For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વના 10 સ્થળો જે છે આશ્ચર્યજનક

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 મેઃ વિશ્વ સુંદરતા અને મનોરમ દ્રશ્યોથી ભરેલું છે. વિશ્વના કોઇપણ ખૂણે આપણે જઇએ આપણને એકથી એક સુંદરતાનું નિર્માણ કરેલું જોવા મળે છે. ભારત હોય કે પછી વિદેશનું કોઇપણ દેશ કુદરતે રચેલું સૌંદર્ય કે પછી માનવ નિર્મિત સર્જન જોઇને આપણી આખો અવાક રહી જાય છે. આપણે જ્યારે પણ પ્રવાસને નિકળીએ છીએ ત્યારે એક પ્રવાસી તરીકે આપણે એ પ્રવાસન સ્થળોની મુલાકાત જરૂરથી લઇએ છીએ, જેની સાથે તેનો ઇતિહાસ ગુંથાયેલો હોય. આવા અનેક સ્થળો વિશ્વના ખૂણે ખૂણે છૂપાયેલા છે.

આવા જ કેટલાક સ્થળોને ધ્યાનમાં રાખીને વિશ્વની સૌથી મોટી પર્યટન માર્ગદર્શન કંપની લોનલી પ્લેનેટ દ્વારા એક પુસ્તક જારી કરવામાં આવ્યું છે, જેમાં વિશ્વના 50 આશ્ચર્યજનક એકાંત અને મનોરમ દ્રશ્યોવાળા સ્થળો અંગે જણાવવામાં આવ્યું છે. ચોક્કસપણે આ સ્થળો અંગે વાંચીને તમે એ સ્થળોની મુલાકાત લેવાની યોજના બનાવી શકો છો. તો ચાલો તસવીરો થકી 10 આશ્ચર્યજનક અને સુંદર સ્થળો અંગે જાણીએ.

વિક્ટોરિયા ધોધ, ઝિમ્બાવ્વે

વિક્ટોરિયા ધોધ, ઝિમ્બાવ્વે

ઝિમ્બાવ્વે અને ઝામ્બિયાની સીમા પર સ્થિત 1.7 મીટર પહોળો અને 108 મીટર ઉંચું આ ઝરણુ ઘુંધ બનાવે છે, જેને 20 કિ.મી દૂરથી જોઇ શકાય છે. આ ઝરણું જામ્બિયાના મોસી-ઓઆ-તુન્યા રાષ્ટ્રીય પાર્ક અને ઝિમ્બાવ્વેના વિક્ટોરિયા જલપ્રપાત નેશનલ પાર્કનો ભાગ છે. તમે આ ઝરણા સાથે ઇન્દ્રધનુષનું મનોરમ દ્રશ્ય જોઇ શકો છો.

મહાન દરાર ઘાટી, ઇથોપિયા

મહાન દરાર ઘાટી, ઇથોપિયા

ઇથોપિયાની મહાન દરાર ઘાટી વિશ્વની સૌથી મોટી દરાર ઘાટી છે. આ લાલ સાગરથી 6 હજાર કિ.મી નીચેથી લઇને માલાવી ઝીલથી 74 કિ.મી ઉપર સુધી ફેલાયેલી છે. તેનો ઢાળ સૌથી ઉંચો છે, જેની ઉંચાઇ 1.6 કિ.મી કરતા વધારે છે.

જોઇન્ટ્સ કૉઝવે, ઉત્તરીય આયર્લેન્ડ

જોઇન્ટ્સ કૉઝવે, ઉત્તરીય આયર્લેન્ડ

આ વિશાળકાય સેતુ એક પ્રાચીન જ્વાળામુખી વિસ્ફોટના પરિણામ સ્વરૂપ બનેલા 40 હજાર ગાઢ બસાલ્ટ સ્તંભોનો વિસ્તાર છે. તેની વિશેષતા છેકે આ બસાલ્ટ મોટાભાગે ષટકોણ આકારમાં છે. કહેવામાં આવે છેકે આ વિશાળ પ્રાયદ્વીપ એક ગુસ્સે ભરાયેલા અસુરે બનાવ્યો હતો.

તાજમહેલ, ભારત

તાજમહેલ, ભારત

આ સંગેમરમરમાંથી બનેલો મકબરો છે. જેને વિશ્વની સૌથી સુંદર ઇમારત માનવામાં આવે છે. આ ઇમારત મોગલ બાદશાહએ પોતાની બેગમ મુમતાજ મહેલની યાદમાં બનાવ્યો હતો.

ટેરાકોટા આર્મી, ચીન

ટેરાકોટા આર્મી, ચીન

આ ચીનના પહેલા શાસક કિન શી હુઆંગની મૂર્તિ સેના છે, જેમાં 8 હજારથી વધારે સૈનિક, 130 રન અને 670 ઘોડા છે. તેનુ નિર્માણ ચીના પહેલા સમ્રાટના મૃત્યુ બાદ તેમની રક્ષાના વિશ્વાસથી કરવામાં આવ્યું હતું.

ચીનની દીવાલ

ચીનની દીવાલ

ચીનની વિશાળ દિવાલ વિશ્વની સૌથી મોટી દિવાલ છે. આ પર્વતો પર 6500 કિ.મીના ક્ષેત્રમાં ફેલાયેલું છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય બહારી હુમલાખોરોથી દેશની રક્ષા કરવાનો હતો.

નગોરોનગોરો ક્રેટર, તંજાનિયા

નગોરોનગોરો ક્રેટર, તંજાનિયા

આ વિશ્વનો સૌથી મોટો જ્વાળામુખીકુંડ છે. તેની ઉંડાઇ 610 મીટર અને 260 વર્ગ-કિ.મી છે. આ લુપ્તપ્રાય પ્રજાતિઓ અને પશુઓ માટે સ્વર્ગ છે.

કિલાઉએ, હવાઇ

કિલાઉએ, હવાઇ

હવાઇના કિલાઉએ જ્વાળામુખી ત્રણ દશકાઓથી વધુ સમયથી સતત વિસ્ફોટિત થઇ રહ્યા છે.

હાગિયા સોફિયા, તુર્કી

હાગિયા સોફિયા, તુર્કી

હાગિયા સોફિયા અથવા આયાસોફિયા પહેલા ઓર્થોડોક્સ ચર્ચ હતું, જેને 1453માં મસ્જિદમાં બદલી નાંખવામાં આવ્યું. બાદમાં 1935માં કમાલ અતાતુર્કે તેને ચર્ચ અને મસ્જિદના સ્વરૂપનો નષ્ટ કરી આ સંગ્રહાલય બનાવી દેવામાં આવ્યું. તેની વિશેષતા તેની સંરચના છે, જે ભૂકંપમાં પણ સ્થિર રહે છે.

પોટાલા પેલેસ, તિબ્બટ

પોટાલા પેલેસ, તિબ્બટ

આ મહેલની વાસ્તુકળા અદભૂત છે. આ દલાઇલામાનું આધ્યાત્મિક ઘર છે. સમુદ્ર તટથી તેની ઉંચાઇ 3700 મીટર કરતા વધારે છે. તેમાં 13 માળ અને 100થી વધારે રૂમો છે.

English summary
There are 10 amazing places in the world
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X