For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતનો ભવ્ય ઇતિહાસ, આ 10 શાનદાર હોટલોમાં

|
Google Oneindia Gujarati News

ભારત એક ભવ્ય ઇતિહાસ ધરાવતો દેશ છે. ભારતના રાજા મહારાજા, તેમના ભવ્ય કિલ્લાઓ, તેમના ભવ્ય રાજમહેલો અને તેમાં છૂપાયેલી ભારતની અસ્મિતા ખરેખરમાં જોવા લાયક છે. જો કે સમયની માંગના કારણે આજે આ રાજમહેલોને સુપ્રસિદ્ધ હોટલો બની ગયા છે.

જો કે આજે આ મહેલો ભલે હોટલ બની ગયા હોય પણ તેમ છતાં તેમનો ભવ્ય ઇતિહાસ અહીંથી રદ્દ નથી કરવામાં આવ્યો. આજે પણ આ હોટલમાં ભારતના ભવ્ય ઇતિહાસ સાચવી રાખવામાં આવ્યો છે.

આ હોટલોમાં જ્યાં કેટલાક લોકો માટે ભારતના ભવ્ય ઇતિહાસની યાદો છે ત્યાં જ બીજી તરફ કેટલાક લોકો માટે આ હોટલો મનોરંજન અને સુખ સુવિધાની સંપન્ન જગ્યા છે.ત્યારે આજે અમે તમને ભારતની આવી જ કેટલીક પ્રસિદ્ધ હોટલોની માહિતી આપશું છે જે આવી જ ઐતિહાસિક ધરોહર ધરાવે છે. તો જુઓ આ ફોટોસ્લાઇડર...

ઉમ્મેદ ભવન પેલેસ

ઉમ્મેદ ભવન પેલેસ

જોધપુરના મુખ્ય આકર્ષણોમાંથી એક ઉમ્મેદ ભવન પેલેસ. આ રાજમહેલ મહારાજા ઉમ્મેદ સિંહ દ્વારા બનાવામાં આવ્યો હતો. આ રાજમહેલ લંડનના રોયલ ઇન્સ્ટ્રિટ્યૂટ ઓફ ઓર્કિટેકના અધ્યક્ષ એચ.યૂ.લાંચેસ્ટરે ડિઝાઇન કર્યો હતો. આ હોટલના એક વિસ્તારમાં આજે પણ રાજ પરિવારના લોકો રહે છે. વધુમાં અહીં એક સંગ્રાહલય પણ છે જેમાં તેના ભવ્ય ઇતિહાસને સાચવી રાખવામાં આવ્યો છે.

લેક પેલેસ

લેક પેલેસ

મહારાજા જગત સિંહ બીજા દ્વારા બનાવેલ લેક પેલેસ હાલ જાણીતી ફાઇવ સ્ટાર હોટલ છે. તેના દિવાલો પર સુંદર ચિત્રો બનાવામાં આવ્યા છે. વધુમાં ચાંદની રાતે અહીં બોટની સફરની મઝા જ કંઇક ઓર છે.

સામોદ

સામોદ

સામોદ આ વિશાળ ઐતિહાસિક ભવન હવે એક હોટલ બની ગયું છે. તેની નક્કાશી ભરેલી દિવાલો અને તેની દિવાલો પર કરવામાં આવેલું રંગકામ અનેક પર્યટકોને તેની તરફ આકર્ષે છે.

તાજ મહેલ પેલેસ

તાજ મહેલ પેલેસ

મુંબઇના સૌથી આકર્ષક જગ્યાઓમાંથી એક તાજ મહેલ પેલેસ. આ હોટલેની ગણના ઐતિહાસિક ઇમારતોમાં થાય છે.

ઇંપીરિયલ હોટલ

ઇંપીરિયલ હોટલ

નીચે સફેદ આરસ, ઉપર વિશાળકાય છત અને બર્મી ટીકનું ફર્નીચરવાળી આ શાનદાર કોઠી હાલ એક ફાઇવ સ્ટાર હોટેલ છે. તેનું શાંત વાતાવરણ, પ્રાકૃતિક સુંદરતા આ હોટલને બનાવી દે છે ખાસ.

જય મહેલ પલેસ

જય મહેલ પલેસ

જયપુરના જય મહેલમાં તમને અરબી વાસ્તુકલા અને માહિમ કલાકૃતિવાળી ઐતિહાસિક ઇમારત જોવાલાય છે.

લલિત ગ્રેટ ઇર્સ્ટર્ન કોલકત્તા

લલિત ગ્રેટ ઇર્સ્ટર્ન કોલકત્તા

એશિયાની પહેલી લક્ઝરી હોટેલ એટલે લલિત ગ્રેટ ઇર્સ્ટર્ન. જેને પહેલા "પૂર્વનું ધરેણું" કહેવામાં આવતું હતું. આ હોટલે લાંબા સમયથી દુનિયાના અનેક જાણીતી હસ્તીઓની ફેવરેટ હોટલ છે.

રામબાગ પેલેસ

રામબાગ પેલેસ

કહેવાય છે કે પહેલાના સમયે આ બાગ રાણીએ તેની દાસીને ભેટમાં આપ્યો હતો. આજે આ મહેલની જગ્યાએ એક શાનદાર હોટલ બની ગઇ છે.

ફોર્ચ્યૂન સેર્વાય મસૂરી

ફોર્ચ્યૂન સેર્વાય મસૂરી

ફોર્ચ્યૂન સેર્વાય મસૂરી એક શાનદાર હોટલ છે. અહીંથી દેખાતા આકર્ષક દ્રશ્યો દર વર્ષે અહીં કેટલાય પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. વધુમાં અહીંનું શાંત અને સુંદર વાતાવરણ તમને એક અનોરો આનંદ આપે છે.

કુમારકોમ લેક હોટલ

કુમારકોમ લેક હોટલ

કેરળના કુમારકોલ લેક હોટલ ભારતની શ્રેષ્ઠ લક્ઝરી હોટેલમાંથી એક છે. કેરલના વેમદાનંદ તળાવના કિનારે 25 એકર વિસ્તારમાં ફેલાયેલી આ હોટલ દર વર્ષે અહીંના શાંત વાતાવરણના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓને અહીં ખેંચી લાવે છે.

English summary
India is no doubt one of the most popular destinations in the world for any kind of holiday, be it honeymoon extravaganzas or family outings. However, if you are worried about which hotel/resort to stay at, we have you covered! Take a look at the must-visit hotels in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X