For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Summer Spl: ભારતનું આ શહેરને ઇલાયચીનું ગામ કહેવાય છે

કેરળના મુન્નાર પાસે જ આવ્યું છે ઠેક્કરી, છે જોવા જેવી જગ્યા. વાંચો શું શું જોવા જેવું છે ત્યાં.

|
Google Oneindia Gujarati News

હવે ગરમીની રજાઓ નજીક છે. ત્યારે શું તમે ક્યાં જવું તે વિચારી લીધુ છે. ના વિચાર્યું હોય તો ગુજરાતની ગરમીથી મુક્ત થવા માટે એક સરસ જગ્યા છે કેરળમાં જ્યાં તમને અદ્ઘભૂત પ્રાકૃતિક સૌદર્ય પણ મળશે, લીલોત્રી પણ અને અહ્લાદક ઠંડક પણ. અને આ સાથે જ તમે કંઇક નવું જાણી અને શીખીને પાછા આવશો.
કેરળના જાણીતા હિલ સ્ટેશનમાંથી એક છે મુન્નાર અને તેની પાસે જ ઠેક્કડી કરીને એક જગ્યા આવેલી છે. જેની કેરળની સ્પાઇસ સીટી કહેવાય છે.

Read also: ભારતમાં જ તાજમહેલની 7 પ્રતિકૃતિઓRead also: ભારતમાં જ તાજમહેલની 7 પ્રતિકૃતિઓ

મુન્નારથી અહીં જતા પહેલા જ તમને ઇલાયચી, તજ અને રબરના ખેતરો રસ્તાની બન્ને બાજુએ જોવા મળશે. વળી અહીં સ્પાઇસ ટૂર અને હાથીની સવારી ખૂબ જ લોકપ્રિય છે. તો જો તમે આ ઉનાળું વેકેશન મુન્નાર તરફ જતા હોવ તો ખાલી 3 થી 4 કલાકની દૂરી પર આવેલ ઠેકરી જવાનું ના ભૂલતા. ત્યારે ઠેક્કડીમાં શું જોવા જેવું છે વિગતવાર જાણો અહીં....

કેટલા દિવસ રોકવવું

કેટલા દિવસ રોકવવું

જો તમે મુન્નાર ફરવા આવી જ રહ્યા હોવ તો તેનાથી 4 કલાક દૂર આવેલું ઠેક્કડીમાં પણ બે દિવસ માટે રોકાઇ શકો છો. ટ્રાવેલિંગને બાદ કરતા બે થી 3 દિવસ માટે ઠેક્કડીમાં રોકવવું પૂરતુ થઇ રહેશે. વળી અહીં અનેક રિસોર્ટ અને જાણીતી હિલ હોટલો આવેલી છે. જે તમને પ્રાકૃતિની ગોદમાં આવેલા ઠેક્કડીની પૂરતી મઝા માણવા દેશે. જે લોકોના બાળકો હોય તે માટે ઠેક્કડી અદ્ધભૂત જગ્યા છે. તે અહીં તેમના બાળકોને હાથીઓ બતાવી શકશે.

પેરીયાર લેક

પેરીયાર લેક

પેરિયાર લેક સાંજના 5 વાગ્યા સુધી જ ખુલ્લો રાખવામાં આવે છે. અહીં બોટિંગની સુવિધા પણ છે અને અહીં અનેક વાર તમને હાથીઓ પણ તળાવમાં પાણી પીવા આવતા જોવા મળશે. અહીં પેરિયાર નેશનલ પાર્ક અને ટાઇગર રિઝર્વ સેન્ટર પણ છે. પણ તે આખુ વર્ષમાં અમુક સમય જ ખુલ્લા રહે છે. જેની વિગતો મેળવી તમે તે સમયે જઇ શકો છો.

સ્પાઇસ વોક

સ્પાઇસ વોક

અહીં અલગ અલગ જગ્યાએ ખાનગી સંસ્થાઓ દ્વારા સ્પાઇસ વોક કરાવવામાં આવે છે. જે અનેક જાણકારીથી ભરપૂર હોય છે. જે લોકોને આયુર્વેદિક દવાઓ વિષે જાણવું હોય કે પછી સામાન્ય રીતે જ ઇલાયચીના છોડ ક્યાં ઉગે છે તે જોવું હોય તે લોકો આવી વિવિધ સ્પાઇસ વોકમાં જોડાઇ શકે છે. તેને કરતા કલાકથી વધુ સમય નથી લગાતો.

હાથી સાથે મઝા

હાથી સાથે મઝા

જો કે ઠેક્કડીમાં અનેક જગ્યાએ એલિફન્ટ ઝંકશન આવેલા છે. જ્યાં તમે હાથીની પીઠ પર બેસીને નાહી શકો, હાથીની સવારી કરી શકો, હાથીને કેળા કે અન્ય ફ્રૂટ ખવડાવી શકો. નાના-મોટા તમામને આવા પાર્કમાં ખૂબ જ મઝા આવી શકે છે. તો ઠેક્કરી જતા જ હોવ તો આ સફર તો માણવી મસ્ટ છે.

ગવી જંગલ

ગવી જંગલ

જો તમને એક દિવસનો ટાઇમ હોય તો ઓનલાઇન ગવી જંગલની એક દિવસીય ટ્રેકિંગ ટૂર કરી શકો છો. તેમાં તમને જંગલમાં ટેન્ટમાં રાખવાની, ટ્રેકિંગ કરવવાની અને પ્રકૃત્તિ વચ્ચે ફેરવવામાં આવે છે. ઓનલાઇન આ અંગે પહેલે જ ટ્રીપ કરી એક આખો દિવસ તમે આ રીતે પસાર કરી શકો છો.

શું ખાવું?

શું ખાવું?

અહીંથી તમે ઇલાયચી, તજ જેવા મસાલા લઇ જઇ શકો છો. વળી અહીં જાવ તો કેરળનું ટિપિકલ સાઉથ ઇન્ડિયન મીલ ચોક્કસથી ખાજો. જેમાં બ્રાઉન ભાત હોય. અહીં વરસાદ અને ઠંડી મોટે ભાગે હોય છે. તેથી સારું રહેશે કે તમે યોગ્ય ટ્રેકિંગ સુઝ અને વરસાદ ઠંડીથી બચાવે તેવા જેકેટ લઇ જવા. સાથે જ સવારે નાસ્તામાં તમે ઇડલીના બદલે પટ્ટુ નામની બ્રેકફ્રાસ્ટની આઇટમ પણ ટ્રાય કરી શકો છો. તેને નારિયળની ચટણી સાથે ખાવામાં આવે છે.

English summary
Travel trip to Thekkady, Read hera what to see at thekkady in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X