For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના આ સ્થળોની મુલાકાત લેવાનો અનેરો છે આનંદ

|
Google Oneindia Gujarati News

આજે ગુજરાતનો સમાવેશ ભારતના સૌથી સુંદર રાજ્યોમાં છે, સાથે જ ગુજરાતમાં પ્રવાસન સ્થળોને પણ વિકસાવવામાં આવ્યા છે. સુંદર પરિદ્રશ્ય અને સમુદ્રી તટો ઉપરાંત ધાર્મિક સ્થળો અને અનેક મહેલ ધરાવતું ગુજરાત પોતાની અંદર એ બધું સાચવીને બેસેલું છે, જેની એક ટ્રાવેલરને શોધ હોય છે. ભારતના પશ્ચિમમાં વસેલું રાજ્ય ગુજરાત પોતાની સ્થળાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતા માટે જાણીતું છે.

આ રાજ્ય સિંઘુ ઘાટી સંસ્કૃતિનું ઉદ્ગમ સ્થળ પણ છે, ગુજરાત હંમેશા ભારતના ઇતિહાસમાં સાંસ્કૃતિક અને વ્યાપારનું કેન્દ્ર માનવામાં આવે છે. ગુજરાતની ઉત્તર-પશ્ચિમે આંતરરાષ્ટ્રીય સરહદ છે, જે પાકિસ્તાન સાથે જોડાયેલી છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશ ક્રમશઃ તેની ઉત્તર અને ઉત્તર-પૂર્વમાં સ્થિત રાજ્ય છે. મહારાષ્ટ્ર તેની દક્ષિણમાં છે. અરબ સાગર તેની પશ્ચિમી- દક્ષિણી સીમા બનાવે છે.

તેની દક્ષિણી સીમા પર દાદરા અને નાગર હવેલી છે. આજે અમે તમને અહીં ગુજરાતના એવા કેટલાક સ્થળો અંગે જણાવી રહ્યાં છીએ, જેની મુલાકાત લેવાનો એક એનેરો આનંદ છે, તો ચાલો તસવીરો થકી નીહાળીએ આ સ્થળોને.

વડોદરાનો મહેલ

વડોદરાનો મહેલ

ગુજરાતનો વડોદરાનો મહેલ પોતાની ઉત્કૃષ્ઠ વાસ્તુકળા અને સુંદર કોતરણી માટે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. લક્ષ્મી વિલાસ મહેલ, નજરબાગ પેલેસ, મકરપુરા પેલેસ એ ગુજરાતના એ મહેલ છે, જેની યાત્રા અવશ્ય કરવી જોઇએ. આ ઉપરાંત અંકોત્તકા, છોટા ઉદેપુર, ડભોઇ, કડિયા ડૂંગરની ગુફાઓ, સંખેડા, શ્રી અરવિંદો નિવાસ વડોદરાએ સ્થળ છે, જેની મુલાકાત લેવી જોઇએ.

સરદાર સરોવર ડેમ

સરદાર સરોવર ડેમ

નર્મદા નદી પર બનાવવામાં આવેલો સરદાર સરવોર ડેમ નદીના મુખથી 1163 કિ.મીના અંતરે છે. આ ડેમની આધારશિલા નહેરુએ 1961માં નક્કી કરી હતી પરંતુ નિર્માણ કાર્ય અંતતઃ 1979માં શરૂ કરવામાં આવ્યું. ડેમના રિસેપ્શનમાં ગાઇડેડ પ્રવાસનની સુવિધા ઉત્પન્ન છે. તમને જણાવી દઇએ કે સરદાર સરોવર ડેમની ઉંચાઇ 128 મીટર છે. જે નર્મદા નદીના તટ પર બનેલો સૌથી મોટો ડેમ છે, આ ડેમના પાણીનો ઉપયોગ ગુજરાતના છેવાડાના ગામો સુધી કેનાલ મારફતે કરવામાં આવી રહ્યો છે.

ઘુડઘર અભ્યારણ્ય

ઘુડઘર અભ્યારણ્ય

ગુજરાતના કચ્છા રણમાં સ્થિત ઘુડઘર અભ્યારણ્ય ભારતનું સૌથી મોટું વન્યજીવ અભ્યારણ્ય છે. આ અભ્યારણ્ય 4954 કિ.મી ક્ષેત્રમાં ફેલાયેલું છે. જેમાં ભારતીય જંગલી ગધેડાની લુપ્તપ્રાય પ્રજાતિની સાથોસાથ ચિંકારા, કૈરાકલ્સ અને એશિયાની નીલગાય જોઇ શકાય છે.

ઝૂલતો મીનારો, અમદાવાદ

ઝૂલતો મીનારો, અમદાવાદ

ઝૂલતો મીનારો, બે હલતી મીનારોની એક જોડી છે. જેમાનું એક સિદી બશીર મસ્જિદની વિપરિત સારંગપુર દરવાજમાં સ્થિત છે અને બીજુ રાજા બીબી મસ્જિદની વિપરિત અમદાવાદ રેલવે સ્ટેશનની અંદર સ્થિત છે. આ મીનારની ખાસિયત એ હતી કે જ્યારે એક મીનાર હલે છે તો થોડીકવારમાં બીજી મીનાર પણ હલે છે. માનવામાં આવે છે કે તેને સિદી બશીર દ્વારા બનાવવામાં આવ્યા હતા, જે સુલ્તાન અહમદ શાહના નોકર હતા.

અડાલજની વાવ

અડાલજની વાવ

અડાલજની વાવ અમદાવાદ ગાંધીનગર હાઇવે પર આવેલી છે, જે એક અદ્વિતીય હિન્દુ કુવો છે. તેની અનોખી વાસ્તુકળા અને કોતરણી માટે તે લોકપ્રિય છે. આ કુવો વાઘેલા પ્રમુખ વીર સિંહની પત્ની રાણી રુદાબાઇ માટે એક મુસ્લિમ રાજા મોહમ્મદ બેગડાએ 1499માં બનાવડાવ્યો હતો.

ઇન્દ્રોડા પાર્ક, ગાંધીનગર

ઇન્દ્રોડા પાર્ક, ગાંધીનગર

ઇંદ્રોડા ડાયનાસોર અને જીવાશ્મ પાર્ક અથવા ઇંદ્રોડા નેચર પાર્ક સાબરમતી નદીના કિનારે 400 હેક્ટરની ભૂમિ પર સ્થિત છે. તેને વિશ્વભરમાં ડાઇનાસોરના ઇંડાઓની બીજી સૌથી મોટી હૈચરી માનવામાં આવે છે. આ નેચર પાર્કની દેખરેખ ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન કરે છે અને તે ભારતનું એકમાત્ર ડાઇનાસોર સંગ્રહાલય છે.

દ્વારકાધીશ મંદિર, દ્વારકા

દ્વારકાધીશ મંદિર, દ્વારકા

દ્વારકાધીશ મંદિરને જગત મંદિર પણ કહેવામાં આવે છે. કથાઓ અનુસાર જગત આ મંદિરનું મુખ્ય મંદિર લગભગ 2500 વર્ષ જૂનું છે અને તેનું નિર્માણ ભગવાન શ્રીકૃષ્ણના પરપોતા વ્રજનાભે કર્યું હતું. એવું કહેવામાં આવે છે કે મહાભારતના યુદ્ધ બાદ જ્યારે દ્વારકા જે ભગવાન શ્રીકૃષ્ણનું રાજ્ય હતું, તે પાણીમાં ડુબી ગયુ હતુ ત્યારે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

બેટ દ્વારકા

બેટ દ્વારકા

બેટ દ્વારકા એ સ્થળ છે જેની પ્રશંસા પ્રત્યેક ધાર્મિક વ્યક્તિ કરશે. આ આઇલેન્ડ પર કેટલાક દુર્લભ અને સુંદર મંદિર છે તથા તેને બેટ શંખોધરના નામથી પણ ઓળખવામાં આવે છે અને આ એક સમૃદ્ધ બંગરગાહ છે. અહીં તમે ડોલ્ફિનજોઇ શકો છો, કેમ્પિંગનો આનંદ ઉઠાવી શકો છો અને સમુદ્રી યાત્રા પણ કરી શકો છો.

મોઢેરાનું સૂર્ય મંદિર

મોઢેરાનું સૂર્ય મંદિર

આ એક ઘણું જ સુંદર મંદિર છે, જે ભારતીય વાસ્તુકળાને દર્શાવે છે. આ મંદિર અંદાજે 900 વર્ષ જૂનું છે, જે એ સમયના ઇતિહાસને રજૂ કરે છે. આ મંદિર મહેસાણાથી 25-30 કિ.મીના અંતરે છે.

કીર્તિ મંદિર, પોરબંદર

કીર્તિ મંદિર, પોરબંદર

કીર્તિ મંદિર એ પવિત્ર સ્થળ છે, જ્યાં મહાત્મા ગાંધીનો જન્મ થયો. મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ ત્રણ માળની હવેલીમાં 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો, આ હવેલી આજે કીર્તિ મંદિરના નામથી પ્રસિદ્ધ છે. આ સ્થળને હવે મહાત્માના જીવન પર આધારિત એક સંગ્રહ સ્થળના રૂપમાં બદલી નાંખવામાં આવ્યું છે.

સાપુતારા

સાપુતારા

સાપુતારા ગુજરાતના શુષ્ક પ્રકૃતિની વચ્ચે એક એકદમ અલગ સ્થળ છે. આ ગુજરાતના ઉત્તર પૂર્વ સીમાંત પર છે અને પશ્ચિમી ઘાટના શાયિદરી સુધી ફેલાયેલું બીજો સૌથી ઉંચો પર્વત છે. સહયાદ્રી રેન્જના ડાંગ વન ક્ષેત્રમાં વસેલાસ સાપુતારા હરિયાળીની સાથે અનેક વિવિધતા સંગ્રહીને બેસેલું એક સુંદર હિલ સ્ટેશન છે.

ધોળાવીરા

ધોળાવીરા

ધોળાવીરાને અહી મળી આવેલી હડપ્પા સંસ્કૃતિના અવશેષોએ પ્રસિદ્ધ બનાવ્યા છે. આ સ્થળ સિંધુ ઘાટી સંસ્કૃતિના મહત્વપૂર્ણ પુરાતાત્વિક સ્થળોમાનું એક છે, ધોળાવીરા કચ્છના રણમાં ખદિર બેટ દ્વીપ સ્થિત છે. આ સ્થાનિક સ્તરે ટિમ્બા પ્રાચીન મહાનગર કોટડાના નામે પણ જાણીતું છે.

યુરોપીય કબરસ્તાન, સુરત

યુરોપીય કબરસ્તાન, સુરત

16મી સદીનું આ બ્રિટિશ અનેડચ મકબરા વાસ્તુકળામાં સ્થાનિક હિન્દુ અને ઇસ્લામી શૈલીથી પ્રભાવિત છે અને તેની સાથે જ આર્મેનિયાઇ કબરસ્તાન છે, જ્યાં બનેલી કબરો મોટી નથી પરંતુ તેમના પર શિલાલેખ બનેલા છે. આ તમામ સંરક્ષિત ઐતિહાસિક સ્મારક છે અને આ ક્ષેત્રની ફોટોગ્રાફી કરવા પર પ્રતિબંધ છે.

સસ્પેશન બ્રિજ મોરબી

સસ્પેશન બ્રિજ મોરબી

મોરબી આવો તો ઝૂલતા પુલ અથવા તો સસ્પેશન બ્રિજની મુલાકાત જરૂરથી લો. આ પુલ એક આશ્ચર્યમાં મુકી દે તેવી સંરચના છે, જેને જોઇને વિક્ટોરિયન લંડનની યાદ આવી જાય છે.

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન

ગીર વન્યજીવ અભ્યારણ્ય ભારતના ગુજરાત રાજ્યમાં લગભગ 1424 વર્ગ કિ.મીમાં ફેલાયેલું છે. દક્ષિણ આફ્રિકા ઉપરાંત વિશ્વનું આ એક એવું સ્થળ છે જ્યાં સિંહોને પોતાના પ્રાકૃતિક આવાસમાં રહેતા જોઇ શકાય છે. ગીરના જંગલને વર્ષ 1969માં વન્ય જીવ અભ્યારણ્ય બનાવવામાં આવ્યું અને 6 વર્ષ બાદ તેને 140.4 વર્ગ કિ.મીમાં વિસ્તાર કરીને રાષ્ટ્રીય ઉદ્યાનના રૂપમાં સ્થાપિત કરી દેવામાં આવ્યું.

લોથલ, અમદાવાદ

લોથલ, અમદાવાદ

લોથલ એક એવુ સ્થળ છે, જ્યાં હડપ્પા સંસ્કૃતિના અવશેષ આજે પણ મળી આવે છે. લોથલનો અર્થ થાય છે. મૃતકોની માઉન્ડ અને આ સ્થળ શહેરની વાસ્તુકળા યોજના અને પરિશુદ્ધતા અંગે મહાન અંતદૃષ્ટિ પ્રદાન કરે છે. આજે પણ રાજ્યમાં ખંડેરના રૂપમાં લોથલ પ્રાચીન સમાજ અને સંરચના, અર્થવ્યવસ્થાને દર્શાવે છે, કે અનેક વર્ષો પહેલા અહીં વસતી હતી.

ચાંપાનેર

ચાંપાનેર

ચાંપાનેરની સ્થાપના ચાવડા વંશના રાજા વનરાજ ચાવડાએ કરી હતી. તેમના એક મંત્રીનું નામ ચંપારાજ હતું, જેના નામ પરથી આ સ્થળનું નામકરણ કરવામાં આવ્યું. કેટલાક લોકોનું માનવું છે કે ચંપાનેરનું નામ ‘ચંપક' ફૂલ પરથી પાડવામાં આવ્યું છે, કારણ કે આ ક્ષેત્રમાં મળી આવતી આગની ચટ્ટાણોમાં પણ ફૂલોની જેમ પીળો રંગ જોવા મળે છે. ચાંપાનેરની ઉપર બનેલા પાવાગઢ કિલ્લાને ખિચી ચૌહાણ રાજપૂતો દ્વારા બનાવવામાં આવ્યો હતો.

સોમનાથ

સોમનાથ

સોમનાથ મંદિર જ્યોતિર્લિંગ માટે પ્રસિદ્ધ છે. આખા ભારતમાં આ સ્થળ હિન્દુઓમાં પવિત્ર અને પૂજનીય માનવામા આવે છે. મુખ્ય મહાદેવ મંદિર ઉપરાંત સોમનાથમાં સૂર્ય મંદિર પણ છે. આ મંદિરનું નિર્માણ 14મી સદીમાં કરવામાં આવ્યું હતું અને તેમાં બે અનુષંગિકોની સાથએ ભગવાન સૂર્યની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે. એવુ માનવામાં આવે છે કે મુખ્ય મંદિરને ચંદ્ર દેવ દ્વારા સોનાથી, સૂર્ય દેવતા દ્વારા ચાંદીથી અને શ્રીકૃષ્ણ દ્વારા લાકડામાંથી બનાવાવામાં આવ્યું હતું.

English summary
Best tourist places of Guajarat that are worth a visit on your trip.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X