ગુજરાત સરકારે જાહેર કરી કિસાન સહાય યોજના, કોઈ પ્રીમિયમ ભર્યા વિના તમામ ખેડૂતોને મળશે લાભ
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કિસાન સહાય યોજના જાહેર કરી છે જેનો લાભ રાજ્યના તમામ ખેડૂતોને મળવાનો છે. યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો કોઈ પ્રીમિયમ પણ ભરવાનુ નથી. આ યોજના અંતર્ગત ખેડૂતો માટે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. આ યોજનામાં અતિવૃષ્ટિ અને માવઠાને આવરી લેવામાં આવ્યુ છે. વળી, તે ખરીફ પાક પૂરતી મર્યાદિત હશે અન 4 હેક્ટર સુધી લાગુ પડશે. સીએમ વિજય રૂપાણીએ જણાવ્યુ કે ખેડૂતને 60 ટકાથી વધુ નુકશાન હશે તો હેક્ટરદીઠ 25 હજારની મદદ કરવામાં આવશે.
સીએમ વિજય રૂપાણીએ જાહેર કર્યુ કે ખેડૂતોને 4 હેક્ટરની મર્યાદામાં ખરીફ પાકમાં થયેલ નુકશાન 33% થી 60% માટે પ્રતિ હેક્ટર દીઠ 20 હજાર રૂપિયા મળશે. વળી, 60%થી વધુ નુકશાન માટે પ્રતિ હેક્ટર દીઠ 25 હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે. મંજૂર થયેલ સહાય લાભાર્થીઓના બેંક અકાઉન્ટમાં સીધી જમા કરાવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને માવઠાંને પણ આવરી લેવામાં આવી છે. 56 લાખથી વધુ ખેડૂતોને આ યોજનાનો સીધો લાભ મળશે. વળી, એસડીઆરએફ યોજનાની જોગવાઈ મુજબ મળવાપાત્ર લાભો પણ ખેડૂતોને મળશે.
ખેડૂતોની અરજી ઓનલાઈન મેળવવા માટે લેન્ડ રેકોર્ડ સાથે સી.એમ. ડેશબોર્ડ જોડાણ ધરાવતુ પોર્ટલ તૈયાર કરાવવાનુ રહેશે. ખેડૂતોએ ઈ-ગ્રામ સેન્ટર પર જઈ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોને અરજી કરવામાં મદદ કરવા માટે ઈગ્રામ સેન્ટરના VLEને એક સફળ અરજી દીઠ રૂ.8 ચૂકવવામાં આવશે. ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તેમજ માર્ગદર્શન માટે ટોલ ફ્રી નંબર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોને આવરી લેવાશે,ખેડૂતોએ કોઈ જ પ્રીમિયમ ભરવાનુ રહેશે નહિ
— BJP Gujarat (@BJP4Gujarat) August 10, 2020
મહત્તમ 4 હેક્ટર સુધી વળતર અપાશે
ખરીફ ઋતુ દરમિયાન 33 થી 60% પાક નુકસાન માટે હેક્ટર દીઠ રૂ.20,000 અને 60%થી વધુ નુકસાન માટે હેક્ટર દીઠ રૂ.25,000ની સહાય આપવામા આવશે pic.twitter.com/rg9VLKE1s2
જોધપુરમાં બુરાંડી જેવો કાંડ, પરિવારના 12માંથી 11 સભ્યોના મળ્યા શબ, એક કેવી રીતે બચ્યો