આધારને લઇને મોટો નિર્ણય, 30 સપ્ટેમ્બર સુધી આ કરો નહીં તો

આધાર કાર્ડને લઇને યુઆઇડીએઆઇએ એક મોટો નિર્ણય લીધો છે. UIDAIના તમામ સરકારી અને ખાનગી બેંકોએ પોતાને ત્યાં આધાર નોંધણી કેન્દ્ર ખોલવા પડશે. અને આ યુએડીએઆઇના છેલ્લા આદેશ છે. યુએડીએઆઇના તમામ સરકારી અને ગેરસરકારી શાખાઓ તેમની 10 ટકા શાખામાં આધાર પંજીકરણ કેન્દ્ર ખોલવું પડશે. અને આ માટે 1 મહિનાનો સમય આપવામાં આવ્યો છે.

30 સપ્ટેમ્બર

એક મહિનાની અંદર બેંક જો આધારનું નોંધણી કેન્દ્ર તેની બેંકમાં ખોલવામાં અસફળ રહી તો તેના પર દંડ લાગશે. યુઆઇડીએઆઇના સીઇઓ અજય ભૂષણ પાંડે કહ્યું છે કે બેંકોએ પોતાની 10 ટકા શાખામાં આધાર પંજીકરણ કેન્દ્ર ખોલવું પડશે. આ માટે 30 ડિસેમ્બર સુધી સમય આપવામાં આવશે. આ પછી 1 ઓક્ટોબરથી નોંધણી કેન્દ્ર ન ખોલનારી બેંક પર 20,000 રૂપિયાનો દંડ લાગશે.

બેંક માટે ફરજિયાત

ઉલ્લેખનીય છે કે બેંકમાં જ આધારનું નોંધણી કેન્દ્ર ખુલી જતા સામાન્ય લોકોને ભારે રાહત રહેશે. નોંધનીય છે કે બેંકમાં એકાઉન્ટ ખોલવાથી લઇને 50,000 થી વધુ રૂપિયાની લેવડ દેવડ પર આધારને અનિવાર્ય કરવામાં આવ્યું છે. તેવામાં બેંકોના આધાર પંજીકરણ અને અપડેશનની સુવિધા માટે લોકોને આ સુવિધા શરૂ થતા સરળતા રહેશે.

READ SOURCE