• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10 પોઈન્ટમાં જાણો, સોમવારે ક્યાં ક્યાં મળશે છૂટ, કયાં કયાં કામ ફરીથી ચાલુ થશે

|
Google Oneindia Gujarati News

સરકારે કોરોના વાયરસના સંકટ વચ્ચે લોકોને થઈ રહેલી સમસ્યાઓને અમુક હદે ઘટાડવા માટે કેટલીક સેવાઓ અને કામકાજને 20 એપ્રિલથી મંજૂરી આપવાનો ફેસલો કર્યો છે. આ સેવાઓ અને ગતિવિધિઓ નોન-કોવિડ-19 એરિયા અથવા કોરોનાથી ઓછા પ્રભાવિત ક્ષેત્રોમાં લાગૂ થશે. સરકારે શનિવારે આ સેવાઓ અને ગતિવિધિઓ સાથે જોડાયેલ એક નવી યાદી જાહેર કરી છે. સાથે જ કહ્યું કે કોરોનાસંક્રમિત વિસ્તારોમાં આવા પ્રકારની ગતિવિધિઓની મંજૂરી નહિ હોય. આ સૂચીમાં આયુષ સહિત સ્વાસ્થ્ય સેવાઓ, કૃષિ અને બાગાયતી ગતિવિધિઓ, માછીમારી, વૃક્ષારોપણ ગતિવિધિઓ અને પશુપાલનને સામેલ કરવામાં આવ્યાં છે.

મહત્વની જાણકારીઓ

  1. નવી યાદીમાં સ્વાસ્થ્ય સેવાઓ, ખેતી સાથે જોડાયેલા કામકાજ, માછીમારી અને પશુપાલન ગતિવિધિઓને 20 એપ્રિલથી દેશના કેટલાય ભાગમાં ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવશે આની સાથે જ મહત્તમ 50 ટકા મજૂરો સાથે ચા, કોફી અને રબરના બગીચામાં કામકાજ શરૂ કરી શકાશે.
  2. મનરેગા અંતર્ગત થતા કાર્યોને મંજૂરી મળશે, પરંતુ સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનું પાલન અને માસ્ક પહેરવું પડશે. વિજળી-પાણી0ગેસ જેવી સાર્વજનિક ઉપયોગની ચીજો ચાલુ રહેશે. રાજ્યો વચ્ચે અને રાજ્યની અંદર માલના ટ્રાન્સપોર્ટેશનની મંજૂરી હશે.
  3. નિર્માણ ક્ષેત્રના કામકાજ શરૂ કરવાની મંજૂરી હશે. કેન્દ્ર અને રાજ્ય સરકારોની ઑફિસ પણ 20 એપ્રિલથી ખુલી જશે.
  4. આ યાદીમાં નાણાકીય અને સામાજિક સેવા ક્ષેત્ર, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા જેવી ખાનગી સંસ્થાઓ, નાના લૉજ વગેરેને પણ રાખવામાં આવ્યા છે.
  5. સરકારે ચેતવણી આપી છે કે આ ગતિવિધિઓને મંજૂરી આપવાનો મતલબ જનતાની સમસ્યાઓ ઘટાડવી છે, પરંતુ હાલના દિશાનિર્દેશોનું પાલન કરવા પર જ આ ચીજોની મંજૂરી મળશે. સરકારે રાજ્ય અને કેન્દ્ર શાસિત ક્ષેત્રોને ઑફિસ, કાર્યસ્થળો અને કારખાનામાં માપદંડ સંચાલન પ્રક્રિયાનું પાલન કરવાના નિર્દેશ આપ્યા છે.
  6. કેન્દ્રીય કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે શનિવારે એક ટ્વીટ કરીને કહ્યું કે એ ગતિવિધિઓ અને સેવાઓની સૂચ જાહેર કરી હતી જે 20 એપ્રિલ 2020થી ભારતમાં ખુલશે. જો કે તેમણે કહ્યું કે કોરોના વાયરસ સંક્રમિત ક્ષેત્રોમાં આ કામકાજ સંચાલિત નહિ થાય.
  7. અગાઉ જાહેર યાદીમાં મોબાઈલ ફોન, ટીવી, રેફ્રિજરેટર, લેપટોપ, કપડા અને સ્કૂલના બાળકો માટે સ્ટેશનરી આઈટમ તથા કરિયાણાના સામાન અને દવા જેવી જરૂરી વસ્તુઓના વેચાણને એમેઝોન, ફ્લિપકાર્ટ અને સ્નેપડીલ જેવા ઈકોમર્સ પ્લેટફોર્મ દ્વારા કરવાની મંજૂરી આપી હતી.
  8. આ યાદીમાં બિન બેંકિંગ નાણાકીય કંપનીઓ અને માઈક્રો ફાઈનાન્સ ઈન્સ્ટીટ્યૂટ્સને જરૂરી સેવાઓના રૂપમાં રાખવામાં આવી છે જેથી તેને ફરીથી શરૂ કરી શકાય.
  9. નારિયળ, મસાલા, વાંસ અને કોકોના બગીચા અને અનુસૂચિત જનજાતિઓ દ્વારા ઉત્પાદિત કરાતી વનઉપજને પણ સૂચીમાં સામેલ કરવામાં આવ્યા છે.
  10. ગૃહ મત્રાલયની એક અધિસૂચના મુજબ ગ્રામીણ ક્ષેત્રોમાં જળાપૂર્તિ અને સ્વચ્છતા તથા વિજળી લાઈનો, દૂરસંચાર, ઑપ્ટિકલ ફાઈબર અને કેબલો પાથરવાના કાર્યોને પણ મંજૂરી હશે.

લૉકડાઉન ખુલતાં જ ઉડાણો શરૂ થવી મુશ્કેલ, સરકારે કહ્યું કે..લૉકડાઉન ખુલતાં જ ઉડાણો શરૂ થવી મુશ્કેલ, સરકારે કહ્યું કે..

English summary
know in 10 points, these services will remain open after 20th april
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X