Teka na bhav : કેન્દ્ર સરકાર ગુજરાત-યુપીમાંથી 13,890 કરોડની મગફળી ટેકાના ભાવે ખરીદશે

Teka na bhav : કેન્દ્ર સરકારે ગુજરાત અને ઉત્તર પ્રદેશના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે ખરીફ 2025-26 સીઝન માટે આ બંને રાજ્યોમાં ટેકાના ભાવ (MSP) પર કઠોળ અને તેલીબિયાંની ખરીદીને મંજૂરી આપી છે. આ ખરીદીથી ખેડૂતોને સીધો જ 13,890.60 કરોડનો લાભ થશે.

કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે સોમવારે ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને ઉત્તર પ્રદેશના કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ શાહી સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી.

Teka na bhav

આ બેઠકમાં તેમણે જણાવ્યું કે આખી ખરીદી પ્રક્રિયા પારદર્શક અને સરળ હોવી જોઈએ, જેથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય. તેમણે ભારપૂર્વક કહ્યું કે ખેડૂતોને સીધો લાભ મળે અને વચેટિયાઓનો દબદબો ન રહે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.

કઈ કઈ ખરીદીને મળી મંજૂરી?
ગુજરાત

  • અડદ (Urad): 47,780 મેટ્રિક ટન - ₹372.68 કરોડ
  • સોયાબીન (Soybean): 1,09,905 મેટ્રિક ટન - ₹585.57 કરોડ
  • મગફળી (Groundnut): 12,62,163 મેટ્રિક ટન - ₹9,167.08 કરોડ
  • મગ (Moong): 4,415 મેટ્રિક ટન - ₹38.71 કરોડ

ઉત્તર પ્રદેશ

  • અડદ (Urad): 2,27,860 મેટ્રિક ટન (100% ખરીદી) - ₹1,777.30 કરોડ
  • તૂવેર (Tur): 1,13,780 મેટ્રિક ટન (100% ખરીદી) - ₹910.24 કરોડ
  • મગ (Moong): 1,983 મેટ્રિક ટન - ₹17.38 કરોડ
  • તલ (Sesame): 30,410 મેટ્રિક ટન - ₹299.42 કરોડ
  • મગફળી (Groundnut): 99,438 મેટ્રિક ટન - ₹722.22 કરોડ

આ ખરીદી પ્રક્રિયામાં ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. ખેડૂતોનું રજિસ્ટ્રેશન આધાર-આધારિત બાયોમેટ્રિક અથવા ફેસિયલ ઓથેન્ટિકેશન દ્વારા કરવામાં આવશે. આ પ્રક્રિયા e-Samriddhi અને e-Samyukti જેવા ડિજિટલ પોર્ટલ દ્વારા થશે, જેથી ખેડૂતોને તેમના પાકનું વેચાણ કર્યા બાદ ચુકવણી સીધી તેમના બેંક ખાતામાં જમા થાય. આ સિસ્ટમ વચેટિયાઓને દૂર કરશે અને ખેડૂતોને સમયસર પૈસા મળશે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે જરૂર પડ્યે ખરીદીના આંકડામાં ફેરફાર પણ કરવામાં આવી શકે છે, જેથી વધુમાં વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી શકે. આ પહેલથી ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ મળી રહેશે અને તેમને આર્થિક રીતે મજબૂત થવામાં મદદ મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X