For Quick Alerts
For Daily Alerts
જગતના તાત માટે સારા સમાચાર, હવે ખારા પાણીથી પણ કરી શકાશે ખેતી
ખેડુતો માટે ખુશખબર આવી છે. કશ્યમ એન્ટી સ્કેલ સિસ્ટમની મદદથી ખેડુતો હવે ખારા પાણીથી પણ પાક લઇ શકશે. એન્ટી સ્ક્લે સિસ્ટમની મદદથી ખારા પાણીને પણ ખેતી લાયક બનાવી શકાય છે. શ્રીનાથજી એગ્રો કોર્પોરેશને આ સિસ્ટમ વિકસાવી છે. આની મદદથી ખેડુતો ભરપુર માત્રામાં પાક લઇ શકશે. ભુજના કોડકી ગામે આ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો. આ સેમીનારમાં મોટી સંખ્યામાં ખેડુતો હાજર રહ્યા હતા. આ સિસ્ટમની મદદથી ખેડુતો પ્રભાવિત થયા હતા. ખેડુતોએ પણ આ સિસ્ટમના વખાણ કર્યા હતા અને તેની મદદથી કેટલો ફાયદો થયો તે જણાવ્યું હતુ.

ખેડૂતો માટે ખુશખબર ,હવે ખારા પાણીમાં લઈ શકાશે પાક
ગાધીધામમાં પરિવારે કરી 19 વર્ષીય પુત્રીની હત્યા, યુવતીનું હતું અફેર