• search
keyboard_backspace

PM Kishan Samman Nidhi Yojana in Gujarati: નવા ખાતેદારે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, જાણો

પીએમ નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોની મદદ માટે કિસાન સમ્માન નિધિ યોજનાની શરૂઆત કરીહતી. જે અંતર્ગત ખેડૂતોના બેંક ખાતામાં મોદી સરકાર દર વર્ષે 6000 રૂપિયા જમા કરાવે છે. આ પૈસા ત્રણ હફ્તામાં ખાતામાં પહોંચે છે. આ યોજનાનો લાભ કઈ રીતે ઉઠાવી શકાય, PM Kisan Samman Nidhi Yojana અંતર્ગત મળવા પાત્ર રકમ ના મળી હોય તો ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરવી, તમને મળવા પાત્ર લાભનું સ્ટેટસ કેવી રીતે જાણવું વગેરે જેવી માહિતીથી અહીં અવગત કરાવવામાં આવશે. જો તમે પણ આ વિશે વિગતવાર જાણવા માંગતા હોવ તો આ આર્ટિકલ તમને ખુબ ઉપયોગી સાબિત થશે.

હપ્તો કેવી રીતે ચેક કરવો

હપ્તો કેવી રીતે ચેક કરવો

તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા છે કે નહિ, તે ચેક કરવા માટે તમારે સત્તાવાર વેબસાઈટ https://pmkisan.gov.in/ પર જવું પડશે. જે બાદ ફાર્મર્સ કોર્નર નામની કોલમ પર જવું પડશે. જે બાદ તમને નીચે એક બેનિફિસરી સ્ટેટસનો વિકલ્પ જોવા મળશે, જેના પર ક્લિક કરો.

હવે તમારી સામે એક નવું પેજ ખુલી જશે. અહીં તમારે ખાતા નંબર, મોબાઈલ નંબર અને આધાર નંબર ભરવાના રહેશે. હવે આ બધી ડિટેલ ભર્યા બાદ ગેટ ડેટા પર ક્લિક કરવું. જે બાદ તમને કેટલા હપ્તા મળ્યા તે બધી જ ડિટેલ તમને મળી જશે.

જણાવી દઈએ કે જો તમારા પેજ પરર FTO is generated and Payment Confirmation is pending લખેલું આવે તો તેનો મતલબ છે કે ફંડ ટ્રાન્સફરની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે, થોડા દિવસોમાં જ પૈસા તમારા ખાતામાં જમા થઈ જશે.

જો પૈસા ના મળ્યા હોય તો કેવી રીતે ફરિયાદ કરવી

જો પૈસા ના મળ્યા હોય તો કેવી રીતે ફરિયાદ કરવી

પીએમ કિસાન સનમ્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojana) માટે તમારે સત્તાવાર હેલ્પલાઈન નંબર (PM Kisan Helpline No. 155261) અથવા 1800-11-5526 પર કોલ કરવાનો રહેશે. અથવા તો તમે ઈચ્છો તો 011-23381092 પર ફરિયાદ કરી શકો છો. જો તમે મેઈલ દ્વારા તમારી ફરિયાદ કરવા માંગો છો તો pmkisan-ict@gov.in પર ફરિયાદ કરી શકો છો.

લાભાર્થીનું સ્ટેટસ કઈ રીતે ચકાશવું? (How To Check Beneficiary Status)

લાભાર્થીનું સ્ટેટસ કઈ રીતે ચકાશવું? (How To Check Beneficiary Status)

  • જો તમે બેનિફિસિયરી સ્ટેટસ ચેક કરવા માંગતા હોવ તો અહીં આપેલી આ લિંક પર ક્લિક કરો.
  • https://fw.pmkisan.gov.in/BeneficiaryStatus/BeneficiaryStatus.aspx
  • ક્લિક કર્યા બાદ તમને એક નવા પેજમાં લઈ જશે.
  • આ પેજમાં આધાર નંબર, અકાઉન્ટ નંબર અથવા મોબાઈલ નંબર નાખો.
  • માંગેલી ડિટેલ નાંખ્યા બાદ Get Data પર ક્લિક કરો.
  • ક્લિક કરતાની સાથે જ બેનિફિસિયરી સ્ટેટસ જાણી શકશો.
જો તાજેતરમાં જ ખાતું અલગ કર્યું હોય તો કઈ રીતે લાભ લેવો

જો તાજેતરમાં જ ખાતું અલગ કર્યું હોય તો કઈ રીતે લાભ લેવો

એક ખાતેદારમાંથી જમીનના ભાગલા કરીને જ્યારે બે ખાતેદાર બન્યા હોય એટલે કે ખાતું અલગ કર્યું હોય ત્યારે જૂના ખાતેદારને તો પહેલેથી જ નોંધણી કરેલા હોય પીએમ કિસાન સન્માન નિધિની રકમ મળતી રહેશે પરંતુ નવા ખાતેદારે નવેસરથી નોંધણી કરાવવી પડશે. આના માટે તમારે iKhedut Portal પર જવું પડશે, જ્યાં નવા ખાતેદાર તરીકે રડિસ્ટ્રેશન કરાવવું પડશે. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ 7/12, 8 અ, આધાર કાર્ડની કોપી, સર્વે નંબર, ખાતા નંબર વગેરે ડિટેલ આપવાની રહેશે. આ ડિટેલ સબમિટ કરતાં જ તમે નવા ખાતેદાર તરીકે આઈખેડૂત પોર્ટલમાં નોંધણી થઈ ચૂક્યા છો પરંતુ હવે તમારે તમારા સંબંધિત તાલુકા કે જિલ્લાના અધિકારી પાસે તમારી એપ્લિકેશન મંજૂર કરાવવાની રહેશે. ઑફિસર દ્વારા તમારી અરજી મંજૂર થતાની સાથે જ તમારા બેંક અકાઉન્ટમાં પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત રૂપિયા આવતા શરૂ થઈ જશે.

ગુજરાત સરકારે જાહેર કરી કિસાન સહાય યોજના, કોઈ પ્રીમિયમ ભર્યા વિના તમામ ખેડૂતોને મળશે લાભગુજરાત સરકારે જાહેર કરી કિસાન સહાય યોજના, કોઈ પ્રીમિયમ ભર્યા વિના તમામ ખેડૂતોને મળશે લાભ

English summary
PM Kishan Samman Nidhi Yojana: How To Apply Online, Check Beneficiary Status, Eligibility, Helpline Number & Other Details in Gujarati
Related News
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X