• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતમાં ખાણી-પીણીની વસ્તુઓ ક્યારેય સસ્તી નહિ થાયઃ સંયુક્ત રાષ્ટ્ર

|
Google Oneindia Gujarati News

બેંગ્લોરઃ ભારતમાં પાછલા કેટલાક વર્ષોમાં મૉનસૂનનો વ્યવહાર થોડો અલગ તમને દેખાઈ રહ્યો હશે. જે જગ્યાએ વર્ષમાં 8 મહિના વરસાદ થતો હતો, ત્યાં વરસાદ વરસવાનું નામ નથી લઈ રહ્યો, જ્યાં સામાન્ય વરસાદ થતો હતો ત્યાં ધોધમાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ બની ગઈ છે. જલવાયુ પ્રદુષણ આ બધાનું એકમાત્ર કારણ છે. આના માટે માત્ર પ્રદૂષણ જ જવાબદાર નથી, બલકે જેવી રીતે આખી દુનિયામાં ભૂ-સંપદાનું શોષણ કરવામાં આવી રહ્યું છે, તે પણ અસામાન્ય મોસમનું કારણ છે. સંયુક્ત રાષ્ટ્રના ઈન્ટરગવર્નમેન્ટલ પેનલ ફૉર ક્લાઈમેટ ચેન્જ (IPCC)એ દુનિયાભરના વૈજ્ઞાનિકો દ્વારા દુનિયાભરમાં ભૂમિના પ્રયોગ પર અધ્યયન કર્યું. એ અધ્યયનના આધારે જ આજે જિનિવામાં એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો સમય રહેતા ભૂ-ઉપયોગને નિયંત્રિત ન કરવામાં આવ્યું તો આગામી કેટલાક સમયમાં ખોરાકની સમસ્યા પેદા થઈ શકે છે. એટલે કે ભારતમાં ખાણી-પીણીની ચીજો હવે ક્યારેય સસ્તી નહિ થાય.

કેટલા લોકોએ રિપોર્ટ તૈયાર કર્યો

કેટલા લોકોએ રિપોર્ટ તૈયાર કર્યો

આઈપીસીસીના ચેરમેન હોઉસિંગ લીએ આ રિપોર્ટ જાહેર કર્યો. તેમણે જણાવ્યું કે આ રિપોર્ટને 52 દેશના 107 વૈજ્ઞાનિકોએ મળીને લખ્યો છે. સાથે જ દેશના 96 વૈજ્ઞાનિકોએ પોતાનું મંતવ્ય પણ આમાં આપ્યું. આ રિપોર્ટને બનાવવામાં 7000થી વધુ અધ્યયન સામેલ કરવામાં આવ્યા અને આખી દુનિયાના વૈજ્ઞાનિકો અને સરકારોના 28,275 કમેન્ટ બાદ આ રિપોર્ટને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં પર્યાવરણના કેટલાય પ્રભાવો પર ચર્ચા કરવામાં આવી. અમે અહીં કૃષિ અને ખોરાક પર પડનાર પ્રભાવોની ચર્ચા કરી રહ્યા છીએ.

IPCCનો રિપોર્ટ શું કહે છે

IPCCનો રિપોર્ટ શું કહે છે

વર્તમાનમાં કુલ ભૂમિનો 38 ટકા ભાગ કૃષિ માટે ઉપયોગ કરવામાં આવે છે. પાછલા 50 વર્ષમાં કૃષિ માટે ઉપયોગમાં લેવાઈ રહેલ ભૂમિનું ક્ષેત્રફળ 50 ટકા વધ્યું છે. એમેજૉનના જંગલોને કાપી ત્યાંની જમીનને કૃષિ માટે ઉપયોગ લેવાઈ રહી છે. આ બધાની વચ્ચે જે સૌથી ઘાતક ચીજ છે તે રાસાયણ ખાતરનો ઉપયોગ છે. પાછલા 50 વર્ષમાં રાસાયણ ખાતરના ઉપયોગમાં 500 ટકાનો વધારો થયો છે. ખાદ્ય સામગ્રીની ડિમાન્ડ સતત વધી રહી હોવાના કારણે આ બધું કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત તેજીથી થઈ રહેલ શહેરીકરણ પણ ભૂમિના અસામાન્ય પ્રયોગને દર્શાવે છે.

75 ટકા જમીન પર માણસોનો કહેર

75 ટકા જમીન પર માણસોનો કહેર

રિપોર્ટ મુજબ વર્તમાનમાં પૃથ્વી પર કુલ જમીનના 75 ટકા ભાગ પર માણસોની ગતિવિધિઓ ચાલુ છે. ગતિવિધિઓ જેવી કે ફેક્ટરી લગાવવી, બિલ્ડિંગો બનાવવી, રસ્તા બનાવવા, કૃષિ માટે જમીનનો ઉપયોગ કરવો, વગેરે. જેનો પ્રભાવ જળવાયુ પર પડી રહ્યો છે. પૃથ્વીનું તાપમાન વધવાની અસર પાકની ઉપજ પર પણ પડી રહી છે. જરા વિચારો કે દુનિયાના 82 કરોડ લોકો પહેલેથી જ કુપોષણનો શિકાર છે. અને ઉપરી તાપમાનમાં વધારાની સીધી અસર પાકના ઉપજ પર પડી રહી છે.

ભારત અને પાડોસી દેશોની કૃષિ પર પ્રભાવ

ભારત અને પાડોસી દેશોની કૃષિ પર પ્રભાવ

આઈપીસીસીના રિપોર્ટ મુજબ ભારત અને પાકિસ્તાનમાં કૃષિ પર નકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે. ભારતમાં ખાસ કરીને પંજાબ પર ફોકસ કરવામાં આવ્યું છે, જે કૃષિનો ગઢ માનવામાં આવે છે. હવામાનમાં સતત પરિવર્તનને કારણે 1980થી 2014 દરમિયાન મકાઈ, ચોખા, ઘઉં અને સોયાબીનની ખેતી દરેક દશકમાં 4.6 દિવસ આગળ વધી રહી છે. અનુમાન મુજબ દક્ષિણ એશિયામાં 2050 સુધી આ ખાદ્ય પદાર્થોની ઉપજ 5.2 ટકા ઘટી શકે છે.

ખેડૂતો પર તણાવ વધી રહ્યો છે

ખેડૂતો પર તણાવ વધી રહ્યો છે

જ્યારે ધાન્યના ઉત્પાદનને વાત કરીએ તો બાંગ્લાદેશ, ભારત અને ચીન પર ભારે દબાણ છે. જેવી રીતે વરસાદનો રુખ બદલી રહ્યો છે, તેનાથી આ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 2050 બાદથી જેવી રીતે ભારતમાં ખાદ્ય પદાર્થોની કિંમત વધી રહી છે તેને જોતા બાળકોમાં કુપોષણનો ખતરો વધી રહ્યો છે. એટલું જ નહિ આઈપીસીસીના નાના ખેડૂતો પર વધતા દબાણને કારણે ખેડૂતો દ્વારા આત્મહત્યાઓ વધવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.

<strong>Good News: મોદી સરકારની નવી યોજના, હવે માત્ર 59 મિનિટમાં લોન મળશે </strong>Good News: મોદી સરકારની નવી યોજના, હવે માત્ર 59 મિનિટમાં લોન મળશે

English summary
food crisis can occur in india, IPCC report indicated
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X