કિસાન સન્માન નિધિનો 16 મોં હપ્તો આ તારીખે જમા થશે, આજે જ ખેડૂતો કરાવી લે આ કામ
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના તમામ લાભાર્થી ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સરકાર દ્વારા 16મો હપ્તો બહાર પાડવાની કામગીરી ચાલી રહી છે.
ખેડૂતોને વર્ષમાં દર ચાર મહિને PM કિસાન નિધિના ત્રણ હપ્તા મળે છે. આ માટે તમામ ખેડૂતોએ ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. જો આમ કરવામાં નહીં આવે તો 16મા હપ્તાના 2,000 રૂપિયા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં નહીં આવે.

તમામ પાત્રતા ધરાવતા ખેડૂતોએ તેમની ઇ-કેવાયસી સમયસર કરાવવાની ખાતરી કરવી જોઈએ જેથી કરીને તેઓ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકે.
આ રીતે ઈ-કેવાયસી કરાવો
- પીએમ કિસાન મોબાઈલ એપ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી શકે છે. પીએમ કિસાન મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે.
- ખેડૂતો સીએસસી દ્વારા બાયોમેટ્રિક પ્રમાણીકરણ દ્વારા ઇ-કેવાયસી કરાવી શકે છે.
- ખેડૂતો pmkisan.gov.in વેબસાઈટ પર જઈને OTP દ્વારા ઈ-KYC પણ કરાવી શકે છે.
CSC પર ઈ-કેવાયસી કરાવી શકો છો
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ લેવા ખેડૂતો તેમના નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને રજીસ્ટ્રેશન અને ઈ-KYC બંને કરાવી શકે છે. ત્યાંનો સ્ટાફ તમને પ્રક્રિયામાં માર્ગદર્શન આપશે અને ઓળખ ચકાસણી પ્રક્રિયા સમજાવશે.
ફેસ ઓથેન્ટિકેશન દ્વારા e-KYC
ફેસ ઓથેન્ટિકેશન માટે તમારે કેમેરાનો ઉપયોગ કરીને તમારા ચહેરાનો ફોટોગ્રાફ આપવો પડશે અને પછી તમારી ઓળખની ચકાસણી કરવામાં આવશે. તમારે આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ અને જમીનના દસ્તાવેજો વગેરે માટે જરૂરી દસ્તાવેજો તમારી સાથે લેવા પડશે.
પીએમ કિસાનનો આગામી હપ્તો ક્યારે આવશે?
પીએમ કિસાનનો 16મો હપ્તો જાન્યુઆરી-ફેબ્રુઆરી 2024માં આવવાનો છે. જો કે તેની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. PM નરેન્દ્ર મોદી ખેડૂતોના ખાતામાં 16મા હપ્તાના પૈસા રિલીઝ કરશે. 13 કરોડથી વધુ ખેડૂત પરિવારો તેનો લાભ લઈ શકે છે. આ પહેલા, eKYC નિયમો અને અન્ય ધોરણોને પૂર્ણ કરનારાઓને જ પૈસા મળશે.












Click it and Unblock the Notifications
