For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયાના આ બેસ્ટ અને સુંદર સરોવર ચોક્કસ આપનું મન મોહી લેશે

|
Google Oneindia Gujarati News

પ્રકૃતિની સુંદરતાને નિહાળવી કોને ના ગમે. દુનિયામાં એવી અઢળક જગ્યાઓ છે, જેને કુદરતે અદભુત સુંદરતા બક્ષી છે. તેમાંથી એક છે સુંદર સરોવરોનો સંસાર. સરોવર આપણા માટે કોઇ ઉપહારથી ઓછું નથી, જેનું આપણે જતન કરવાની જરૂર છે.

પરંતુ આજના આ ભાગમભાગ જીવનમાં ક્યાંય જવું, કોઇ સ્થળની સુંદરતાથી વાકેફ થવું સંભવ નથી બની શકતું. લોકો પોતાની વ્યસ્તતાની વચ્ચે પ્રકૃતિ સાથે મળવાનો સમય જ નથી નીકાળી શકતા. વૃક્ષો, પહાડ, ઝરણા, જંગલ, નદી તમામ પ્રકૃતિના આકર્ષક નમૂના છે. જ્યાં આપણું ધ્યાન હંમેશા ખેચાઇ જાય છે.

જો સુંદર સરોવરોની વાત કરીએ તો વિશ્વના ઘણા દેશોમાં સરોવરનું એક સુંદર નજારો છે. કેટલાંક માણસોની વચ્ચે છે, તો કેટલાંક આપણી આંખોથી ઘણે દૂર નિર્મળ અને શાંત સ્થળે છે. માટે આજે અમે આપના માટે લઇને આવ્યા છીએ, દુનિયાના કેટલાંક સુંદર સરોવરો જ્યાં આપ એક વાર તો ચોક્કસ જવાનું મન બનાવશો.

દુનિયાના આ બેસ્ટ અને સુંદર સરોવરની તસવીરી ઝલક...

પેહોએ સરોવર

પેહોએ સરોવર

ચિલીમાં આવેલ આ સરોવર પ્રકૃતિનું બેજોડ નમૂનો છે. તેની ચારેય તરફ પહાડો અને ઘાસના મેદાનો મનોહર દ્રશ્ય ઉપસાવે છે.

ગૈરીબલ્દી સરોવર

ગૈરીબલ્દી સરોવર

કેનેડાનું આ સરોવર પોતાની આસપાસના વાતાવરણના કારણે ખૂબ જ સુંદર દેખાય છે. તેની આસપાસ આવેલા પહાડો, ગ્લેશિયર, જંગલ, વિભિન્ન પ્રકારના ફુલ, ઝરણા તેની સુંદરતામાં વધારો કરે છે.

તાહોએ સરોવર

તાહોએ સરોવર

આ તળાવ કેલિફોર્નિયા અને નેવાદાના બોર્ડરની વચ્ચે છે. તાહોએ તળાવ ઉત્તર સરોવર ઉત્તર અમેરાકાનું સૌથી મોટું પર્વતીય સરોવર છે.

હાલસ્ટાટ સરોવર

હાલસ્ટાટ સરોવર

ઓસ્ટ્રિયાનું આ સરોવર પોતાના સાફ પાણી અને ચારેય તરફ આહલાદ્દક શાંતિના કારણે ખૂબ જ જાણીતું છે.

બ્લેડ સરોવર

બ્લેડ સરોવર

યૂરોપના સ્લોવેનિયાનું આ સરોવર કૂદરતી સુંદરતાનું બેજોડ નમૂનો છે. ઝીલમાં પહાડોના દેખાતા પ્રતિબિંબ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. તે અત્રે આવનારા પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે.

ફાઇવ-ફ્લાવર લેક

ફાઇવ-ફ્લાવર લેક

આ સરોવર ચીનના જ્યૂહાગો નેશનલ પાર્કનું સૌથી મોટું અંગ છે. આ તળાવમાં પ્રકૃતિની કેટલાંક સુંદર રંગો છે, જેના કારણે તેનું નામ ફાઇવ-ફ્લાવર લેક પડી ગયું. તેમાં રહેલા ફૂલોના કારણે તે આવા રંગનું દેખાય છે.

ક્રેટર અથવા વોલ્કાનિક સરોવર

ક્રેટર અથવા વોલ્કાનિક સરોવર

અમેરિકાના સુંદર સરોવરમાંનું એક છે આ ક્રેટર સરોવર. આ સરોવર પોતાના સાફ, પારદર્શી અને ઊંડા પાણીના કારણે લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે.

મોરેન સરોવર

મોરેન સરોવર

સુંદર આસમાની રંગનું આ સરોવર કેનેડામાં આવેલું છે. તેનો આ રંગ ગ્લેશિયરના પાણીના કારણે છે. આ સરોવર અત્રેનું આકર્ષણનું કેન્દ્ર છે. તેના સ્વચ્છ પાણીમાં દેખાતા ઊંચા ખડકો ખૂબ જ સુંદર દ્રશ્ય ઊભુ કરે છે.

પ્લિટવાઇસ સરોવર

પ્લિટવાઇસ સરોવર

ક્રોસિયાના લીકા વિસ્તારમાં આવેલ આ તળાવ ચારે તરફથી પહાડોની શ્રેણીથી ઘેરાયેલ છે. અત્રેની હરિયાળી જોતા જ બને છે.

પેયટો સરોવર

પેયટો સરોવર

કેનેડાના બેન્ફ નેશનલ પાર્કમાં આવેલ આ સરોવર પોતાના રંગના કારણે લોકોને પોતાની તરફ ખૂબ જ આકર્ષિત કરે છે. તેનો આ રંગ ગ્લેશિયરના પાણીના કારણે છે.

English summary
Nature and it’s beauty have always attracted mankind.Nature not only soothes the eyes but also the soul.Here are 10 world's most beautiful lakes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X