For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તર ભારતના આ ટોપ 10 હિલ સ્ટેશનની મુલાકાત લેવી રખે ચુકતા

|
Google Oneindia Gujarati News

સામાન્ય રીતે આપણે જ્યારે ફેમિલી પ્રવાસનું આયોજન કરવાનું વિચારતા હોઇએ કે પછી હનિમૂન પર જવાનું વિચારતા હોઇએ તો આપણે હંમેશા કોઇ દરિયા કિનારો કે પછી કોઇ હિલ સ્ટેશનનો પ્રવાસ ખેડવાનું વિચારતા હોઇએ છીએ. લોકોને હિલ સ્ટેશન પર જવું એટલા માટે ગમતું હોય છે કે તે સમુદ્રની સપાટી કરતા ઘણું ઊંચે આવેલું હોય છે, જ્યાં એક અલગ જ દુનિયા વસેલી હોય છે. જ્યાં ચોતરફ હરિયાળી જ હરિયાળી હોય છે. કેટલાંક હિલ સ્ટેશનો પર ઝરણા હોય છે, તળાવ હોય છે, સનસેટ પોઇંટ હોય છે, સન રાઇઝ, લવ પોઇન્ટ, ઇકો પોઇન્ટ ઉપરાંત ઐતિહાસિક મંદિરો પણ હોય છે. આ બધી વસ્તુઓને એક સાથે જોવાનો એક અનેરો આનંદ હોય છે.

અમે અમારા આ લેખમાં આપના માટે લઇને આવ્યા છીએ ભારત ભરમાં આવેલા સૌથી બેસ્ટ હિલ સ્ટેશન. આ લેખને વાંચીને આપ એ સરળતાથી નક્કી કરી શકશો કે આપે ફેમિલી ટૂર કે હનિમૂન ટૂર કયા હિલ સ્ટેશન પર કરવી છે. અહીં અમે આપના માટે માહિતી આપી છે ઉત્તર ભારતમાં આવેલા જોવા લાયક બેસ્ટ હિલ સ્ટેશન અંગે.

આવો જોઇએ ઉત્તર ભારતના બેસ્ટ જોવાલાયક હિલ સ્ટેશન...

નૈનિતાલ

નૈનિતાલ

નૈનિતાલ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ઉત્તરાંચલ રાજ્યના નૈનિતાલ જિલ્લામાં આવેલું છે. નૈનિતાલ નૈનિતાલ જિલ્લા નું મુખ્ય મથક છે. આ સ્થળ બાહ્ય હિમાલયની કુમાંઉ પર્વતમાળામાં સમુદ્ર સપાટીથી ૧૯૩૮મી ઊંચાઈએ આવેલ છે. નૌનિતાલ એ પર્વતની ખીણના ડોળવ પર પેરના આકારના તળાવની આસપાસ વસેલું છે.આ તળાવનો પરિઘ ૨ માઈલ જેટલો છે. આની સાપાસના ઊંચું નૈના (૨૬૧૫મી) ઉત્તરે, દેવપથ ૨૪૩૮ પશ્ચિમે અને આયરપથ ૨૨૭૮ દક્ષિણમાં આવેલા શિખરો છે. ઉંચાઈપર આવેલા શિખરો પરથી દક્ષિણતરફ આવેલ વિશાળ મેદાનઅને ઉત્તરતરફ પર્વતમાળા અને તેનાથી પરે હિમાચ્છદિત હિમાલયના પર્વતની મધ્ય અક્ષ પર આવેલા શિખરોનું સુંદર દ્રશ્ય જોઈશ્કાય છે.

શિમલા

શિમલા

હિમાચલ પ્રદેશ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલું રાજ્ય છે. તેનું પાટનગર શિમલા છે. આ ઉપરાંત શિમલા ખાતે શિમલા જિલ્લાનું મુખ્ય મથક પણ આવેલું છે. આ રાજ્યનો લગભગ આખોય પ્રદેશ હિમાલય અને શિવાલિક પર્વતમાળાથી છવાયેલો છે. આ પર્વતોમાં સહેલાણીઓને ઉનાળાના તાપથી બચાવતા વિવિધ પર્યટન સ્થળો આવેલાં છે. આ સ્થળોમાં શિમલાની દેશના પ્રથમ હરોળના ગિરિનગરમાં ગણના થાય છે. બ્રિટિશ રાજ વખતે અંગ્રેજો ઉનાળા દરમિયાન દેશની વડી કચેરીઓને શિમલા ખસેડી ત્યાંથી જ બધો વહીવટ કરતા હતા. આ કારણે અવારનવાર આવનજાવન માટે કાલકા - શિમલા નેરોગેજ રેલ્વે માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જે આજે પણ ઇજનેરી બાંધકામની રીતે બેજોડ છે.

મનાલી

મનાલી

મનાલી (ઊંચાઈ. ૧,૯૫૦ મી અથવા ૬,૩૯૮ ફૂટ), એ ભાતના હિમાચલ પ્રદેશમાં આવેલ બિયાસ નદીના ખીણ પ્રદેશમાં કુલ્લુ ના ખીણની ઉત્તરમાં આવેલ એક હવાખાવાનું સ્થળ છે. રાજ્યની રાજધાની સિમલાથી ઉત્તરે આ શહેર ૨૫૦ કિમી દૂર આવેલું છે. મનાલી એ વહીવટી રીતે કુલ્લુ જિલ્લાનો ભાગ છે. તેની વસતિ અંદાજે ૩૦,૦૦૦ જેટલી છે. આ શહેર લડાખ સુધી જતા પ્રાચીન વ્યાપાર માર્ગનું શરૂઆતી શહેર હતું. આ વ્યાપાર મર્ગ આગળ જઈ કારાકોરમ ઘાટ, યરકંદ અને ખોતન થઈ તારીમના મેદાનોને જઈ મળતો. ભારતીય સંસ્કૃતિમાં મનાલીનું એક આગવું મહત્ત્વ મનાય છે. કહેવાય છે મનાલી ક્ષેત્ર સપ્ત ઋષિ (સપ્તર્ષિ)ઓનું નિવાસ સ્થળ હતું.

કુલ્લૂ

કુલ્લૂ

ભારતના હિમાચલ પ્રદેશનું એક શહેર છે. કુલ્લૂ ઘાટીને પહેલા કુલ્લૂ ઘાટીને પહેલા કૂલંથપીઠ કહેવામાં આવતું હતું. કુલંથપીઠનો શાબ્દિક અર્થ છે રહેવા યોગ્ય દુનિયાનો અંત. કુલ્લૂ ઘાટી ભારતમાં દેવતાઓની ઘાટી રહી છે. હિમાચલ પ્રદેશમાં વસેલ એક સુંદર પ્રવાસન સ્થળ છે કુલ્લૂ. વર્ષોથી તેની સુંદરતા અને હરિયાળી પ્રવાસીઓને તેના તરફ ખેંચતી આવી છે. વિજ નદીના કિનારા પર વસેલ આ સ્થળ ત્યાં ઉજવવામાં આવતી રંગબિરંગી દશેરા માટે પ્રસિદ્ઘ છે. અત્રે 17મી સદીમાં નિર્મિત રઘુનાથજીનું મંદિર પણ છે જે હિન્દુઓનું પ્રમુખ તીર્થ સ્થાન છે. સિલ્વર વેલીના નામથી ઓળખાતું સ્થળ માત્ર સાંસ્કૃતિક અને ધાર્મિક નહીં પરંતુ એડવેંચર સ્પોર્ટ્સ તરીકે પણ જાણીતું છે.

મસૂરી

મસૂરી

મસૂરી એ ભરતના રાજ્ય ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લામાં આવેલું એક શહેર અને નગરપાલિકા છે. આ સ્થળ હિમાલયની તળેટીમાં આવેલું છે અને આને ગિરિ મથકોની રાણી કહે છે. આની પાસે ના શહેર લાંદોરમાં સૈનિક છાવણી છે તે સિવાય આની બાજુમં બારલોગંજ અને ઝારીપની જેવા શહેર આવેલાં છે. સમુદ્ર સપાટીથી ૧૮૮૦મીની ઊંચાઈએ આવેલ અને લીલી વનરાજી ઘેરાયેલ આ ટેકરીઓ એક આદર્શ ગિરિમથક બનાવે છે. આની ઈશાન તરફ હિમાચ્ચાદિત પર્વતો અને દક્ષિણ તરફ દેખાતી દેહરાદૂનનો ખીણ પ્રદેશ આવેલો છે. આથી અહીંના સહેલાણીઓને પરીકથા સમ ભૂમિનો અનુભવ થાય છે અહીંનું સૌથી ઊંચુ સ્થળ લાલ ટિબ્બા ૨૨૯૦મી ની ઊંચાઈએ આવેલું છે.

અલમોડા

અલમોડા

અલમોડા ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ઉત્તરાંચલ રાજ્યના અલમોડા જિલ્લામાં આવેલું છે. અલમોડા અલમોડા જિલ્લા નું મુખ્ય મથક છે. હલ્દ્વાની, કાઠગોદામ તથા નૈનિતાલ થી નિયમિત બસો અલમોડા જવા માટે ચાલે છે. આ બધી બસો ભુવાલી થઇને જાય છે. ભુવાલી થી અલમોડા જવા માટે રામગઢ, મુક્તેશ્વર થઇને જતો માર્ગ પણ છે. પરંતુ અધિકાંશ લોકો ગરમપાની થઇને જતા માર્ગ દ્વારા જવાનું અધિક પસંદ કરે છે, કેમ કે આ માર્ગ અત્યંત સુંદર તથા ટુંકો રસ્તો છે. ભુવાલી, હલ્દ્વાની થી ૪૦ કિ.મી., કાઠગોદામ થી ૩૫ કિ.મી. તથા નૈનીતાલ થી ૧૧ કિ.મી. દૂર આવેલું છે તથા ભુવાલી થી અલમોડા ૫૫ કિ.મી. દૂર આવેલું છે.

ચંબા

ચંબા

ચંબા ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના ચંબા જિલ્લામાં આવેલું નગર છે. ચંબા નગરમાં ચંબા જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. આ નગર રમણીય મંદિરો તેમ જ હસ્તકલા માટે જગતભરમાં નામના ધરાવે છે. રાવી નદીના કિનારે ૯૯૬ મીટરની ઉંચાઇ પર આવેલું ચંબા નગર પહાડોના રાજાઓની પ્રાચીન રાજધાનીનું નગર હતું.

બદ્રીનાથ

બદ્રીનાથ

બદ્રીનાથ ભારત દેશની ઉત્તર દિશામાં આવેલા હિમાલય પર્વતમાળામાં આવેલા ઉત્તરાંચલ રાજ્યમાં આવેલું હિંદુ ધર્મના લોકોનું મહત્વનું તીર્થસ્થળ છે. આ તીર્થધામનો ભારતના ચારધામ અને ઉત્તરાંચલના ચારધામ એમ બંનેમાં સમાવેશ થાય છે. અલકનંદા નદીના કિનારે વસેલા આ તીર્થધામ ખાતે આવેલું મંદિર ભગવાન વિષ્ણુના એક રુપ બદ્રીનારાયણને સમર્પિત છે. આ મંદિરની સ્થાપના ૯મી સદીમાં આદિ શંકરાચાર્યજીએ કરી હતી. બદ્રીનાથ ઋષિકેશથી આશરે ૨૯૪ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે.

રાણીખેત

રાણીખેત

રાણીખેત એ ભારતના ઉત્તરાખંડ રાજ્યના અલમોડા જિલ્લામાં આવેલું એક ગિરિમથક અને છાવણીનું શહેર છે. અહીં કુમાંઉ ક્ષેત્રની સેનાની હોસ્પીટલ આવેલી છે. આ નગર નાગા રેજિમેંટનું ઘર છે અને તેને ભારતીય સેના દ્વારા સંભાળાય છે. રાણીખેત સમુદ્ર સપાટીથી ૧૮૬૯મી ની ઊંચાઈએ આવેલું છે. અહીંથી હિમાલયની પશ્ચિમ ટેકરીઓ જોઈ શકાય છે.

ગુલમર્ગ

ગુલમર્ગ

ગુલમર્ગ જમ્મુ અને કાશ્મીરનું એક સુંદર હિલ સ્ટેશન છે. તેની સુંદરતાના કારણે તેને ધરતીનું સ્વર્ગ પણ કહેવામાં આવે છે. આ દેશના પ્રમુખ પ્રવાસન સ્થળોમાંથી એક છે. ફૂલોના પ્રદેશના નામથી જાણીતું આ સ્થાન બારામૂલા જિલ્લામાં સ્થિત છે. અત્રેના હર્યા-ભર્યા ઢોળાવ સહેલાણીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. સમુદ્રની સપાટીથી 2730 મી.ની ઊંચાઇ પર વસેલ ગુલમર્ગમાં શિયાળાની ઋતુ દરમિયાન અત્રે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.

English summary
The most visited Hill stations in North India, take a tour with pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X