For Daily Alerts
અરુણ જેટલીની બજેટ પોટલીમાંથી ખેડૂતો માટે શું નીકળ્યું?
વર્ષ 2017-18નું ઐતિહાસિક બજેટ આજે 1 ફેબ્રુઆરી, 2017ના રોજ થઇ રહ્યું છે, અનેક વિવાદો અને વિરોધ છતાં બજેટની જાહેરાત સંસદમાં શરૂ થઇ ચૂકી છે. નાણા મંત્રી અરુણ જેટલી એ બજેટ રજૂ કરતાં શરૂઆતમાં જ કહ્યું કે, આ ક્વોર્ટર બાદ નોટબંધીની આડઅસરો સમાપ્ત થઇ જશે. ઉલ્લેખનીય છે કે, નોટબંધીને કારણે દેશમાં રોકડની તંગીને કારણે અનેક વિવાદો સર્જાયા હતા. આ સાથે ખેડૂતો ને ભોગવવી પડતી હાલાકી, કૃષિ ક્ષેત્રે આવેલી મંદી અને તેને કારણે ફેલાયેલા ફુગાવાની પણ અનેક ખબરો આવી હતી.
આવી પરિસ્થિતિમાં કૃષિ અને પશુપાલન ક્ષેત્ર તથા ખેડૂતોને બજેટ પાસેથી મોટી આશા હોય એ સ્વાભાવિક છે. તો આવો જોઇએ, કે અરુણ જેટલીની બજેટની પોટલીમાં કૃષિ ક્ષ્રેત્ર તથા ખેડૂતો માટે રાહત કે ખુશીના કયા સમાચારો છે?
બજેટમાં કૃષિ ક્ષેત્ર સંબંધિત જાહેરાતો
- 10 લાખ ખેડૂતોને ક્રેડિટ
- ખેડૂતોને સમય પર લોન મળશે
- પાકવીમા માટે 9 હાજર કરોડ રૂપિયા ફાળવવમાં આવ્યા
- નાબાર્ડનું ફંડ રૂપિયા 40 હજાર કરોડ કરવામાં આવ્યું
- નાબાર્ડને કોર બેન્કિંગ સપોર્ટ આપવામાં આવશે
- સરકારી ક્ષેત્રની કંપનીઓ તરફથી નાબાર્ડને વધુ સહકાર મળશે
- કૃષિ વિજ્ઞાન સંસ્થાઓને વધુ ને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે
- સોઇલ ટેસ્ટ માટે 100 નવી મિનિલેબોરેટરી બનાવવામાં આવશે
- કોન્ટ્રાક્ટ ફાર્મિંગને પ્રોત્સાહન આપવામાં આવશે
- 2017-18માં કૃષિ વિકાસદર 4.1 ટકા થવાનું અનુમાન વ્યક્ત કર્યું
- રૂપિયા 5 હજાર કરોડનું સિંચાઇ ફંડ આપવામાં આવ્યું
- રૂપિયા 8 હજાર કરોડ ડેરી વિકાસ ફંડ માટે ફાળવવામાં આવ્યા
- ડેરી વિકાસ માટે ઓપરેશન ફ્લડને પ્રોત્સાહન આપવામાં આવશે
- ખેડૂતોની આવક આવતા 2 વર્ષમાં બમણી થવાની ખાતરી