કોરોના સંકટમાં સરકારે ખેડૂતોને રાહત આપી, આ 14 પાકનો ટેકાનો ભાવ વધાર્યો
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ખરીફના 14 પાકના ટેકાના ભાવ (MSP) વધારવાની મંજૂરી આપી દીધી છે. મંત્રિમંડળની બેઠક બાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તમરે આ વાતની જાણકારી આપી છે. તેમણે ક્યું કે ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે આ ફેસલો લેવામાં આવ્યો છે. આનાથી દેશના કરોડો ખેડૂતોને ફાયદો મળશે. સરકારે જણાવ્યું કે ખેડૂતોને તેમના પાક પર તેની લાગતની સરખામણીએ 50થી 83 ટક વધુ રિટર્ન મળે તે સુનિશ્ચિત કર્યું છે. આ આધારે જ ટેકાના ભાવ જાહેર કરવામા આવ્યા છે.
કૃષિ મંત્રીએ જણાવ્યું કે વર્ષ 2020-21 માટે કેબિનેટે જુવારનો ટેકાનો ભાવ 2620 રૂપિયા, બાજરાનો ટેકાનો ભાવ 2150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યો છે. કપાસની એમએસપી 260 રૂપિયાથી વધારી 5515 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી દીધી છે. સાથે જ મકાઈની એમએસપીમાં 53 ટકા, મગફળીમાં 50 ટકા, સુર્યમુખીમાં 50 ટકા, સોયાબીનમાં 50 ટકા અને કપાસમાં 50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
શું હોય છે ટેકાનો ભાવ
ખેડૂતોને તેમના પાક ઉગાવવામાં લાગતા ખર્ચથી વધુ મૂલ્ય મળે તેના માટે ભારત સરકાર દેશભરમાં એક ન્યૂનતમ સમર્થન મૂલ્ય અથવા ટેકાનો ભાવ (MSP) નક્કી કરે છે. ખરીદદાર ના મળવા પર સરકાર ટેકાના ભાવે ખેડૂતો પસેથી પક ખરીદી લે છે. એમએસપી નિર્ધારિત કરતી વખતે ઉત્પાદન પાછળ થતો ખરચો, મૂલ્યોમાં પરિવર્તન, ઈનપુટ આઉટપુટ મૂલ્યમાં સમાનતા, માંગ-આપૂર્તિ જેવી કેટલીય વાતોનું ધ્યાન રાખવું પડતું હોયછે. ખેડૂતો માટે એમએસપીના ફાયદાની વાત કરીએ તો તેનો સીધો ફાયદ એ છે કે આનાથી અનાજની કિંમતમાં સ્થિરતા બની રહે છે. ન્યૂનતમ મૂલ્ય મળવાની ગેરંટી હોય છે. આસાન ભાષામાં કહીએ તો સરકાર દ્વારા આના મારફતે ખેડૂતોને બજારમાં પતાન પાક ન્યૂનતમ મૂલ્ય કોઈપણ કાળે મળી જાય તે નક્કી કરવામાં આવે છે.
પાક વીમા યોજનાનો લાભ ઉઠાવવા 31 જૂલાઈ સુધીનો સમય, બેંક અકાઉન્ટમા આ ડૉક્યુમેન્ટ આપવાના રહેશે