PM Kisan Nidhi : આ તારીખે આવી રહ્યો છે કિસાન નિધિનો 17મોં હપ્તો, અહીં ચેક કરો તમારૂ નામ લિસ્ટમાં છે કે નહીં

પીએમ કિસાન સન્માન નીધિના 17માં હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર છે. બહુ જલ્દી યોજનાનો 17મોં હપ્તો રિલીઝ થવા જઈ રહ્યો છે.

કિસાન સન્માન નીધિના 17મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે આ હપ્તો જૂન મહિનામાં તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

Kisan Nidhi

આ યોજના અનુસાર, નોંધાયેલા દરેક ખેડૂતને 2000 રૂપિયાની રકમ મળે છે. જો કે, જો તમને પૈસા અંગે કોઈ શંકા હોય તો તમે યાદીમાં તમારું નામ ચકાસી શકો છો.

આ યોજના 1 ડિસેમ્બર 2018 ના રોજ શરૂ કરવામાં આવી હતી અને આ યોજના હેઠળ દેશના લગભગ 9 કરોડ ગરીબ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની રકમ મળે છે. આ રકમ દર ચાર મહિને ખેડૂતોના ખાતામાં સીધી જમા થાય છે.

હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની રાહ જોઈ રહેલા તમામ લાભાર્થી ખેડૂતોની રાહનો અંત આવવાનો છે.

જો કે હાલ દેશભરમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. 1 જૂન સુધીમાં દેશભરમાં મતદાન થશે અને લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. આ પછી જ 17મા હપ્તાના પૈસા તમારા ખાતામાં મોકલવામાં આવશે.

લિસ્ટમાં તમારૂ નામ છે કે નહીં તે આવી રીતે ચેક કરો

  • ચેક કરવા માટે સૌથી પહેલા તમારે પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઈટ pmkisan.gov.in પર જવું પડશે.
  • ત્યારબાદ તમારે આ વેબસાઈટ પર તમામ માહિતી ભરવાની રહેશે.
  • આ પછી તમારે અહીં Know your statusના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • પછી તમારે અહીં રજીસ્ટ્રેશન નંબર ભરવો પડશે અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે જે તમને સ્ક્રીન પર દેખાશે.
  • આ પછી તમારે બધી માહિતી ભરીને Get Detail બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પછી તમે તમારું સ્ટેટસ જોઈ શકશો. આની મદદથી તમે એ જાણી શકશો કે તમને આગામી હપ્તાનો લાભ મળશે કે નહીં.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X