For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પરફેક્ટ "સેલ્ફી" જોઇએ છે? તો ભારતની આ 10 જગ્યાઓ પર જાવ

|
Google Oneindia Gujarati News

કોઇ પણ પ્રવાસ અધૂરો છે એક પરફેક્ટ સેલ્ફી વગર. તે વાત તો તમે પણ સ્વીકારશોને. સરસ મઝાની જગ્યાએ જઇએ ત્યારે એક ક્લિક તો બને છે બોસ.

ત્યારે આજે અમે ભારતની કેટલીક એવી જગ્યાઓની વાત કરશું જે તમારી સેલ્ફીને બનાવશે "પરફેક્ટ". આ ભારતની એવી જગ્યાઓ છે. જે તમારા સેલ્ફીને આપશે "વાઉવ" મૂવમેન્ટ.

અને આજે ભારતની એવી જગ્યાઓની વાત કરશું જ્યાં જઇને તમે તેના કોઇ પણ ખૂણે ઊભો રહીને સ્લેફી પડવાશો તો તમારો સ્લેફી સારો જ આવશે. તો જાણો અમારી સાથે ભારતની આ ટોપ 10 જગ્યાઓ જે તમને અપાવશે પરફેક્ટ સેલ્ફી જોતા રહો આ ફોટો સ્લાઇડર...

તાજ મહેલ, આગ્રા

તાજ મહેલ, આગ્રા

આ એક એવી આઇકોનિક જગ્યા છે જ્યાં તમારે ખાસ કંઇ કરવાનું નથી બસ સરસ તૈયાર થવાનું છે અને એક ક્લિક કરવાનું છે.

Photo Courtesy: Oscar Benito Linares

અથ્થીરાપલ્લી વોટરફોલ, કેરલા

અથ્થીરાપલ્લી વોટરફોલ, કેરલા

પાછળ મસ્ત સફેદ દૂધ જેવા ધોધ પડતો હોય અને તેની સરસ મઝાનો પોઝ મારીને ઉભા હોવ આવા સ્લેફીને લેવા માટે તમારે કેરલાના ત્રિશૂર જિલ્લામાં આવેલ અથ્થરાપલ્લી વોટરફોલ પર જવું પડશે. વધુમાં આ વોટરફોલ કોચીનથી 55 કિલોમીટરના અંતર છે. અહીંની હરિયાળી અને તેની વચ્ચોવચ પડતો આ ધોધ રમણીય છે.

Photo Courtesy: Iriyas

પેન્ગોગ લેક, લડ્ડાખ

પેન્ગોગ લેક, લડ્ડાખ

લડ્ડાખ એક એવી જગ્યા છે જ્યાં તમે સારામાં સારા સેલ્ફી મેળવી શકો છો તેમાં પણ પેન્ગોગ લેકની તો વાત જ નીરાળી છે. બ્લુ પાણી અને કથ્થઇ ડૂંગરા આ પરફેક્ટ લૂક તમને પેન્ગોગ લેક આપશે. તો જો તમે લેહ લડ્ડાખની સફર પર નીકવાના હોવ તો આ જગ્યાએ જવાનું ભૂલશો નહીં

Photo Courtesy: Fulvio Spada

કચ્છનું સફેદ રણ, ગુજરાત

કચ્છનું સફેદ રણ, ગુજરાત

સફેદ ચાદ ઓઢીને સૂતેલી ધરતી એટલે કચ્છનું સફેદ રણ. બિચારો અમિતાભ એમ નેમ નથી કહેતો કે "કુછ દિન તો બિતાવો ગુજરાત મેં". કચ્છના રણની રાત કે દિવસ ગમે તે પળ તમને આ બ્રેકગ્રાઉન્ડ સાથે આપશે પરફેક્ટ સેલ્ફી. તો ક્યારે જાવ છો અહીં?

Photo Courtesy: dpbirds

હેવલોક, આંદામાન-નિકોબાર ટાપુઓ

હેવલોક, આંદામાન-નિકોબાર ટાપુઓ

સફેદ રેતી અને ગ્રીન અને બ્લુ ક્રિસ્ટલ ક્લીયર પાણી આ જ તો ખૂબ છે આંદામાન-નિકોબારની. અહીંના ગોવિંદા નગર, રાધા નગર, બેજોય નગર, શ્યામ નગર, કિશન નગર આવા જ કેટલાક અન્ય બીચોના નામ છે જ્યાં તમે સ્કૂબા ડ્રાઇવીંગ અને ટ્રેકિંગ સાથે કેટલીક સુંદર પળો માણી શકો છો.

Photo Courtesy: Sankara Subramanian

દાલ લેક, જમ્મુ કાશ્મીર

દાલ લેક, જમ્મુ કાશ્મીર

ઢળતી સાંજે આથમતા સૂરજે શિકારામાં બેસીને અહીં એક સેલ્ફી ક્લિક કરો. લાઇક અને કમેન્ટની લાઇન ના લાગે તો કહેજો. પૃથ્વી પરના સ્વર્ગ સમાન આ જગ્યા તમને પ્રાકૃતિના ખરેખરમાં સમીપ લઇ જશે.

ગેટ વે ઓફ ઇન્ડિયા, મુંબઇ

ગેટ વે ઓફ ઇન્ડિયા, મુંબઇ

આ એક એવો સુંદર સ્મારક છે જેની ખૂબસૂરતી અને વિશાળતા બેનમૂન છે. તમારી મુંબઇ ટ્રિપ દરમિયાન બોટમાં બેસી આ બેકગ્રાઉન્ડ સાથે એક સેલ્ફી પડાવું તો "ધ મસ્ટ" છે.

વિક્ટોરિયા મેમોરિયલ, કોલકત્તા

વિક્ટોરિયા મેમોરિયલ, કોલકત્તા

આ સુંદર, વિશાળ, બેનમૂન સફેદ બિલ્ડીંગ સાથે એક સેલ્ફી પડાયા વગર તમારી કોલકત્તાની યાત્રા અધૂરી જ ગણાશે.

વિવેકાનંદ રોક મેમોરિયલ, કન્યાકુમારી

વિવેકાનંદ રોક મેમોરિયલ, કન્યાકુમારી

બોટમાંથી પાછળ આ સ્મારક દેખાતો હોય તે રીતે ઢળતા સાંજે એક સ્લેફી પડાવી જોજો. આ સ્લેફીની સુંદરતા આ આઇકોનિક સ્મારક આપોઆપ વધારી દેશે.

હવા મહેલ, જયપુર

હવા મહેલ, જયપુર

હવા મહેલ જયપુર આ વિશાળ હવેલી આગળ પરફેક્ટ સ્લેફી મેળવવું થોડુંક મુશ્કેલ બની શકે છે પણ જો તમે તેમાં સફળ રહ્યા તો આ સ્લેફી તમારું લોગ ટાઇમ ફેવરેટ રહેશે તેમાં કોઇ નવાઇ નથી.

English summary
Top 10 Places in India for a Perfect Selfie
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X