• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અખિલેશ યાદવે પાન પર ખર્ચ કર્યા સાડા ચાર હજાર કરોડ

By Kumar Dushyant
|

લલિતપુર, 30 ડિસેમ્બર: પાન ખાવાનું ચલણ સદીઓ જુનુ છે, પરંતુ વૈજ્ઞાનિક રીતે તેની ખેતીની જરૂરિયાત ન સમજાઇ. પરંતુ ઉત્તર ભારતના મુખ્યમંત્રી અખિલેશ યાદવે આ જરૂરિયાતને સમજી, એટલા માટે પાનને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો. પ્રથમ વાર ઉત્તર પ્રદેશ સરકારે પાનની ખેતીને પ્રોત્સાહન આપવા માટે કૃષિ વિકાસ યોજના હેઠળ સાડા ચાર હજાર કરોડની ગ્રાન્ટ જાહેર કરી. આથી પાનની ખેતીને પ્રોત્સાહન મળશે.

સચ્ચાઇ એ છે કે પાનની ખેતી કરતાં ખેડૂતો હંમેશા સરકારી સુવિધાઓથી વંચિત રહ્યાં છે. પાનનો પાક ઉભો કરવા માટે પોતાનું બધુ જ દાવ પર લગાવનાર ખેડુતો પાનને પણ ખેતીનો દરજ્જો આપવાની માંગણી કરી રહ્યાં છે, પરંતુ સરકારી સંરક્ષણના અભાવે લલિતપુરમાં એકસમયે હજારોની સંખ્યામાં પાનની ખેતી કરનાર ખેડૂતોની સંખ્યા નહિવત રહી ગઇ છે.

રાજ્ય સરકાર દ્વારા પાન ઉત્પાદન વાળા પ્રદેશના આઠ જિલ્લા લલિતપુર, મહોબા, જૌનપુર, ઉન્નાવ, અલ્હાબાદ, રાયબરેલી અને આઝમગઢ માટે 4 કરોડ 57 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવા છતાં હવે ખેડૂતોને લાગી રહ્યું છે કે પાનની ખેતી સારી રીતે થઇ શકશે, આવક વધશે તો તેમની જીંદગી પણ પહેલાં કરતાં સારી થઇ જશે.

લલિતપુર જનપદમાં આ યોજના હેઠળ 100 ખેડૂતોની અરજી પ્રાપ્ત થઇ છે, જે મુજબ ઓછામાં ઓછી 1500 વર્ગ ફૂટ જમીનવાળા પાનના ખેડૂતોને 75 હજાર 800 રૂપિયા આપવામાં આવશે. આ રકમ ઇ-પેમેન્ટના માધ્યમથી સીધી ખેડૂતોના ખાતામાં જમા થશે.

ખેડૂતોની માંગ

ખેડૂતોની માંગ

પાનની ખેતી કરતા નાના ખેડૂતોની માંગણી છે કે આ યોજનાની સીમા વધારીને તેમનો પણ સમાવેશ કરવામાં આવે, જેથી તે પણ તેનો લાભ ઉઠાવી શકે. પાલીમાં મોટાભાગે એવા ખેડૂતો છે જેમની પાસે 1500 વર્ગ ફૂટ જમીન જ નથી.

બનાવાઇ કેટલી યોજનાઓ

બનાવાઇ કેટલી યોજનાઓ

પાનની ખેતી કરતા એક ખેડૂત રામેશ્વર પ્રસાદે કહ્યું હતું કે તેમના જેવા ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળવો જોઇએ. પાલી નગર પાલિકાના અધ્યક્ષ વિનોદ ચોરાસિયા પણ પાનની ખેતી કરતા નાના ખેડૂતોની માંગણીનું સમર્થન કરતં જિલ્લા વહિવટી તંત્રને આ દિશામાં પગલાં ભરવાની માંગણી કરી રહ્યાં છે.

પ્રાચીન કાળથી ખેતી

પ્રાચીન કાળથી ખેતી

ભારતમાં પ્રાચીન કાળથી જ પાનની ખેતી થઇ રહી છે. દરેક યુગમાં પાનનું મહત્વ રહ્યું છે. આર્યુવેદમાં તેના ઔષધિય ગુણોનું વર્ણન છે.

પાનનો સ્વાદ

પાનનો સ્વાદ

બેજોડ સ્વાદ અને મોંઢામાં મૂકતાંની સાથે પીગળી જતું હોવાથી પાલીનું પાન સરહદ પાર પણ પ્રખ્યાત છે, તેમછતાં આ વિશ્વ પ્રસિદ્ધ ખેતી માટે ના તો કોઇપણ પ્રકારની વીમા યોજના છે, ના તો આપત્તિ ફંડ જેના કારણે પાનના ખેડૂતોને માટે આ નુકશાનના સોદા બરાબર લાગે છે.

દુલર્ભ પદ્ધતિ

દુલર્ભ પદ્ધતિ

એકદમ દુર્લભ પદ્ધતિથી ઘાસના ઝૂંપડાને તૈયાર કરી તેની અંદર કરવામાં આવતી પાનની ખેતીને જિલ્લા ઉદ્યાન અધિકારી ઉમેશ કુમાર પણ એકદમ માને છે. તેમને હવે આશા વ્યક્ત કરી છે કે રાજ્ય સરકારના નિર્ણયથી પાનની ખેતીને નવું જીવન મળશે.

English summary
Uttar Pradesh chief minister Akhilesh Yadav has decided to promote the cultivation of betel leaves which commonly called as paan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X