપને અવગત કરાવવા જઇ રહ્યા છીએ મુંબઇના એ સ્થાનોથી જ્યાં જઇને આપ શોપીંગ કરી શકશો. એક વાત તો છે કે નાના હોય કે મોટા દરેક જણ શોપિંગના તો રસિયા હોય છે. હવે જ્યારે વાત સસ્તા શોપિંગની આવે તો આજે મુંબઇમાં એવા ઘણા સ્થળો છે જ્યાં લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યા છે. તો આવો હવે રાહ શેની, અમારા લેખ દ્વારા જાણો કે મુંબઇમાં રહેતા આપ શોપિંગ માટે ક્યાં ક્યાં જઇ શકો છો.

લિંકિંગ રોડ માર્કેટ
આપને લિંકિંગ રોડ માર્કેટ પર જાત-જાતની અને ભાત-ભાતની વેરાઇટીઝ જોવા મળી જશે. અત્રે મુખ્ય રોડની બંને બાજું એવી દુકાનો છે જ્યાં આપને પારંપરિંક વસ્ત્રો ઉપરાંત વેસ્ટર્ન વસ્ત્રો પણ મળી જશે. આ ઉપરાંત આપ ઇચ્છો તો આપ અહીંથી શૂઝ, ઘડિયાળ, બેગ અને પર્સ જેવા સામાન પણ ખરીદી શકો છો. ભોજનના મામલામાં પણ આ સ્થાન કોઇનાથી ઓછું નથી.

કોલાબા કૉજવે
જો આપ મુંબઇ એ સ્થાન છે જ્યાંથી ભારતમાં ફેશન પ્રારંભ થાય છે તો કોલાબા કૉજવે એ સ્થાન છે જ્યાંથી શોપિંગ પ્રારંભ થાય છે.
માત્ર એટલું જ નહીં, અત્રે સ્ટ્રીટ શોપિંગ એટલી ફેમસ છે કે આ ક્ષેત્રના બ્રાંડ શોરૂમમાં ખૂબ જ ઓછા લોકો આવે છે જેના કારણે અત્રેનો વ્યાપાર વધારે નથી ચાલતો. કૉજવે વિભિન્ન સ્થાનો જેવા કે ગેટવે ઓફ ઇન્ડિયા, વિક્ટોરિયા ટર્મિનસ, પ્રતિષ્ઠિત રીગલ સિનેમા અને લિયોપોલ્ડ કેફેની પાસે સ્થિત છે. કોજવે તથા તેની આસપાસના વિસ્તારો ફરવા માટે સૌથી સારો ઉપાય છે પગપાળા જ જવું.

ફેશન સ્ટ્રીટ
એ લોગો જે મુંબઇની પાસેના શહેરોમાં રહે છે તેઓ માટે શોપિંગની દ્રષ્ટિએ મુંબઇની ફેશન સ્ટ્રીટ કોઇ વરદાનથી ઓછું નથી. ફેશન સ્ટ્રીટ માર્ગ વિક્રેતાઓની એક લાંબી લાઇન છે જેની વિશેષતા ઓછી કિંમતમાં કપડા, ફુટવેર અને એસેસરીઝ ઉપલબ્ધ કરાવવું છે. ફેશન સ્ટ્રીટ મુંબઇના કેટલાંક પ્રસિદ્ધ રેસ્ટોરંટ અને કૉફી હાઉસ જેવા ચર્ચ ગેટમાં સ્થિત ક્રોઇસ્સંટ્સ અને મરીન ડ્રાઇવમાં સ્થિત નોટ જસ્ટ જેજ બાય ધ બેની પાસે આવેલું છે.

લોખંડવાલા માર્કેટ
લોખંડવાલા માર્કેટ, શોપિંગની દ્રષ્ટિએ મુંબઇનું એક અન્ય પોપ્યુલર ડેસ્ટિનેશન છે, જ્યાં આપને ટ્રેંડમાં ચાલનાર કપડા અને એસેસરીઝ યોગ્ય કિંમતે મળી રહેશે. સાથે જ આ સ્થાન સ્ટ્રીટ ફૂડ જેમ કે પાણીપૂરી, વડાપાવ અને ભેળપૂરી માટે પણ ઓળખાય છે. આ સ્થાનની ખાસ વાત એ છે કે એ લોકો માટે સ્વર્ગ છે જેમને જંક જ્વેલેરીનો શોખ હોય. બાર્ગેડિંગ કરવામાં એક્સપર્ટ હોવ તો જ અહીં આવો.

હિલ રોડ બાંદ્રા
જો આપ થોડા શાંતિમાં અને સમય લઇને શોપિંગ કરવા ઇચ્છતા હોવ તો હિલ રોડ બાંદ્રા આપની માટે એક મસ્ટ વિજિટ ડેસ્ટિનેશન છે. આ સ્થાનની ખાસ વાત એ છે કે અત્રે આપને જે પણ સામન મળશે તે આખા શહેરમાં આપ તેને ક્યાંય નહીં જુવો. એવું એટલા માટે કે આ સ્થાનની ગણતરી ભારતના એ સ્થળોમાં થાય છે જ્યાથી દેશમાં ફેશનની શરૂઆત થાય છે. અહીં પણ આપનામાં બાર્ગેડિંગ સ્કીલ હોવી જરૂરી છે.

diwali
English summary
Shopping is like pilgrimage for women! Check out the shopping destinations in Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X